Home /News /national-international /VIDEO તામિલનાડુના મંત્રી બોલ્યા - 'અમ્મા બાદ PM મોદી અમારા પિતા, પૂરા દેશના ડેડી'

VIDEO તામિલનાડુના મંત્રી બોલ્યા - 'અમ્મા બાદ PM મોદી અમારા પિતા, પૂરા દેશના ડેડી'

મંત્રીએ કહ્યું, જયલલિતાએ ક્યારે પણ ખુદને મોદી વિરુદ્ધ ઉભા નથી કર્યા. તે દુનિયાને માત્ર એ દેખાડવા માંગતા હતા કે, તામિલનાડુમાં પણ એક મજબૂત નેતૃત્વ છે

મંત્રીએ કહ્યું, જયલલિતાએ ક્યારે પણ ખુદને મોદી વિરુદ્ધ ઉભા નથી કર્યા. તે દુનિયાને માત્ર એ દેખાડવા માંગતા હતા કે, તામિલનાડુમાં પણ એક મજબૂત નેતૃત્વ છે

તામિલનાડુના મંત્રી અને એઆઈએડીએમકેના વરિષ્ઠ નેતા કેટી રાજ્ન્દ્ર બાલાજીએ પીએમ નરેન્દ્ર મોદીને પોતાની પાર્ટી માટે પિતા તુલ્ય બતાવ્યા છે. બાલાજીએ કહ્યું કે, મોદી અમારા ડેડી છે. તે દેશના ડેડી છે. અમે તેમના નેતૃત્વનો સ્વીકાર કરીએ છીએ.

મહારાજપુરમમાં પત્રકારો સાથે વાતચીતમાં કેટી રાજેન્દ્રએ આ ટીપ્પણી કરી. આ દરમ્યાન જ્યારે પત્રકારોએ તેમને પ્રશ્ન કર્યો કે, તેમની પાર્ટી બીજેપી સાથે ગઠબંધન કેવી રીતે કરી શકે છે, જ્યારે પૂર્વમાં દિવંગત જયલલિતા આ માટે હંમેશા બચતા હતા, બાલાજીએ કહ્યું, અમ્મા (જયલલતિતા)નો નિર્ણય અલગ હતો. પર, તેમની (અમ્મા જેવા બીજા વ્યક્તિત્વ)ની અનુપસ્થિતિમાં પીએમ મોદી જ અમારા ડેડી છે. તે દેશના ડેડી છે.



મોદીજીને લઈ અમ્માના મનમાં સન્માન હતું
આ પ્રશ્ન પર કે 2014માં લોકસભા ચૂંટણી દરમ્યાન જયલલિતાએ ખુદને મોદી કરતા વધારે શ્રેષ્ઠ ગણાવ્યા હતા, મંત્રીએ કહ્યું, જયલલિતાએ ક્યારે પણ ખુદને મોદી વિરુદ્ધ ઉભા નથી કર્યા. તે દુનિયાને માત્ર એ દેખાડવા માંગતા હતા કે, તામિલનાડુમાં પણ એક મજબૂત નેતૃત્વ છે. અન્યથા મોદીજીને લઈ તેમના મનમાં પમ સન્માન હતું. એટલું જ નહી પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપાયીના સમયમાં પમ તેમના વચ્ચે સારી મિત્રતા હતી.
First published:

Tags: Says