Army helicopter crash : ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત (CDS Bipin Rawat), તેમના પત્ની સહિત સેનાના વરિષ્ઠ અધિકારીઓને લઈ જતું હેલિકોપ્ટર તમિલનાડુમાં ક્રેશ (helicopter crash) થઇ ગયુ છે. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ સાથે મળતી માહિતી પ્રમાણે, હેલિકોપ્ટરમાં લગભગ 14 લોકો હતા. યાત્રીઓમાં સીડીએસ રાવતની પત્નીનું નામ પણ સામેલ છે. અધિકારીઓએ માહિતી આપી છે કે, અત્યાર સુધીમાં ત્રણ અધિકારીઓને બચાવી લેવામાં આવ્યા છે. ઘાયલોને નીલગીરીની છાવણીમાં લઈ જવામાં આવ્યા છે.
આ દૂર્ઘટનામાં તપાસના આદેશ અપાયા છે
મળતી માહિતી પ્રમાણે, હેલિકોપ્ટરમાં કુલ 14 લોકો સવાર હતા, જેમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમની પત્ની, સંરક્ષણ સહાયકો, સુરક્ષા કમાન્ડો અને એરફોર્સના પાઇલટ્સનો સમાવેશ થાય છે. ભારતીય વાયુસેનાએ અકસ્માત પછી તરત જ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, CDS જનરલ બિપિન રાવતને લઈ જતું IAF Mi-17V5 હેલિકોપ્ટરનો આજે તામિલનાડુના કુન્નર નજીક અકસ્માત થયો છે. અકસ્માતનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
#WATCH | Latest visuals from the spot (between Coimbatore and Sulur) where a military chopper crashed in Tamil Nadu. CDS Gen Bipin Rawat, his staff and some family members were in the chopper.