Home /News /national-international /

Viral News: નંબર પ્લેટ પર ધારાસભ્યનો પૌત્ર હોવાનું લખી બાઇક ચલાવે છે આ વ્યક્તિ! જાણો શું છે આખો મામલો

Viral News: નંબર પ્લેટ પર ધારાસભ્યનો પૌત્ર હોવાનું લખી બાઇક ચલાવે છે આ વ્યક્તિ! જાણો શું છે આખો મામલો

સોશિયલ મીડિયામાં તમિલનાડુ (Tamil Nadu)ના યુવાનની તસવીર ખૂબ વાયરલ થઈ છે

Grandson Of Nagercoil MLA MR Gandhi- આ યુવાને આ રીતે પોતાના બાઈક પર લખાણ કરી પોતાને એમ.આર.ગાંધીનો પૌત્ર ગણાવતાં શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેણે આવું શા માટે કર્યું? તે વિચારીને લોકોને આશ્ચર્ય થાય છે

કાર કે મોટરસાયકલ પાછળ કે નંબર પ્લેટ પર પોલીસ, MLA, પ્રેસ કે કોઈ સરકારી વિભાગનું નામ લખી ઓન ડ્યુટી લખવાનો શોખ આસમાને પહોંચ્યો છે. ત્યારે સોશિયલ મીડિયામાં તામિલનાડુ (Tamil Nadu)ના યુવાનની તસવીર ખૂબ વાયરલ થઈ છે. આ ફોટોમાં યુવક મોટર સાયકલ પર બેઠો છે. ખાસ વાત એ છે કે, જે બાઈક પર તે બેઠો છે તેના આગળના ભાગમાં નંબર પ્લેટના બદલે નાગરકોઈલ ધારાસભ્ય એમ.આર.ગાંધીનો પૌત્ર (Grandson Of Nagercoil MLA MR Gandhi) લખેલું છે. આ વિશે સોશિયલ મીડિયા પર ઘણી દલીલો થઈ રહી છે અને રોષ પણ જોવા મળ્યો છે. હવે સવાલ એ થાય છે કે, શું આ યુવક ખરેખર ધારાસભ્ય એમ.આર.ગાંધીનો પૌત્ર છે?

કોણ છે એમ.આર. ગાંધી?

એમ આર. ગાંધી તામિલનાડુના કન્યાકુમારી જિલ્લાના નાગરકોઇલ મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય છે. ગત વર્ષે તામિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં AIADMK સાથે ગઠબંધન કરનાર ભાજપે ચાર સીટો પર જીત મેળવી હતી. આ ધારાસભ્યોમાં ખાસ કરીને પહેલી વાર ધારાસભ્ય બનેલા ભાજપના 76 વર્ષીય વરિષ્ઠ નેતા એમ.આર.ગાંધીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેઓએ સૌ પ્રથમ 1980માં ચૂંટણી લડી હતી અને સતત 6 વખત હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ તમિલનાડુમાં 2021ની વિધાનસભા ચૂંટણીમાં જીતનો સ્વાદ ચાખ્યો હતો.

ખૂબ જ સાદાઈથી જીવે છે જીવન

એમ.આર.ગાંધીને સાદગીનું પ્રતીક માનવામાં આવે છે. તેઓ હંમેશાં પરંપરાગત ખાદર ઝિપ્પા અને વેટ્ટી (Khadar Zippa and Vetti) પહેરે છે. તેઓએ આજ સુધી લગ્ન કર્યા નથી. તેઓ ઉઘાડા પગે વિધાનસભામાં જાય છે. આવી સ્થિતિમાં આ યુવાને આ રીતે પોતાના બાઈક પર લખાણ કરી પોતાને એમ.આર.ગાંધીનો પૌત્ર ગણાવતાં શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેણે આવું શા માટે કર્યું? તે વિચારીને લોકોને આશ્ચર્ય થાય છે.

આ પણ વાંચો - DRDO ની કમાલ, 45 દિવસમાં ઉભી કરી દીધી 7 માળની ઇમારત, જેમાં બનશે ભારતનું સૌથી આધુનિક ફાઇટર જેટ

સોશિયલ મીડિયામાં તમિલનાડુ (Tamil Nadu)ના યુવાનની તસવીર ખૂબ વાયરલ થઈ છે


કોણ છે તે યુવાન?

એમ.આર.ગાંધીની કાર કન્નન (Kannan) નામનો વ્યક્તિ વર્ષોથી ચલાવતો હતો. ધારાસભ્ય બનતા પહેલા કન્નન અને તેમનો પરિવાર એમ.આર. ગાંધીની ખૂબ જ નજીક હતા. ડ્રાઈવર રહી ચૂકેલા કન્નન હવે એમ.આર.ગાંધીના નજીકના સહયોગી બની ગયા છે. તે યુવક કન્નનનો પુત્ર હોવાનું અને તેનું નામ અમરીશ હોવાનું જાણવા મળ્યું છે. અમરીશ ગાંધીને ખૂબ માન આપે છે. તેથી જ તેણે આવું કર્યું હોવાનું કહેવાય છે.

બાઈક પર નંબરની જગ્યાએ એમઆર ગાંધીના નામનો ઉપયોગ કરવામાં આવતા આ વિસ્તારના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સાથે જ ફોટા જોનારા ઘણા લોકો મીમ્સ દ્વારા તેની ટીકા કરી રહ્યા છે અને નંબર પ્લેટના સ્થાને રહેલા તે લખાણને ગેરકાયદે ગણાવી રહ્યા છે. જો કે, પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે અપરિણીત ધારાસભ્ય એમ.આર.ગાંધીના કન્નન અને તેમના પરિવાર વચ્ચે ગાઢ સંબંધ છે. ભાજપના સભ્યોએ આ મામલે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, અમરીષે આ વાત પોતાની બાઇક પર સ્નેહની નિશાની તરીકે લખી હતી.
Published by:Ashish Goyal
First published:

Tags: Tamil Nadu, Viral news

આગામી સમાચાર