તમિલનાડુના એક આશ્રમમાં જંતુનાશક ખાધા બાદ 20 વર્ષની એક વિદ્યાર્થીનીનું મોત થયું હતું.
મંગળવારે તમિલનાડુ (Tamil Nadu)ના તિરુવલ્લુર જિલ્લામાં એક આશ્રમ (Tiruvallurs ashram)માં કથિત રૂપે જંતુનાશક ખાધા પછી 20 વર્ષીય વિદ્યાર્થીનું મૃત્યુ (Srudent Die) થયું હતું.
મંગળવારે તમિલનાડુ (Tamil Nadu)ના તિરુવલ્લુર જિલ્લામાં એક આશ્રમ (Tiruvallurs ashram)માં કથિત રૂપે જંતુનાશક ખાધા પછી 20 વર્ષીય વિદ્યાર્થીનું મૃત્યુ (Srudent Die) થયું હતું. આ કેસમાં પોલીસ સ્વયંભૂ સંત મુનુસામીની પૂછપરછ કરી રહી છે. મુનુસામી વિદ્યાર્થિનીની એક વર્ષથી સારવાર કરી રહ્યો હતો, જે વિવિધ બિમારીઓથી પીડિત હતી. બાળકીના માતા-પિતાએ પોલીસને જણાવ્યું કે તેમને તેમની પુત્રીના મૃત્યુ પાછળ કોઈ કાવતરું હોવાની શંકા છે.
ખાનગી એન્જિનિયરિંગ કોલેજમાંથી બીએસસી કોમ્પ્યુટર સાયન્સ કરી રહેલી હેમા માલિનીને મંગળવારે સવારે આશ્રમમાં ઉલ્ટી થવા લાગી હતી. હેમા માલિનીની કાકી ઈન્દ્રાણીએ મુનુસામીને કહ્યું કે તેને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે. મુનુસામી તાત્કાલિક પગલાં ન લેતા થોડા કલાકો પછી ઓટોરિક્ષાની વ્યવસ્થા કરી હતી. હેમા માલિનીને તિરુવલ્લુરની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવી, જ્યાં ડોક્ટરોએ જણાવ્યું કે તેણે જંતુનાશક દવાનું સેવન કર્યું છે. સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત થયું હતું. પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
મુનુસામી પાસે પૂંડી નજીક વેલ્લાથુકોટ્ટાઈ ખાતે આશ્રમ છે, જ્યાં તે પૂજા અને જડીબુટ્ટીઓની મદદથી બીમારીઓનો ઈલાજ કરવાનો દાવો કરે છે. હેમા માલિનીના માતા-પિતા તેને 2020માં મુનુસામીના આશ્રમમાં સારવાર માટે લાવ્યા હતા. વિદ્યાર્થીને પેટ અને ગરદનના દુખાવા જેવી વિવિધ બિમારીઓ હતી, જેની સારવાર મુનુસામી તેમના આશ્રમમાં કરી રહ્યો હતો. પોલીસે જણાવ્યું કે વિદ્યાર્થી ત્યારથી આશ્રમમાં રહેતી હતી. ઑફલાઇન ક્લાસ શરૂ થતાં મુનુસામીએ છોકરીને ઘરે મોકલવાની ના પાડી દીધી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર મુનુસામીએ બાળકીના માતા-પિતાને કહ્યું હતું કે તેમની પુત્રીના શરીરમાં કેટલીક "ખામી" છે. આ દોષ દૂર કરવા માટે તે અમાવાસ્યા અને પૂર્ણિમાના દિવસોમાં પૂજા કરશે. હેમા માલિનીના માતા-પિતાએ પોલીસને જણાવ્યું કે મુનુસામીએ તેમની પુત્રીને મોડી રાત્રે પૂજામાં હાજરી આપવા માટે દબાણ કર્યું હતું. ઘણા લોકો મોટે ભાગે સ્ત્રીઓ, વહેલા લગ્ન માટે મુનુસામીના આશીર્વાદ લેવા આશ્રમમાં આવે છે. તેઓ મોડી રાત્રે પૂજા માટે પણ આશ્રમમાં રોકાય છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર