Home /News /national-international /

કોરોનાઃ ચેન્નઈમાં 200 શબોને લઈ સસ્પેન્સ, સરકારે તપાસના આપ્યા આદેશ

કોરોનાઃ ચેન્નઈમાં 200 શબોને લઈ સસ્પેન્સ, સરકારે તપાસના આપ્યા આદેશ

પ્રતીકાત્મક તસવીર

દાવો કરવામાં આવ્યો છે કે 200 લોકોનાં મોત કોરોનાથી થયા, પરંતુ રાજ્ય સરકારની યાદીમાં તેમના નામ જ નથી

    ચેન્નઈઃ કોરોના વાયરસ (Coronavirus)નું સંક્રમણ દેશભરમાં સતત વધતું જઈ રહ્યું છે. દરરોજ હજારો લોકો આ ખતરનાક વાયરસની ઝપટમાં આવી રહ્યા છે, જ્યારે અનેક લોકોનાં મોત થઈ રહ્યા છે. આ દરમિયાન તમિલનાડુ (Tamil Nadu)ના પાટનગર ચેન્નઈ (Chennai)માં 200 શબોને લઈ સંદેહની સ્થિતિ ઊભી થઈ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બધાનાં મોત કોરોનાથી થયા, પરંતુ રાજ્ય સરકારની યાદીમાં તેમના નામ નથી. એવામાં અહીં મોતનો આંકડો વધી શકે છે. સરકારે તપાસના આદેશ આપી દીધા છે.

    તપાસ માટે કમિટીની કરાઈ રચના

    અંગ્રેજી અખબાર ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ મુજબ, સ્વાસ્થ્ય સચિવ બિલા રાજેશે કહ્યું કે આ મામલે તપાસ માટે 9 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. તેઓએ કહ્યું કે, અમારે મોતનો ડેટા છુપાવવો નથી. અમે આવું ન કરી શકીએ. અમે સરકારી અને પ્રાઇવેટ હૉસ્પિટલોથી રિપોર્ટ લઈને દરરોજ કોરોનાથી થઈ રહેલા મોતના સાચા આંકડા આપી રહ્યા છીએ. હવે જ્યારે અમને ફરિયાદ મળી છે કે 200 મૃતદેહને લઈને યોગ્ય જાણકારી નથી આપવામાં આવી તો અમે કમિટી બનાવીને તપાસના આદેશ આપી ચૂક્યા છીએ.

    કેવી રીતે ગડબડ થઈ?

    અખબારે અધિકારીઓના હવાલાથી દાવો કર્યો છે કે સ્ટાફની અછતના કારણે ડેટા યોગ્ય રીતે અપડેટ નથી થયો. મૂળે, મોટાભાગનો સ્ટાફ 1000 કન્ટેનમેન્ટ ઝોનમાં કામ કરી રહ્યો હતો. પબ્લિક હેલ્થ એન્ડ પ્રિવેન્ટિવ મેડિસિનના નિદેશક, ડૉ. પી. વડિવલાને એક આદેશ જાહેર કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું છે કે હવેથી ચેન્નઈ નિગમની સીમા અંતર્ગત થયેલા તમામ કોરોનાનાં મોતને દરરોજ રિપોર્ટ કરવામાં આવશે. આ દરમિયાન ચેન્નઈ સ્થિત ભ્રષ્ટાચાર નિરોધી સંસ્થા અર્પોર અય્યક્કમે સ્વાસ્થ્ય સચિવને પત્ર લખીને ફરિયાદ કરી છે કે એક સરકારી મેડિકલ કોલેજમાં ત્રણ કોરોનાનાં મોતને યાદીમાં સામેલ નથી કરવામાં આવી.

    આ પણ વાંચો, Covid-19: અમદાવાદનો ડેથ રેટ દેશમાં સૌથી ગંભીર, દિલ્હીથી 4 ગણાં મોત

    અત્યાર સુધી 300થી વધુ લોકોનાં મોત

    નોંધનીય છે કે, બુધવાર સુધી તમિલનાડુમાં કોરોનાથી 326 લોકોનાં મોત થયા છે, જેમાં 260 મોત માત્ર ચેન્નઈમાં થયા છે. એટલે કે જો 200 લોકોનાં મોતનું કારણ જો સ્પષ્ટ થઈ જાય છે તો પછી આ આંકડો બેમણો થઈ શકે છે.

    આ પણ વાંચો, ભારતમાં કોરોના વાયરસની સ્થિતિ ગંભીર, ફરી લાગુ થઈ શકે છે લૉકડાઉનઃ સ્ટડી
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Coronavirus, COVID-19, Pandemic, Tamil Nadu, ભારત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन