Home /News /national-international /

Corona Epidemic: કોરોનાથી અનાથ થયેલા વિદ્યાર્થીઓને કેન્દ્રીય વિદ્યાલયમાં મફત પ્રવેશ મળશે

Corona Epidemic: કોરોનાથી અનાથ થયેલા વિદ્યાર્થીઓને કેન્દ્રીય વિદ્યાલયમાં મફત પ્રવેશ મળશે

રાજ્યમાં કોરોના રોગચાળાને કારણે સેંકડો વિદ્યાર્થીઓ અનાથ થયા છે (પ્રતિકાત્મક ફોટો/ટ્વિટર)

એક રિપોર્ટ અનુસાર તામિલનાડુ (Tamil Nadu)માં કોરોના મહામારી (Corona Epidemic)ના કારણે છેલ્લા બે વર્ષમાં 18 વર્ષથી ઓછી ઉંમરના કુલ 387 વિદ્યાર્થીઓ અનાથ થયા છે. ત્યાં જ 9,147 વિદ્યાર્થીઓમાંથી કેટલાકએ તેમના પિતા ગુમાવ્યા હતા અને કેટલાકએ તેમની માતા ગુમાવી હતી. આવી સ્થિતિમાં સરકારે આ વિદ્યાર્થીઓના શિક્ષણનો ખર્ચ ઉઠાવવાની વાત કરી હતી.

વધુ જુઓ ...
    કોરોના મહમારી (Corona Epidemic)એ આપણા જીવનમાં ઉથલપાથલ મચાવી દીધી છે. 2 વર્ષ પહેલા આવેલી આ જીવલેણ બીમારીએ આખી દુનિયાનું ચિત્ર બદલી નાખ્યું. અત્યાર સુધીમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યા છે. ઘણા પરિવારોએ એક કરતા વધુ સભ્યોને કાયમ માટે ગુમાવ્યા છે. અનેક બાળકોના મા-બાપનો પડછાયો માથેથી ઊઠી ગયો છે. તેમણે પોતાનો અભ્યાસ પણ છોડી દીધો છે. આવા અનાથ (Orphans) બાળકોને ધ્યાનમાં રાખીને તમિલનાડુ (Tamil Nadu government)માં કેન્દ્રીય વિદ્યાલયે સત્ર 2022-23માં મફત પ્રવેશ આપવાનું નક્કી કર્યું છે. દરેક શાળા એવા 10 બાળકોને અલગ-અલગ વર્ગોમાં પ્રવેશ આપશે જેમણે કોવિડ-19 દરમિયાન પોતાના માતા-પિતાને ગુમાવ્યા હતા.

    આ શાળાઓએ પ્રવેશ પ્રક્રિયાને લઈને બેનરો પણ લગાવ્યા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સમાચાર મુજબ કોવિડ 19ના કારણે જે વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાને ગુમાવ્યા છે તેઓ જિલ્લા કલેક્ટર દ્વારા શાળાઓનો સંપર્ક કરી શકે છે. કેન્દ્રીય વિદ્યાલય IIT મદ્રાસના પ્રિન્સિપાલ એમ. માણિકાસામી કહે છે કે વિદ્યાર્થીઓને વયના આધારે શાળામાં પ્રવેશ આપવામાં આવશે.

    આ પણ વાંચો- વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય ​​​​​​​સરકારનો મોટો નિર્ણય, પાટીદાર અનામત આંદોલન મામલે વધુ 10 કેસ પરત ખેંચ્યા

    ઘણા વિદ્યાર્થીઓ અનાથ થયા

    એક અહેવાલ મુજબ તામિલનાડુ રાજ્યમાં કોરોના મહામારી દરમિયાન 18 વર્ષથી ઓછી ઉંમરના 387 વિદ્યાર્થીઓ અનાથ થયા હતા. આ વિદ્યાર્થીઓએ તેમના માતાપિતા ગુમાવ્યા. ત્યાં જ 9,147 વિદ્યાર્થીઓમાંથી કેટલાકે તેમના પિતા ગુમાવ્યા અને કેટલાકે તેમની માતાને કાયમ માટે ગુમાવી દીધી છે.

    આ પણ વાંચો- China Plane Crash : ચીનનું Boeing 737 વિમાન ક્રેશ, 133 યાત્રીઓ હતા સવાર

    તાજેતરમાં તમિલનાડુ સરકારે આ વિદ્યાર્થીઓને ફી પુસ્તકો, યુનિફોર્મ અને હોસ્ટેલ ફી માટે ટ્યુશન ખર્ચ આપવાની જાહેરાત કરી હતી. રાજ્યના સામાજિક સંરક્ષણ નિયામક એસ. વલારામતી કહે છે કે ગયા વર્ષે કેન્દ્રીય વિદ્યાલયમાં સરકારી આદેશ જારી થાય તે પહેલા જ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી હતી. તેથી હવે તેઓ આ વર્ષે તેનો અમલ કરશે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Corona epidemic, Corona virus Update, Covid 19 and Kids, Tamil Nadu, કોરોનાવાયરસ

    આગામી સમાચાર