Home /News /national-international /કરૂણાનિધિની દફનાવવા બાબતે આજે સુનાવણી

કરૂણાનિધિની દફનાવવા બાબતે આજે સુનાવણી

તમિલનાડૂ સરકારે કરૂણાનિધિના અંતિમ સંસ્કાર માટે ગાંધી મંડપમ પાસે અંતિમ સંસ્કાર કરવા માટે જગ્યા આપી છે.

તમિલનાડૂ સરકારે કરૂણાનિધિના અંતિમ સંસ્કાર માટે ગાંધી મંડપમ પાસે અંતિમ સંસ્કાર કરવા માટે જગ્યા આપી છે.

    તમિલનાડૂના પૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકે પ્રમુખ એમ કરૂણાનિધિના અંતિમ સંસ્કારની જગ્યા પર વિવાદ ઉભો થઈ ગયો છે. ડિએમકેએ મરીન બીચ પર જગ્યા માંગી હતી પરંતુ રાજ્ય સરકારે આનાથી ઈન્કાર કરી દીધો. તે પછી ડીએમકેએ મદ્રાસ હાઈકોર્ટમાં અપીલ કરી. આના પર સુનાવણી ચાલી રહી છે. ત્યાં કેટલાક રાજનેતાઓ અને અભિનેતાઓએ મરીન બીચ પર અંતિમ સંસ્કારનો પક્ષ લીધો છે. આમાં રજનીકાંત, સિદ્ધાર્થ અને વિશાલ જેવા તમિલ એક્ટર અને રાહુલ ગાંધી, ફારૂક અબ્દુલ્લા જેના નામ સામેલ છે.

    તમિલનાડૂ સરકારે કરૂણાનિધિના અંતિમ સંસ્કાર માટે ગાંધી મંડપમ પાસે અંતિમ સંસ્કાર કરવા માટે જગ્યા આપી છે. સરકારે એક નિવેદનમાં જણાવ્યું છે કે, તેઓ મદ્રાસ ઉચ્ચ ન્યાયાલયમાં પેન્ડિંગ કેટલાત મામલાઓ અને કાનૂની જટિલતાને કારણે મરીન બીચ પર જગ્યા આપવા માટે અસમર્થ છે.

    ડીએમેકે આનાથી ખુશ નહી તેને મદ્રાસ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવાનો નિર્ણય લીધો. ડીએમકેના એ શ્રવણને જણાવ્યું કે સરકાર તેમના નેતાને જમીન આપી રહી નથી. અમે મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસના ઘરે અપીલ કરવા માટે જઈ રહ્યાં છીએ.

    કરૂણાનિધિના અવસાનના કારણે આવતીકાલે દિલ્હી સહિત તમામ રાજ્યોના પાટનગર અને સમગ્ર તમિલનાડુમાં આવતીકાલે રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ રહેશે. કોંગ્રેસ અધ્યક્ષે પણ કરૂણાનિધિને મરીના બીચ પર દફનાવવા માટે રાજ્ય સરકારને અપીલ કરી છે. તેમને કહ્યું છે કે કરૂણાનિધિ જનપ્રતિનિધિ છે તેમને આ માન મળવું જ જોઇએ અને મને વિશ્વાસ છે હાલની સરકાર તે અવશ્ય કરશે.

    Lawyers for DMK reach residence of Madras High Court acting Chief Justice Huluvadi G. Ramesh who had agreed to hear today a case against denial of burial land by Tamil Nadu Govt at Marina beach for #Karunanidhi pic.twitter.com/kQQzHthwcm

    સુપર સ્ટાર અને રાજનેતા રજનીકાંતે તમિલનાડુ સરકારને અપીલ કરી છે કે તેઓ કરૂણાનિધિ માટે જમીન આપે. સાથે જ તેમને કહ્યું કે, આ તેમના માટે યોગ્ય શ્રદ્ધાંજલિ થશે. કરૂણાનિધિના અંતિમ દર્શન માટે પીએમ મોદી અને રક્ષા મંત્રી નિર્મલા સીતારામણ બુધવારે સવારે 10.40 કલાકે ચેન્નાઈ પહોંચશે.

    જ્યાં હાલમાં પૂર્વ મુખ્યમંત્રી સી રાજગોપાલચારી અને કે કામરાજનું સ્મારક આવેલ છે. ડીએમકેના કાર્યકારી અધ્યક્ષ એમ કે સ્ટાલિને રાજ્યના મુખ્યમંત્રી કે પલનીસ્વામીને પત્ર લખીને કરૂણાનિધિને સીએન અન્નાદુરઈના સ્થાન પર મરીના બીચ પર બનેલા સ્મારકની અંદર દફનાવવાની માંગણી કરી છે. સ્ટાલિન આ માટે સીએમ સાથે મુલાકાત પણ કરી હતી.

    આ તરફ તમિલનાડુ સરકાર તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મદ્રાસ હાઈકોર્ટ તરફથી મરીના બીચ પર ઘણાં સ્થાનો પર હજી સુધી જગ્યા ફાળવવામાં આવી નથી. સરકાર સરદાર પટેલ રોડ પર રાજાજી અને કામરાજના સ્મારક પાસે બે એકર જગ્યા આપવા માટે તૈયાર છે. જ્યારે કેટલાંક અહેવાલોમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ વર્તમાનમાં સીએમ નથી તેથી સરકાર તેમને જમીન આપવા માટે તૈયાર નથી.

    મરીન બીચ પર જયલલિતા અને એમજી રામચંદ્રન જેવા મોટા નેતાઓનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું. તમિલનાડૂના દિગ્ગજ નેતા ગણાતા કરૂણાનિધિને મરીન બીચ જેવી મહત્વપૂર્ણ જગ્યા ના આપવાથી તેમના સમર્થકો નિરાશ થશે.

    Chennai: Rajinikanth arrives at #Karunanidhi's Gopalapuram residence where the DMK chief's mortal remains are kept pic.twitter.com/62n4socdH5

    Tamil Nadu: #DMK workers in Rameshwaram raise slogans 'Tamil Nadu Govt give space at Marina for #Karunanidhi!' pic.twitter.com/ld5p55Uq6I

    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Karunanidhi, Tamil Nadu, સરકાર

    विज्ञापन
    विज्ञापन