Home /News /national-international /Tamil Nadu: બાળકીને મળ્યું ‘નો કાસ્ટ, નો રિલિજન’નું સર્ટિફિકેટ, પિતાએ કહ્યું- દીકરી જાતિ અને ધર્મના બંધનમાં બંધાય એવું નથી ઇચ્છતા

Tamil Nadu: બાળકીને મળ્યું ‘નો કાસ્ટ, નો રિલિજન’નું સર્ટિફિકેટ, પિતાએ કહ્યું- દીકરી જાતિ અને ધર્મના બંધનમાં બંધાય એવું નથી ઇચ્છતા

તમિલનાડુમાં બાળકીને નો કાસ્ટ, નો રિલિજન સર્ટિફિકેટ મળ્યું છે. (પ્રતીકાત્મક ફોટો- Shutterstock)

No Caste No Religion Certificate: તમિલનાડુ (Tamilnadu) રાજ્યના શિક્ષણ વિભાગે 1973 અને 2000ના બે અલગ-અલગ આદેશોમાં શાળા શિક્ષણ નિયામકને નિર્દેશ આપ્યો હતો કે, જો લોકો ધર્મ અથવા જાતિનો ઉલ્લેખ ન કરે તો તેમને આ કોલમ ખાલી છોડવાની મંજૂરી આપો.

વધુ જુઓ ...
ચેન્નાઈ. તમિલનાડુ (Tamilnadu)માં વિલ્મા નામની એક બાળકીને ‘નો કાસ્ટ, નો રિલિજન’નું સર્ટિફિકેટ (No Caste, No Religion Certificate) મળ્યું છે. આ બાળકીની ઉંમર સાડા ત્રણ વર્ષ છે. નરેશ કાર્તિક અને તેમની પત્ની ગાયત્રીએ પોતાની દીકરી વિલ્મા માટે આ સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યું છે. તેમણે પોતાની દીકરી માટે કિન્ડરગાર્ટનમાં દાખલો લેવા અને ધર્મ અને જાતિની કોલમ ખાલી રાખવા માટે ઘણી સ્કૂલોના દરવાજા ખટખટાવ્યા હતા. સીડ્રેપ્સ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સંસ્થાપક નરેશે કહ્યું કે, તેઓ નથી ઇચ્છતા કે તેમની દીકરી કોઈ ધર્મ કે જાતિના બંધનમાં બંધાય.

દીકરી માટે ભગવાનનો અર્થ હશે પ્રેમ: પિતા

તેમણે કહ્યું, અમારી દીકરી માટે ભગવાનનો મતલબ પ્રેમ હશે. આ પ્રેમ સમાનતા પર આધારિત હશે. તેમણે જણાવ્યું કે શૈક્ષણિક સંસ્થાઓમાં પણ વિદ્યાર્થીઓને પ્રેમ અને સમાનતા શીખવવી જોઈએ. નરેશ કાર્તિકના જણાવ્યા મુજબ, તેઓ દીકરીના એડમિશન માટે જે પણ સ્કૂલોમાં ગયા, ત્યાં કહેવામાં આવ્યું કે ધર્મ અને જાતિની કોલમ જરૂરી છે. આ કોલમ ભર્યા વિના અરજી સ્વીકારવામાં નહીં આવે. પરંતુ, 1973માં એક સરકારી આદેશમાં કહેવામાં આવ્યું હતું કે સ્કૂલોમાં પોતાના બાળકોના એડમિશન દરમિયાન ધર્મ અને જાતિનો ઉલ્લેખ અનિવાર્ય નથી.

આ પણ વાંચો: કોવિડમાં અનાથ થયેલા બાળકો માટે શરુ થઇ કેર ફોર ચિલ્ડ્રન યોજના, પીએમ મોદીએ કહ્યું- તેમની તકલીફ શબ્દોમાં વર્ણવી મુશ્કેલ

ધર્મ કે જાતિવાળી કોલમ ખાલી છોડવાની મંજૂરી આપો

તમિલનાડુ રાજ્યના શિક્ષણ વિભાગે 1973 અને 2000 ના બે અલગ-અલગ આદેશોમાં શાળા શિક્ષણ નિયામકને નિર્દેશ આપ્યો હતો કે, જો લોકો ધર્મ અથવા જાતિનો ઉલ્લેખ ન કરે તો તેમને આ કોલમ ખાલી છોડવાની મંજૂરી આપો.

આ પણ વાંચો: શું તમે ક્યારેય 4 હાથ અને 4 પગવાળુ માનવી જોયું છે? વાંચો અસામાન્ય બાળકીની વિચિત્ર સ્ટોરી

સરકારી અનામત અથવા વિશેષાધિકાર માટે લાયક નહીં રહે બાળકી

નરેશે કોઈમ્બતુરના જિલ્લા કલેક્ટર, જીએસ સમીરનનો સંપર્ક કર્યો, જેમણે તેમને કોઈમ્બતુર ઉત્તરના તહસીલદારનો સંપર્ક કરવા કહ્યું. આ એફિડેવિટ આપ્યા પછી તહસીલદારે કહ્યું કે આ સર્ટિફિકેટ મેળવ્યા બાદ તેમની પુત્રી જાતિ અને ધર્મના આધારે કોઈપણ સરકારી અનામત અથવા વિશેષાધિકાર માટે અયોગ્ય બની જશે. બાળકના પિતાએ સોગંદનામું રજૂ કર્યું, ત્યારબાદ આ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.
First published:

Tags: National news, National News in gujarati, Tamil Nadu