Home /News /national-international /

success story : નારી તું નારાયણી : બેકાર પડેલી 10 એકર જમીનમાં શરૂ કરી ઓર્ગેનિક ખેતી, આજે બની ગઈ સફળ ખેડૂત

success story : નારી તું નારાયણી : બેકાર પડેલી 10 એકર જમીનમાં શરૂ કરી ઓર્ગેનિક ખેતી, આજે બની ગઈ સફળ ખેડૂત

પ્રકૃતિના ખોળે ઉછરેલા છે પી. ભુવનેશ્વરી

Organic farming - પી.ભુવનેશ્વરીએ ઓર્ગેનિક ખેતી (Organic Farming) કરવાનું નક્કી કર્યું ત્યારે ઘણા લોકો તેમના આ નિર્ણય સાથે સહમત ન હતા. પરંતુ તેમણે પોતાની મહેનત અને સમર્પણથી પોતાનો નિર્ણય સાચો સાબિત કર્યો છે

મહેનત કરનાર વ્યક્તિ સફળતાના ફળ ચાખે જ છે. જ્યારે આપણે કોઈ કાર્ય પૂર્ણ કરવા માટે કટિબદ્ધ હોઈએ છીએ, ત્યારે આપણી અંદર એક લાગણી ઉત્પન્ન થાય છે. તે કામ કરવા માટે એક નવી ઊર્જા આપે છે. જેથી તમારું દરેક કાર્ય સફળ રીતે થાય છે. મદુરાઇ (Madurai)ની રહેવાસી 54 વર્ષીય પી.ભુવનેશ્વરી (P.Buvaneshwari)ની સફળતા પાછળ આ જ વાત જવાબદાર છે. શરૂઆતમાં પી.ભુવનેશ્વરીએ ઓર્ગેનિક ખેતી (Organic Farming) કરવાનું નક્કી કર્યું ત્યારે ઘણા લોકો તેમના આ નિર્ણય સાથે સહમત ન હતા. પરંતુ તેમણે પોતાની મહેનત અને સમર્પણથી પોતાનો નિર્ણય સાચો સાબિત કર્યો છે.

પ્રકૃતિના ખોળે ઉછરેલા છે પી. ભુવનેશ્વરી

પી. ભુવનેશ્વરીનો જન્મ તમિલનાડુના (Tamil Nadu)તંજાવુર જિલ્લાના કલાયાનાઓઈ ગામમાં ખેડૂત (Farmer)પરિવારમાં થયો હતો. ભુવનેશ્વરી પ્રકૃતિના ખોળામાં મોટા થયા છે. કાવેરી નદી તેમના ઘરની નજીકથી વહેતી હતી. તેથી તે હંમેશાં પ્રકૃતિની નજીક રહેવાની ઇચ્છા રાખતા હતા. તેઓ વધુમાં કહે છે કે, જો રાત્રે મચ્છરોને હેરાન કરે, તો તેઓ નોચીના પાંદડા તોડીને સૂવાના સમયે તેને ચારે બાજુ વિખેરી નાખતા હતા. આ બધું પ્રાકૃતિક રીતે જ હતું. તેની કોઈ હાનિકારક અસર થતી નથી. તે કહે છે કે, જ્યારે તેના પરિવારના સભ્યો ખેતરોમાં જતા હતા, ત્યારે તે જતી હતી અને ખેતી કઈ રીતે થાય છે તે સમજતી હતી. તે સમયથી જ તેમને ખેતીમાં રસ જાગ્યો હતો.

સાસરિયાના ઘરે લેવાયો નિર્ણય

લગ્ન બાદ પી.ભુવનેશ્વરી મદુરાઈના પુડુકોટ્ટાઇ કરુપ્પુરાની ગામમાં રહેવા ચાલ્યા ગયા હતા. સાસરીમાં તેણે શોખ માટે ફૂલો વાવવાનું શરૂ કર્યું હતું. જ્યારે ભુવનેશ્વરીએ સંપૂર્ણ ખેતી કરવાનું નક્કી કર્યું, ત્યારે જંતુનાશકોનો ઉપયોગ ન કરવો અને ચોખાની દેશી જાતોને ફરીથી ઉત્પન્ન કરવી તેવા ધ્યેય નક્કો કર્યા હતા.

આ પણ વાંચો - Viral News : લગ્નમાં વરરાજાની કારને ફૂલોના બદલે ચિપ્સના પેકેટથી સજાવવામાં આવી, જુઓ Pics

ઘર માટે ખેતી કરી શકે તે માટે ભુવનેશ્વરીએ પોતાના પરિવાર પાસે 10 એકરના ખેતરમાંથી 1.5 એકર ખાલી પડેલી જમીન માગી હતી. ખેતી કરવાનો નિર્ણય બરાબર હતો, પરંતુ જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યા વિના ખેતી કરવાના નિર્ણય પર કોઈ સંમત થયું ન હતું. ખેતમજૂરોને પણ તેમના નિર્ણય પર વિશ્વાસ ન હતો. પરંતુ ભુવનેશ્વરીને ખાતરી હતી કે તે સંપૂર્ણપણે ઓર્ગેનિક ખેતી કરી શકે છે. કિચન ગાર્ડનિંગના અનુભવના આધારે તેમણે ખેતી શરૂ કરી હતી

ઓર્ગેનિક ખેતીની તાલીમ પણ લીધી

2013માં તેમણે ઓર્ગેનિક ખેતીનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. તે કુદરતી રીતે શાકભાજી, અનાજ અને ફળો ઉગાડવાનો સરળ રસ્તો ઇચ્છતી હતી. તેથી તેમણે જૈવિક ખેતી વિશે વધુ જાણવા માટે કરુર ખાતે વનગામ નમ્મલવર ઇકોલોજિકલ ફાઉન્ડેશનનો સંપર્ક કર્યો અને ફાઉન્ડેશને તેમને ખૂબ સહકાર આપ્યો હતો

મહેનતનું ફળ મળ્યું

તેમની મહેનત ધીમે ધીમે રંગ લાવવા લાગી હતી અને તેમનામાં આત્મવિશ્વાસ આવી ગયો હતો. વર્તમાન સમયે આખા 10 એકર ખેતરમાં કોઈ પણ રસાયણો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યા વગર પાક લેવાઈ રહ્યો છે. હવે ભુવનેશ્વરી પણ લોકોને પોતાનું ખેતર બતાવવા માટે આમંત્રણ આપે છે. આ સાથે જ તેઓ તેમને સંપૂર્ણપણે કેમિકલ અને પેસ્ટિસાઇડ ફ્રી ફાર્મિંગ કેવી રીતે કરવું તે પણ જણાવે છે.

માનસિકતા બદલવી પડશે

પી.ભુવનેશ્વરી કહે છે કે, હાનિકારક રસાયણોથી છુટકારો મેળવવા માટે આપણે સૌ પ્રથમ આપણી માનસિકતા બદલવી પડશે. રસાયણો એ ખેડૂતોને મદદ કરવાનો એકમાત્ર રસ્તો નથી. પરંપરાગત રીતે થતી ખેતીને સ્વીકારીને સારો પાક લઈ શકાય છે. તેઓ વધુમાં કહે છે કે, ગાયનું છાણ અને શેરડીના લીલા ઘાસનો શક્ય તેટલો ઉપયોગ કરો. તમે લીમડાનું તેલ અથવા જીવજંતુ નાશક છોડ જેવા કોઈપણ સ્વદેશી પદાર્થનો ઉપયોગ પણ કરી શકો છો.

ભુવનેશ્વરીએ સાબિત કર્યું કે, જો મનમાં કંઈક કરવાનો જુસ્સો હશે તો સરળતાથી ટાર્ગેટ હાંસલ કરી શકો છો. જો તમે ખેતીમાં જોડાવા માંગતા હો, તો જમીનના કદ વિશે ચિંતા કરશો નહીં. જમીનનો એક નાનો ટુકડો પણ પેઢીઓ સુધી ચાલે એવા પાકનું ઉત્પાદન કરી શકે છે.
First published:

Tags: Organic farming, Success story

આગામી સમાચાર