એન્જીનિયરે પાણીથી ચાલતું એન્જીન બનાવ્યું, બહાર છોડે છે ઓક્સિજન

દુનિયામાં આ પ્રકારની પ્રથમ શોધ હોવાનો દાવો.

"આ એન્જીન બનાવતા મને 10 વર્ષ લાગ્યા હતા. દુનિયામાં આ પ્રકારની આ પ્રથમ શોધ છે."

 • Share this:
  કોઇમ્બતુર : તામિલનાડુના એક મિકેનિકલ એન્જિનિયરે એક ઇકો-ફ્રેન્ડલી એન્જીન બનાવ્યું છે, જે પાણીથી ચાલે છે. એન્જીન બનાવનાર સોન્થીરાજન કુમારસ્વામીએ જણાવ્યું કે, તેણે જે એન્જીન બનાવ્યું છે તેની ડિઝાઇન અદભૂત છે. આ મશિન હાઇડ્રોજનનો ઉપયોગ કરે છે અને ઓક્સિજન છોડે છે.

  ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીત કરતા કુમારસ્વામીએ જણાવ્યું કે, "આ એન્જીન બનાવતા મને 10 વર્ષ લાગ્યા હતા. દુનિયામાં આ પ્રકારની આ પ્રથમ શોધ છે. આ એન્જીન ઇંધણ તરીકે હાઇડ્રોજનનો ઉપયોગ કરે છે અને ઓક્સિજન છોડે છે."

  કુમારસ્વામીના જણાવ્યા પ્રમાણે તેઓ બહુ થોડા દિવસોમાં જાપાનમાં આ એન્જીન રજૂ કરશે. તેમને આશા છે કે ભારતમાં પણ આ એન્જીન રજૂ થશે.

  કુમારસ્વામીએ જણાવ્યું કે, "મારી ઈચ્છા આ એન્જીન ભારતમાં લોંચ કરવાની છે. આ માટે મેં જરૂરી તમામ દરવાજા ખખડાવી જોયા છે પરંતુ મને કોઈ સારો પ્રત્યુતર મળ્યો નથી. આથી જ મેં જાપાનની સરકારનો સંપર્ક કર્યો છે, જાપાને મને હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. આગામી દિવસોમાં હું જાપાન સરકાર સામે મારું એન્જીન રજુ કરીશ."
  Published by:Vinod Zankhaliya
  First published: