પ્રેરક કિસ્સો: જિલ્લા કલેક્ટરે તેમની દિકરીને આંગણવાડીમાં મુકી

News18 Gujarati
Updated: January 9, 2019, 3:08 PM IST
પ્રેરક કિસ્સો: જિલ્લા કલેક્ટરે તેમની દિકરીને આંગણવાડીમાં મુકી
આંગણવાડીમાં દરેક બાળકની ઉંચાઇ અને વજન માપવામાં આવે છે અને તેના આધારે તેમને પોષક આહાર આપવામાં આવે છે, બાળકમાં કોઇ ખામી હશે તો પહેલા જ ખબર પડી જશે...

આંગણવાડીમાં દરેક બાળકની ઉંચાઇ અને વજન માપવામાં આવે છે અને તેના આધારે તેમને પોષક આહાર આપવામાં આવે છે, બાળકમાં કોઇ ખામી હશે તો પહેલા જ ખબર પડી જશે...

  • Share this:
સામાન્ય રીતે ઉચ્ચે હોદ્દાઓ પર રહેતા અધિકારીઓ તેમના સંતાનોને પ્લેસ્કૂલમાં તેમના બાળકોને મોકલતા હોય છે પણ તામિલનાડુનાં જિલ્લા કલેક્ટરે જાતે એક દાખલો બેસાડ્યો છે તેમણે તેમની દિકરીને સામાન્ય માણસોની જેમ જ આંગણવાડીમાં મોકલી છે. તેમની દિકરી સામાન્ય માણસોનાં સંતાનોની સાથે જ રમે છે, જમે છે.

2009ની બેચનાં આઇ.એ.એસ ઓફિસર શિલ્પા પ્રભાકર સતિષ આ જિલ્લાનાં પહેલા મહિલા કલેક્ટર છે અને આંગણવાડી પર ખુબ ભાર મુકે છે. આંગણવાડી બાળકોનો સમગ્ર વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે અને તે જરૂરી છે.

જ્યારે તેમને એમ પુછવામાં આવ્યુ કે, તેમણે તેમની દિકરીને આંગણવાડીમાં કેમ મુકી ? તો તેના જવાબમાં જિલ્લા કલેક્ટરે કહ્યું કે, સરકાર પોતે જ આંગણવાડીને પ્રોત્સાહન આપે છે તો પછી આપણે આપણા સંતાનોને તેમાં કેમ ન મોકલીએ ?

તેમની ઇચ્છા એવી છે કે, તેમની દિકરી સમાજનાં અન્ય વર્ગો સાથે ભળી જાય અને તમિલ ભાષા પણ શીખે.

તેમણે વધુમાં કહ્યું કે, આપણી આંગણવાડીઓમાં તમામ પ્રકારની સુવિધાઓ છે. વળી, આ આંગણવાડી મારા ઘરની બાજુમાં જ છે. મારી દિકરીને રમવા માટે સાથીદારોની જરૂર છે જે તેને ત્યાં મળી રહે છે.”

આ સિવાય તેમણે એમ પણ જણાવ્યું કે, અમારા તિરુનવેલી જિલ્લામાં હજારો આંગણવાડીઓ છે અને ત્યાં સારા શિક્ષકો પણ છે અને તેઓ બાળકોને સારી રીતે સંભાળ રાખે છે. સારુ વ્યવસ્થાતંત્ર છે. આ તંત્રમાં બાળકોનો સારો વિકાસ થઇ શકે છે એટલા માટે મેં મારી દિકરીને સરકારી આંગણવાડીમાં મુકી છે”.જિલ્લા કલેક્ટરે વધુ વિગતો આપતા કહ્યું કે, “અમે અમારા જિલ્લામાં એક અભિયાન હાથ ધર્યુ છે જેમાં દરેક બાળકની ઉંચાઇ અને વજન માપવામાં આવે છે અને તેના આધારે તેમને પોષક આહાર આપવામાં આવે છે. અને આ વિગતો બાળકોનાં મા-બાપને પણ આપીએ છીએ. જો, બાળકમાં કોઇ ખામી હશે તો પહેલા જ ખબર પડી જશે અને તેની ઝડપથી સારવાર કરાવી શકાશે.”
First published: January 9, 2019
વધુ વાંચો
अगली ख़बर