Home /News /national-international /પાકની લુખ્ખી ધમકી, ભારત દાઉદ સામે કરશે કાર્યવાહી તો આપીશું તીખો જવાબ

પાકની લુખ્ખી ધમકી, ભારત દાઉદ સામે કરશે કાર્યવાહી તો આપીશું તીખો જવાબ

પાકિસ્તાન હજુ એની અવળચંડાઇમાંથી બહાર આવતું નથી. એક પછી એક વિવાદીત નિવેદનો કરીને તણાવની સ્થિતિ પેદા કરે જ જાય છે. પાકના સુરક્ષા સલાહકાર અજીજે લુખ્ખી ધમકી આપતું આવું જ એક નિવેદન કર્યું છે. જો ભારત દાઉદ અને હાફિઝ સઇદ મામલે પાકમાં કોઇ ઓપરેશન કરશે તો જડબાતોડ જવાબ આપવામાં આવશે.

પાકિસ્તાન હજુ એની અવળચંડાઇમાંથી બહાર આવતું નથી. એક પછી એક વિવાદીત નિવેદનો કરીને તણાવની સ્થિતિ પેદા કરે જ જાય છે. પાકના સુરક્ષા સલાહકાર અજીજે લુખ્ખી ધમકી આપતું આવું જ એક નિવેદન કર્યું છે. જો ભારત દાઉદ અને હાફિઝ સઇદ મામલે પાકમાં કોઇ ઓપરેશન કરશે તો જડબાતોડ જવાબ આપવામાં આવશે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
ઇસ્લામાબાદ # પાકિસ્તાન હજુ એની અવળચંડાઇમાંથી બહાર આવતું નથી. એક પછી એક વિવાદીત નિવેદનો કરીને તણાવની સ્થિતિ પેદા કરે જ જાય છે. પાકના સુરક્ષા સલાહકાર અજીજે લુખ્ખી ધમકી આપતું આવું જ એક નિવેદન કર્યું છે. જો ભારત દાઉદ અને હાફિઝ સઇદ મામલે પાકમાં કોઇ ઓપરેશન કરશે તો જડબાતોડ જવાબ આપવામાં આવશે.

પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સરતાજ અજીજે કહ્યું કે, એજન્ડામાં કાશ્મીર મુદ્દાનો સમાવેશ કરાશે તો જ ભારત સાથે વાતચીત કરાશે. બંને દેશો વચ્ચે કાશ્મીર સહિત અન્ય પડતર મુદ્દાઓ મામલે વિશ્વના દેશોનું એમને સમર્થન છે.

અજીજે ડોન દાઉદ ઇબ્રાહીમ પાકિસ્તાનમાં હોવા અંગેના ભારતના આરોપનું ખંડન કરતાં કહ્યું કે, જો દાઉદ અને હાફિઝ સઇદને પકડવા માટે ભારત પાકિસ્તાનમાં કોઇ ઓપરેશન ચલાવશે તો જડબાતોડ જવાબ અપાશે.

અહીં નોંધનિય છે કે, કેન્દ્રિય મંત્રી રાજ્યવર્દન રાઠોડે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જરૂર પડ્યે ભારત પાકિસ્તાનમાં દાઉદ ઇબ્રાહીમ અને હાફિઝ સઇદના વિરૂધ્ધ ઓપરેશન ચલાવવામાં આવશે. પરંતું આ અંગે અગાઉથી કોઇ જાણકારી આપવામાં આવશે નહીં. જ્યારે ઓપરેશન પુરૂ થઇ જશે બાદમાં જાણકારી આપવામાં આવશે.

પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીજે કહ્યું કે પાકિસ્તાન રેજર્ન્સના પ્રમુખ અને ભારતના સીમા સુરક્ષા બળ (બીએસએફ)ના કમાન્ડર વચ્ચે બુધવારે નવી દિલ્હીમાં એક બેઠક થશે. તેમણે કહ્યું કે, આ બેઠકનો ઉદ્દેશ સરહદે તણાવ ઓછો કરવાનો હેતું છે.
First published:

Tags: દાઉદ ઇબ્રાહિમ, પાકિસ્તાન, ભારત, સરતાજ અજીજ, હાફિઝ સઇદ

विज्ञापन
विज्ञापन