Covid 19 ગયા પછી ભારતને કોઈ ફાયદો થશે? રાહુલના સવાલ પર રઘુરામ રાજનનો જવાબ

News18 Gujarati
Updated: April 30, 2020, 10:36 AM IST
Covid 19 ગયા પછી ભારતને કોઈ ફાયદો થશે? રાહુલના સવાલ પર રઘુરામ રાજનનો જવાબ
રાહુલ ગાંધી, રઘુરામ રાજન

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અર્થવ્યવસ્થાના મુદ્દે ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન (Raghuram Rajan) સાથે વાતચીત કરી હતી.

  • Share this:
નવી દિલ્હી : કૉંગ્રેસ (Congress)ના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ કોરોના વાયરસ (Coronavirus)ને ધ્યાનમાં રાખીને અર્થવ્યવસ્થા અને સ્વાસ્થ્ય ક્ષેત્રના નિષ્ણાતો સાથે વાતચીતની ખાસ શ્રેણી શરૂ કરી છે. જે અંતર્ગત તેમણે પ્રથમ સંવાદ ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank of India)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન સાથે કર્યો છે. રાહુલ ગાંધીએ આ મામલે એક ફેસબુક પોસ્ટ પણ કરી છે. જેમાં તેમણે લખ્યું કે, "આજે સવારે નવ વાગ્યે તમે મારા ટ્વિટર, ફેસબુક અને યૂટ્યૂબ પ્લેટફૉર્મ પર કોવિડ 19 સંકટથી છૂટકારો મેળવવા માટે ભારત માટે નવા વિઝન અંગે RBIના પૂર્વ ગવર્નર ડૉક્ટર રઘુરામ રાજન સાથે મારી વાતચીત જોઈ શકો છો."

રાહુલ ગાંધી અને રઘુરામ રાજન વચ્ચેની વાતચીતના અંશો :

રાહુલ ગાંધી સાથે વાતચીત દરમિયાન રઘુરામ રાજને કહ્યું હતું કે લૉકડાઉન ખોલતા પહેલા વર્કપ્લેસની સુરક્ષા જરૂરી છે. તેમણે કહ્યું કે કોરોના વાયરસની અસર ઇકૉનોમી અને જીડીપી પર પણ પડી છે. રાજને કહ્યું કે આપણે લોકોની નોકરી અંગે વિચારવું જોઇએ. આ માટે વર્કપ્લેસનીસુરક્ષા જરૂરી છે. બીજું કે લૉકડાઉન લાગૂ કરવાનો મતલબ છે કે તમે કોઈ યોગ્ય તૈયારી નથી કરી શકતા. લોકોને મનમાં એવો પણ સવાલ છે કે શું ત્રીજું લૉકડાઉન પણ આવશે.

વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ રાજનને પૂછ્યું કે શું કોવિડ બાદ તેની કોઈ સકારાત્મક અસર ભારત પર પડશે? આ અંગે રઘુરામ રાજને કહ્યું કે આપણી પાસે અનેક તક છે, પરંતુ આ માટે તૈયારી કરવી પડશે. રાહુલે પૂછ્યું કે ગરીબોની મદદ માટે કેટલા પૈસા લાગશે? આ અંગે રઘુરામ રાજને કહ્યું કે આશરે 65,000 કરોડ રૂપિયા. આપણી પાસે આટલી મોટો ઇકૉનોમી છે, આપણે કરી શકીએ છીએ.

આપણી ક્ષમતા સીમિત છે : રાજન

સંવાદ દરમિયાન રાજને રાહુલ ગાંધીને કહ્યું કે આવા સમયે આપણને અલગ અલગ બિલકુલ ન પાલવે. આપણે એક બીજા પર વિશ્વાસ કરવાનું શરૂ કરવું પડશે અને આપણા પૂર્વજોના જણાવેલા રસ્તા પર ચાલીને દેશને એક કરવો પડશે.રાજને કહ્યુ કે મને લાગે છે કે વૈશ્વિક આર્થિક વ્યવસ્થામાં કંઈક ખોટું છે, લોકો પાસે નોકરી નથી, જેમની પાસે નોકરી છે તેમને ભવિષ્યની ચિંતા છે, આવકની અસમાન વહેંચણી થઈ રહી છે, આ બધુ ઠીક કરવું પડશે.

રાજને કહ્યું કે પ્રાથમિકતા એક હોવી જોઈએ કારણ કે આપણી ક્ષમતા સીમિત છે. આપણે એ નક્કી કરવું પડશે કે અર્થવ્યવસ્થાને એક સાથે કેમ રાખી શકીએ જેનાથી જ્યારે પણ લૉકડાઉન ખોલવામાં આવે ત્યારે તે જાતે જ ચાલવા માટે સક્ષમ હોય. તમારે આ મહામારીનો સામનો એવી સ્થિતિના રૂપ તરીકે કરવો પડશે જે અભૂતપૂર્વ હોય. એ ધ્યાન રાખવું પડશે કે આપણી પાસે સીમિત સંસાધન છે, જરૂર પડ્યે આપણે માપદંડોને તોડવા પાડશે.
First published: April 30, 2020, 9:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading