Home /News /national-international /માસૂમ બાળકને તાલિબાની સજા! ત્રણ કલાક સુધી થાંભલા સાથે બાંધી નિર્દયતા પૂર્વક માર માર્યો, મોઢામાં મરચું ભર્યું
માસૂમ બાળકને તાલિબાની સજા! ત્રણ કલાક સુધી થાંભલા સાથે બાંધી નિર્દયતા પૂર્વક માર માર્યો, મોઢામાં મરચું ભર્યું
માસૂમ બાળકને તાલિબાની સજા
એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં મોબાઈલ ચોરીની શંકામાં એક સગીર બાળકને વીજળીના થાંભલાથી બાંધીને ક્રૂરતા પૂર્વક માર્યો અને તેના મોઢામાં મરચું નાખી દીધું. તેનો વીડિયો રેકોર્ડ કરી વાયરલ પણ કરી દેવામાં આવ્યો. સગીરના પિતાની ફરિયાદ પર પોલીસે કેસ નોંધ્યો છે. વીડિયોમાં જોવા મળતા લોકોની શોધ ચાલુ છે.
ઉત્તર પ્રદેશના આઝમગઢમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં મોબાઈલ ચોરીની શંકામાં એક સગીર બાળકને વીજળીના થાંભલાથી બાંધીને ક્રૂરતા પૂર્વક માર્યો અને તેના મોઢામાં મરચું નાખી દીધું. તેનો વીડિયો રેકોર્ડ કરી વાયરલ પણ કરી દેવામાં આવ્યો. સગીરના પિતાની ફરિયાદ પર પોલીસે કેસ નોંધ્યો છે. વીડિયોમાં જોવા મળતા લોકોની શોધ ચાલુ છે.
આ ઘટના યુપીના આઝમગઢ બરદહ પોલીસ સ્ટેશન અંતર્ગત હદીસા ગામની છે. અહીં મોબાઈલ ચોરીની આશંકામાં 10 વર્ષના બાળકને વીજળીના થાંભલા સાથે બાંધી તેને તાલિબાનિ સજા આપવામાં આવી.વીડિયોમાં જોઈ શકાય છે કે, પહેલા તો માસૂમના બંને હાથને પાછળ કરીને દોરી વડે બાંધી દેવામાં આવે છે. બાદમાં એક વ્યક્તિ તેના પગ ઉઠાવી થાંભલાની પાછળ બાંધતો દેખાય રહ્યો છે. આ દરમિયાન બાળક જોર જોરથી બૂમો પાડે છે. બાળકને ઘેરીને ઊભા રહેલા લોકો જોવા મળી રહ્યા છે. તેમાં મહિલાઓ પણ સામેલ છે પરંતુ કોઈપણ બાળકની મદદ નથી કરતું.
જ્યારે આ વાત બાળકના પિતાને ખબર પડી તો તેઓ તેને લઈ પોલીસ સ્ટેશન ગયા. અહીં તેમને લેખિત ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદમાં એ પણ લખ્યું છે કે, ગામના લોકોએ તેમના દીકરાને ત્રણ કલાક સુધી થાંભલા સાથે બાંધીને રાખ્યો અને તેની સાથે મારપીટ કરી. મોબાઈલ ચોરી કરવાની વાત સ્વીકાર કરવામાં જબરદસ્તી કરી. દીકરાના મોંમાં મરચું નાખવામાં આવ્યું. પિતાએ સગીરની સાથે જે થયું તેનો વીડિયો પણ પોલીસને સોંપ્યો છે.
પોલીસે કેસ દાખલ કર્યો
પિતાની ફરિયાદ પર પોલીસે આરોપીઓની વિરુદ્ધ 307, 506, અને 2015 કિશોર ન્યાય અધિનિયમ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. સાથે જ સગીરને મેડિકલ માટે મોકલવામાં આવ્યો છે. તેમજ સિટી એસપીનું કહેવું છે કે જે લોકો વીડિયોમાં દેખાય રહ્યા છે તેમની ઉપર 120બીની કલમ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર