Home /News /national-international /‘સૌથી મહત્વપૂર્ણ દેશ’ ભારત સાથે સારા સંબંધ ઈચ્છે છે તાલિબાન, NSA બેઠક અંગે આવું કહ્યું
‘સૌથી મહત્વપૂર્ણ દેશ’ ભારત સાથે સારા સંબંધ ઈચ્છે છે તાલિબાન, NSA બેઠક અંગે આવું કહ્યું
તાલિબાને NSA બેઠક પર પ્રતિક્રિયા આપી છે. (પ્રતીકાત્મક ફોટો)
Taliban-India: 10 નવેમ્બરે યોજાયેલી કોન્ફરન્સ બાદ ભારત સરકારે (Indian Government) કહ્યું હતું કે તેઓ અફઘાનિસ્તાનને (Afghanistan) માનવીય સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. ભારતે એમ પણ કહ્યું કે મદદને લઈને ત્યાંની જમીન પર પરિસ્થિતિ મુશ્કેલ બની છે.
કાબુલ. અફઘાનિસ્તાનમાં શાસન કરી રહેલા તાલિબાને (Taliban) ભારતને ક્ષેત્રનો સૌથી મહત્વપૂર્ણ દેશ ગણાવ્યો છે. તો તેમણે એવું પણ કહ્યું છે કે તેઓ ભારત સરકાર સાથે સારા રાજદ્વારી સંબંધો ઈચ્છે છે. આ દરમ્યાન તાલિબાને ભારતમાં અફઘાનિસ્તાનને લઈને આયોજિત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) સ્તરની બેઠક વિશે પણ વાત કરી હતી. બુધવારે ભારતના NSA અજીત ડોભાલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી, જેમાં 7 દેશોના સુરક્ષા સલાહકારો/સચિવોએ ભાગ લીધો હતો.
પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે (Zabihullah Mujahid) કહ્યું, ‘અમે મીટિંગમાં ભલે હાજર નહોતા, પણ અમારું માનવું છે કે કોન્ફરન્સ અફઘાનિસ્તાનના હિતમાં હતી. કારણ કે, અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ પર સમગ્ર ક્ષેત્ર વિચારણા કરી રહ્યું છે અને તેમાં સામેલ દેશો અફઘાનિસ્તાનમાં સુરક્ષા વ્યવસ્થાને સુધારવા અને વર્તમાન સરકારને પોતાની રીતે સુરક્ષા સુનિશ્ચિત કરવાને લઈને વિચારશીલ છે.’
પ્રવક્તાએ કહ્યું કે, ‘ઈસ્લામિક અમીરાત અફઘાનિસ્તાનની નીતિ’ અનુસાર, તેની જમીનનો ઉપયોગ કોઈપણ દેશ વિરુદ્ધ કરવામાં આવશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે તેઓ પરસ્પર સહયોગ ઈચ્છે છે.
10 નવેમ્બરે યોજાયેલી કોન્ફરન્સ બાદ ભારત સરકારે કહ્યું હતું કે તેઓ અફઘાનિસ્તાનને માનવીય સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. ભારતે એમ પણ કહ્યું હતું કે મદદને લઈને ત્યાંની જમીન પર પરિસ્થિતિ મુશ્કેલ બની છે. ભારત હજુ પણ રોડ માર્ગે અફઘાનિસ્તાનમાં અનાજ પહોંચાડવા માટે પાકિસ્તાનની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું, 'અફઘાનિસ્તાનના લોકોને ભારતનું સ્પષ્ટ સમર્થન છે. અમે વર્ષોથી અફઘાનિસ્તાનના તમામ લોકોની મદદ કરી રહ્યા છીએ. છેલ્લા કેટલાક મહિનાઓથી ત્યાં સ્થિતિ મુશ્કેલ બની ગઈ છે.’
મીટિંગમાં ઈરાન, કિર્ગિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન ક્ષેત્રના લગભગ સાત દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અને સચિવો આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. બુધવારે આયોજિત બેઠકમાં અજીત ડોભાલે કહ્યું, ‘આજે આ સંવાદ યોજવો એ ભારત માટે સૌભાગ્યની વાત છે.
અમે અફઘાનિસ્તાનના ઘટનાક્રમો પર બારીકાઈથી નજર રાખી રહ્યા છીએ. તેની અસર માત્ર અફઘાનિસ્તાનના લોકો પર જ નહીં, પરંતુ તેના પડોશીઓ અને ક્ષેત્ર પર પણ પડશે. તેમણે કહ્યું, ‘મને વિશ્વાસ છે કે અમારો વિચાર વિમર્શ અફઘાન લોકોની મદદ કરવામાં અને અમારી સુરક્ષામાં ફાળો આપશે.’
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર