Home /News /national-international /

Afghanistan Latest News: ટોલો ન્યૂઝના પત્રકારે કહ્યું, મારા મોતના સમાચાર ખોટા, તાલિબાને કરી હતી મારઝૂડ

Afghanistan Latest News: ટોલો ન્યૂઝના પત્રકારે કહ્યું, મારા મોતના સમાચાર ખોટા, તાલિબાને કરી હતી મારઝૂડ

ટોલો ન્યૂઝના પત્રકાર જિયાર યાદ (ફાઇલ તસવીર- AP)

Taliban Terror: જિયાર યાદે ટ્વીટ કરીને કહ્યું કે, રિપોર્ટિંગ દરમિયાન કાબુલની ન્યૂ સિટીમાં મારી સાથે મારઝૂડ કરવામાં આવી હતી

    કાબુલ. પહેલા સ્વતંત્ર ન્યૂઝ ચેનલ ટોલો ન્યૂઝ  (Tolo News)એ પોતાના રિપોર્ટર જિયાર યાદ (Ziar Yad) ને રાજધાની કાબુલ (Kabul)માં તાલિબાની ફાઇટરોએ (Talibani Fighters) હત્યા કરી દીધી હોવાની જાણકારી આપી હતી. જોકે, જિયાર યાદે જાતે જ ટ્વીટ કરીને આ રિપોર્ટ ખોટો હોવાનું જણાવ્યું છે. ટોલો ચેનલના આ રિપોર્ટરે જણાવ્યું કે, મારા મોતના સમાચાર ખોટા છે, તાલિબાને મારી સાથે મારઝૂડ કરી હતી.

    મળતી જાણકારી મુજબ, તાલિબાનના ફાઇટરોએ ટોલો ન્યૂઝના રિપોર્ટર જિયાર યાદ સાથે રિપોર્ટિંગ દરમિયાન મારઝૂડ કરી. પહેલા તેની હત્યા થઈ હોવાના અહેવાલો સામે આવ્યા હતા. જોકે, બાદમાં ખુદ રિપોર્ટરે આ અહેવાલોને ફગાવી દીધા છે. આ પહેલા ભારતના ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકી (Danish Siddiqui)ની પણ તાલિબાની ફાઇટરોએ હત્યા કરી દીધી હતી. દાનિશને અનેક ગોળીઓ મારવામાં આવી હતી.



    જિયાર યાદે ટ્વીટ કરીને કહ્યું કે, રિપોર્ટિંગ દરમિયાન કાબુલની ન્યૂ સિટીમાં મારી સાથે મારઝૂડ કરવામાં આવી હતી. કેમેરા, ટેકનીકલ સાધનો અને મારો મોબાઇલ પણ છીનવી લીધો હતો. કેટલાક લોકોએ મારા મોતના સમાચાર ફેલાવી દીધા હતા જે ખોટા છે. તાલિબાને બખ્તરબંધ લેન્ડ ક્રૂઝરમાંથી બહાર આવીને બંદૂકના બટને મને માર્યો હતો.

    આ પણ વાંચો, 10 વર્ષ સુધી પુરૂષ બની તાલિબાનની નજર સામે રહી નાદિયા ગુલામ, મિશન પાર પાડી છોડ્યો દેશ

    ટોલો ન્યૂઝ ચેનલનું કહેવું છે કે, જિયાર અને કેમેરામેન કાબુલના હાજી યાકૂબ વિસ્તારમાં ગરીબી અને બેરોજગારી સંકટ પર રિપોર્ટિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન તાલિબાની ફાઇટરોએ તેમની પર હુમલો કરીને ઢોર માર માર્યો હતો.

    ટોલો ન્યૂઝના રિપોર્ટર પર હુમલો એવા સમયે થયો છે, જ્યારે તાલિબાને તમામ લોકો માટે સામાન્ય માફી (Amnesty)ની જાહેરાત કરી છે. તેનાથી સ્પષ્ટ છે કે તાલિબાન ભલે દુનિયાની સમક્ષ સુધરેલા અને ઉદાર હોવાનો દાવો કરી રહ્યું હોય પરંતુ તેમનો અસલી ચહેરો હજુ પણ ક્રૂર અને ડરાવનારો છે.

    રોઇટર્સના ફોટો જર્નાલિસ્ટને મારી હતી ગોળી

    આ પહેલા તાલિબાનના ફાઇટરોએ કંધારમાં પુલિત્ઝર પુરસ્કાર વિજેતા ભારતીય ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. સિદ્દીકી ન્યૂઝ એજન્સી રોઇટર્સ માટે કામ કરતા હતા. ભારતમાં તેઓ રોઇટર્સની ફોટો જર્નાલિસ્ટ ટીમના હેડ હતા. તાલિબાને તેમની ઓળખની પુષ્ટિ કર્યા બાદ ક્રૂરતાથી હત્યા કરી હતી. સિદ્દીકી (38) અફઘાનિસ્તાનમાં અસાઇમેન્ટ પર હતા જ્યારે તેમની પર હુમલો થયો. કંધાર શહેરના સ્પિન બોલ્ડક જિલ્લામાં અફઘાન સૈનિકો અને તાલિબાન વચ્ચેના સંઘર્ષને કવર કરતી વખતે તાલિબાનના ફાઇટરોએ તેમને ગોળીઓ મારી હતી.

    આ પણ વાંચો,
    Afghanistan Crisis: ‘બાળકોને પીવાનું પાણી પણ નથી મળતું’- Kabul Airport પર ફસાયેલી ભારતીય મહિલાનું દર્દ

    કાબુલ એરપોર્ટ થયેલી દોડાદોડીમાં અત્યાર સુધી 25 લોકોનાં મોત

    બીજી તરફ, કાબુલ એરપોર્ટ પર દોડાદોડી થઈ હોવાના અહેવાલ છે. અહીં છેલ્લા 10 દિવસમાં કાબુલ એરપોર્ટ અને ભાગદોડમાં અત્યાર સુધી 25 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Afghanistan Crisis, Afghanistan News, અફઘાનિસ્તાન, કાબુલ, તાલિબાન

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन