તાલિબાનને સકંજામાંથી દોઢ વર્ષ પછી મુક્ત થયા ત્રણ ભારતીય એન્જિનિયર : રિપોર્ટ

News18 Gujarati
Updated: October 7, 2019, 3:52 PM IST
તાલિબાનને સકંજામાંથી દોઢ વર્ષ પછી મુક્ત થયા ત્રણ ભારતીય એન્જિનિયર : રિપોર્ટ
પ્રતિકાત્મક તસવીર

અફધાનિસ્તાનમાં 11 તાલિબાનીઓની બદલી સામે 3 ભારતીય એન્જિનિયરોને કરવામાં આવ્યા મુક્ત : રિપોર્ટ

  • Share this:
અફધાનિસ્તાન (Afghanistan) માં બંધક 3 ભારતીય એન્જિનિયર (3 Indian Engineers) ને તાલિબાનના સંકજામાંથી (Taliban) અમેરિકાના કહેવા પર મુક્ત કરવામાં આવ્યા છે. ઇસ્લામાબાદમાં અમેરિકાના પ્રતિનીધિ જલમી ખલીલઝાદ અને તાલિબાન વચ્ચે થયેલા સંવાદ પછી આ સુખદ પરિણામ આવ્યું છે. બીજી તરફ અમેરિકાએ આ માટે 11 તાલિબાનના નેતાઓને મુક્ત કરવા પડ્યા હતા. જેમાં બે પ્રમુખ તાલિબાની નેતા શેખ અબ્દુલ રહમાન અને મૌલવી અબ્દુલ રાશિદનું નામ પણ સામેલ છે.

અફધાનિસ્તાનમાં એક પાવર પ્રોજેક્ટમાં કામ કરતા 3 ભારતીયોને તાલિબાને વર્ષ 2018માં પકડ્યા હતા. તેમના અપહરણ બાદ તેમને મુક્ત કરવાના પ્રયાસો ચાલુ હતા. એક્સપ્રેસ ટ્રિબ્યૂનના તાલિબાની સુત્રોના હવાલેથી આ ખબર આવી છે. બંધકોની આ અદલા-બદલી રવિવારે કરવામાં આવી હતી. અને આ સમગ્ર મામલો ખૂબ જ સંવેદનશીલ હોવાથી આ અંગે કોઇ જાહેરાત પહેલેથી નહતી કરવામાં આવી.

નોંધનીય છે કે અમેરિકા તરફથી જે બે પ્રમુખ તાલિબાની નેતાઓને મુક્ત કરવામાં આવ્યા છે. તે 2001માં તાલિબાની શાસન દરમિયાન કુનાર અને નિમરોઝ પ્રદેશના ગર્વનર તરીકે કામ કરી ચૂક્યા છે. નોંધનીય છે કે આ પર અફધાન કે ભારતીય અધિકારીઓએ હજી સુધી કોઇ અધિકૃત ટિપ્પણી નથી કરી. 2018માં અફધાનિસ્તાનના ઉત્તરી બલધાન પ્રાંત સ્થિત એક ઉર્જા સંયંત્રમાં કામ કરતા ત્રણ એન્જિનિયરોનું મે મહિનામાં અપહરણ કરવામાં આવ્યું હતું. પણ ત્યારે કોઇ પણ સમૂહે આ અપહરણ માટે જવાબદારી નહતી ઉઠાવી. ત્યારે હવે આ ત્રણ ભારતીય એન્જિનિયર કોણ છે તે અંગે વધુ વિગતો ભારતીય અધિકારીઓ તરફથી કોઇ અધિકૃત નિવેદન આવે તે બાદ જ કહી શકાય.
First published: October 7, 2019, 3:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading