તાલિબાનનો અફઘાની નાગરિકોને આદેશ, એક સપ્તાહમાં સરકારી સંપત્તિ, વાહન અને હથિયાર જમા કરાવો

Afghanistan latest update- અફઘાનિસ્તાનની (Afghanistan)સત્તા પર આવ્યા પછી તાલિબાન (Taliban)ધીરે-ધીરે પોતાના ક્રૂર આદેશો જાહેર કરી રહ્યું છે

Afghanistan latest update- અફઘાનિસ્તાનની (Afghanistan)સત્તા પર આવ્યા પછી તાલિબાન (Taliban)ધીરે-ધીરે પોતાના ક્રૂર આદેશો જાહેર કરી રહ્યું છે

  • Share this:
    કાબુલ : અફઘાનિસ્તાનની (Afghanistan)સત્તા પર આવ્યા પછી તાલિબાન (Taliban)ધીરે-ધીરે પોતાના ક્રૂર આદેશો જાહેર કરી રહ્યું છે. શનિવારે તાલિબાને અફઘાનિસ્તાનના નાગરિકોને સરકારી સંપત્તિ, વાહન અને હથિયારોને એક સપ્તાહની અંદર જમા કરવાનો આદેશ જાહેર કર્યો (Afghanistan Crisis)છે. ટોલો ન્યૂઝના મતે તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે (Taliban spokesperson Zabihullah Mujahid) નિવેદન જાહેર કરીને લોકોને સરકારી સંપત્તિ, હથિયાર, ગોળા બારુદ અને વાહનો સોંપવા માટે કહ્યું છે. સાથે ચેતવણી આપવામાં આવી છે કે જે અફઘાની નાગરિક સરકારી સંપત્તિ, હથિયાર, ગોળા બારુદ તાલિબાની લડાકોને નહીં આપે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

    નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કાબુલમાં જેમની પાસે સાધન, હથિયાર, ગોળા બારુદ અને સરકારી સામાન છે તેને એક સપ્તાહની અંદર ઇસ્લામિક અમીરાતના સંબંધિત વિભાગોને સોંપવા માટે સૂચિત કરવામાં આવે છે. આવું ન કરનારા સામે કાનૂની રૂપથી કાર્યવાહી કરવામાં આવશે. આ પહેલા તાલિબાને ઇમામોને આગ્રહ કર્યો હતો કે તે શુક્રવારે એટલે કે જુમ્માના દિવસે ખાસ ઉપદેશ આપે. ઉપદેશમાં સત્તાના આદેશનું પાલન કરવાની વાત કહેવામાં આવે. રોયટર્સના મતે તાલિબાને ઇમામોથી આગ્રહ કર્યો છે કે તે લોકોને સરકારની વાત માનવા એટલે કે આદેશ માનવા વિશે ઉપદેશ આપે.

    આ પણ વાંચો - આ આંતકીએ કર્યો હતો કાબુલ એરપોર્ટ પર હુમલો, અમેરિકાના સૈનિકોની નજીક જઇને પોતાને ઉડાવી દીધો

    અફઘાની નાગરિકોને દેશ છોડવા નથી દેતું તાલિબાન

    બતાવી દઈએ કે તાલિબાનના કબજા પછી અફઘાનિસ્તાનમાં ડરનો માહોલ છે. લોકો દેશ છોડીને જવા માંગે છે પણ તાલિબાન લોકોને આમ કરવાથી રોકી રહ્યું છે. એરપોર્ટ પર જતા રસ્તા પર તાલિબાની લડાકે જોવા મળી રહ્યા છે. જે અફઘાન નાગરિકોને એરપોર્ટ સુધી પહોંચવા દેતા નથી. તાલિબાને સ્પષ્ટ કરી દીધું કે કોઈપણ અફઘાનિસ્તાનના નાગરિકને દેશ છોડવા દઇશું નહીં. એરપોર્ટ જનાર બધા રસ્તા બ્લોક કરી દીધા છે. ફક્ત વિદેશી નાગરિકોને જ આ રસ્તાથી એરપોર્ટ જવાની મંજૂરી આપવામાં આવી રહી છે.

    અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા પછી સ્થિતિ ઘણી ખરાબ થઇ ગઈ છે. કાબુલના (kabul airport bomb blast) હામિદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટની બહાર ગુરુવારે સાંજે ઇસ્લામિક સ્ટેટના (Islamic State)આત્મઘાતી હુમલાવરે ધમાકો કર્યો હતો. રિપોર્ટ પ્રમાણે આ હુમલામાં અમેરિકાના 13 સૈનિકો સહિત 150 થી વધારે લોકો માર્યા ગયા છે. ઇસ્લામિક સ્ટેટ ખુરાસાન પ્રાંતે (ISIS-K)એરપોર્ટ પર હુમલાની જવાબદારી લીધી છે.
    Published by:Ashish Goyal
    First published: