Taliban New Government : તાલિબાને કરી નવી સરકારની જાહેરાત, મુલ્લા હસન અખુંદ પ્રધાનમંત્રી, બરાદર ડિપ્ટી PM

તાલિબાને કરી નવી સરકારની જાહેરાત (ફાઇલ ફોટો)

Taliban New Government- તાલિબાનના પ્રવક્તા જૈબીહુલ્લાહ મુજાહિદે (Zabihullah Mujahid) સ્પષ્ટ કર્યું કે તાલિબાનની આ વચગાળાની સરકાર છે

  • Share this:
    કાબુલ : તાલિબાને (Taliban)અફઘાનિસ્તાનમાં (Afghanistan)પોતાની નવી સરકારની (Taliban New Government)જાહેરાત કરી દીધી છે. સંગઠનના મતે નવી સરકારના કાઉન્સિલના હેડ મોહમ્મદ હસન અખુંદ (Mullah Mohammad Hasan Akhund)હશે. સરકારના અન્ય પદાધિકારીઓની જાહેરાત પણ તાલિબાનના પ્રવક્તા જૈબીહુલ્લાહ મુજાહિદે (Zabihullah Mujahid) કરી છે. મુજાહિદે સ્પષ્ટ કર્યું કે તાલિબાનની આ વચગાળાની સરકાર છે.

    તાલિબાને 15 ઓગસ્ટે કાબુલ પર કબજો કર્યો હતો. આ પછી સરકારને લઇને ચર્ચા ચાલી રહી હતી. સંગઠનના પ્રવક્તા સુહૈલ શાહીને ન્યૂઝ 18 સાથે વાતચીતમાં કહ્યું હતું કે અમે સરકારમાં બધાનો સહયોગ ઇચ્છીએ છીએ, જેથી મોડું થઇ રહ્યું છે.

    હિબતુલ્લા અખુંજાદાની પસંદ છે મોહમ્મદ હસન અખુંદ

    ધ ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે હિબતુલ્લા અખુંજાદાએ પોતે મુલ્લા મોહમ્મદ હસન અખુંદને રઇસ-એ-જમ્હૂરસ, રઇસ-ઉલ-વજારા એટલે અફઘાનિસ્તાનના નવા પ્રમુખના રૂપમાં પ્રસ્તાવિત કર્યા છે. ઘણા તાલિબાની નેતાઓ સાથે વાત કરવા દરમિયાન બધાએ મુલ્લા મોહમ્મદ હસન અખુંદના નામ પર સહમતિ બનાવવાનો દાવો કર્યો છે.

    આ પણ વાંચો - Taliban Captures Panjshir: તાલિબાનનો દાવો- પંજશીર પર હવે અમારો કબજો, NRFના ચીફ કમાન્ડરનું મોત

    રહબારી શૂરાના હેડ છે મોહમ્મદ હસન અખુંદ

    મુલ્લા મોહમ્મદ હસન અખુંદ વર્તમાન સમયમાં તાલિબાનના શક્તિશાળી નિર્ણય લેનાર બોડી રહબારી શૂરા એટલે નેતૃત્વ પરિષદના પ્રમુખ છે. તે તાલિબાનના જન્મસ્થળ કંધારથી સંબંધ ધરાવે છે. અખુંદ તાલિબાન મૂવમેન્ટના સંસ્થાપકોમાંથી એક છે.

    આ પણ વાંચો - કોણ છે Mullah Abdul Ghani Baradar જે અફઘાનિસ્તાનમાં ચલાવશે Taliban સરકાર?

    અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ પાકિસ્તાને ખુલીને તાલિબાનનું સમર્થન કર્યું છે. આ દરમિયાન પાકિસ્તાનની વિરુદ્ધ કાબૂલથી લઈને વોશિંગટન સુધી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ન્યૂઝ એજન્સી એઅફપીના રિપોર્ટ મુજબ, કાબુલમાં મંગળવારે પાકિસ્તાનની (Pakistan) વિરુદ્ધ પ્રદર્શનને રોકવા માટે તાલિબાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ફાયરિંગમાં (Talibani Firing in Kabul) અનેક મહિલાઓ અને બાળકો ઘાયલ થવાના અહેવાલ છે.

    સમાચાર એજન્સી એએફપી મુજબ, કાબુલ સ્થિત પાકિસ્તાની દૂતાવાસની બહાર 70થી વધુ લોકો પ્રદર્શન કરી રહ્યા હતા. તેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ સામેલ હતી. આ વિરોધ પ્રદર્શનના કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેમાં પ્રદર્શનકારી ‘પાકિસ્તાન મુર્દાબાદ’ અને ‘પંજશીર જિંદાબાદ’ જેવા નારા સાંભળવા મળ્યા હતા.
    Published by:Ashish Goyal
    First published: