Home /News /national-international /

તાલિબાનનો નવો આદેશ, મહિલાઓ અને પુરુષો એક જ દિવસે નહીં જઇ શકે પાર્કમાં!

તાલિબાનનો નવો આદેશ, મહિલાઓ અને પુરુષો એક જ દિવસે નહીં જઇ શકે પાર્કમાં!

તાલિબાનનો નવો વિચિત્ર ફરમાન

Taliban's segregation rules for amusement parks: તાલિબાને કહ્યું છે કે જે મહિલાઓએ ટિકિટ બુક કરાવી છે તેમને સોમવાર સુધી મુસાફરી કરવાની છૂટ આપવામાં આવશે. જો કે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શનિવારે કાબુલ એરપોર્ટ પર કેટલીક મહિલાઓને ટિકિટ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.

વધુ જુઓ ...
    અફઘાનિસ્તાનમાં (Afghanistan) તાલિબાનના (Taliban) કબજાને લગભગ 9 મહિના વીતી ગયા છે. દિન-પ્રતિદિન પરિસ્થિતિ વણસી રહી છે. ત્યાં લોકો ગરીબી અને ભૂખમરાની સ્થિતિનો સામનો કરી રહ્યા છે. આ દરમિયાન તાલિબાનના નવા આદેશો પણ જાહેર કરવામાં આવી રહ્યા છે. તાલિબાન સરકારે એક નવું ફરમાન બહાર પાડ્યું છે જેમાં મહિલાઓ અને પુરુષોને રાજધાની કાબુલમાં એકસાથે અને એક જ દિવસે એમ્યુઝમેન્ટ પાર્કમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે. નવા તુગલકી હુકમનામા હેઠળ, હવે અઠવાડિયામાં 3 દિવસ ફક્ત મહિલાઓ અને બાકીના 4 દિવસ પુરૂષોને પાર્કમાં પ્રવેશ આપવામાં આવશે. મહિલાઓએ આ દરમિયાન હિજાબ પણ પહેરવાનું રહેશે.

    તાલિબાનના સંસ્કૃતિ મંત્રાલયે (Ministry of Vice and Virtue) એક ફરમાન બહાર પાડ્યું છે કે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના જાહેર ઉદ્યાનોમાં મહિલાઓ અને પુરુષો એકસાથે જઈ શકશે નહીં. તાલિબાને જાહેર ઉદ્યાનોમાં મહિલાઓ અને પુરુષોના પ્રવેશ માટે અલગ-અલગ દિવસો પણ નક્કી કર્યા છે. એટલે કે, મહિલાઓ માટે નિર્ધારિત દિવસોમાં પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે અને પુરુષો માટે નિર્ધારિત દિવસોમાં મહિલાઓને છૂટ આપવામાં નહીં આવે.

    આ પણ વાંચો - Pakistan : 'મારી સરકારને તોડવાના ષડયંત્ર પાછળ વિદેશી શક્તિઓનો હાથ' - ઇમરાન ખાન

    આ રીતે નક્કી કરાયા દિવસો


    અફઘાનિસ્તાન પર કબજો જમાવનાર તાલિબાનના સાંસ્કૃતિક મંત્રાલયે પોતાના આદેશમાં કહ્યું છે કે મહિલાઓ રવિવાર, સોમવાર અને મંગળવારે 3 દિવસ રાજધાની કાબુલમાં જાહેર પાર્કમાં જઈ શકશે. બીજી તરફ, મહિલાઓને ઈસ્લામિક હિજાબ પહેરીને જ પાર્કમાં પ્રવેશ મળશે. તાલિબાનના આદેશ અનુસાર, પુરુષો હવે માત્ર બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવારે શહેરના કોઈપણ પાર્કમાં જઈ શકશે.

    નિયમોનો ભંગ કરવા બદલ સખત સજાની ચેતવણી


    પોતાના આદેશમાં તાલિબાને કહ્યું છે કે જો મહિલાઓ પુરૂષો માટે નક્કી કરેલા દિવસોમાં અથવા પુરુષો મહિલાઓ માટે નક્કી કરેલા દિવસોમાં જાહેર પાર્કમાં જાય છે તો તેમને સખત સજા કરવામાં આવશે. કોઈને પણ આ સજા વિરુદ્ધ અપીલ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

    આ પણ વાંચો - China Corona : ચીનમાં ફરીથી લોકડાઉનની તૈયારી! શાંઘાઇમાં કોરોનાનો રાફડો ફાટ્યો

    રવિવારે તાલિબાને વધુ એક નવું ફરમાન બહાર પાડ્યું હતું. તાલિબાને મહિલાઓને પુરૂષો વિના ફ્લાઇટમાં મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. તાલિબાનનું કહેવું છે કે ફ્લાઇટ દ્વારા દેશમાં અથવા બહાર જવા માટે મહિલાને કેટલાક પુરૂષ સંબંધી સાથે હોવું જરૂરી છે. તાલિબાને કહ્યું છે કે જે મહિલાઓએ ટિકિટ બુક કરાવી છે તેમને સોમવાર સુધી મુસાફરી કરવાની છૂટ આપવામાં આવશે. જો કે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શનિવારે કાબુલ એરપોર્ટ પર કેટલીક મહિલાઓને ટિકિટ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Afghanistan Crisis, Afghanistan News, Taliban news

    આગામી સમાચાર