કાબુલ: અફઘાનિસ્તાન (Afghanistan)માં તાલિબાન (Taliban)નાં કબ્જા અને સત્તા છીનવ્યા બાદની પરિસ્થિતિ દરરોજ ત્યાની પરિસ્થિતિ વણસતી જઇ રહી છે. તાલિબાન સરકારમાં ગૃહમંત્રી બનાવવામાં આવેલાં ખુંખાર આતંકી સિરાઝુદ્દીન હક્કાની (Sirajuddin Haqqani)એ એક સુસાઇડ બોમ્બર્સ (Suicide Bombers)નાં વખાણ કર્યા છે. હક્કાનીએ સુસાઇડ બોમ્બર્સને ઇસ્લામનાં હીરો ગણાવ્યાં છે. સાથે જ એવાં આતંકવાદીનાં પરિવારને ઇનામ તરીકે 125 અમેરિકન ડોલર અને પ્લોટ આપવાની જાહેરાત કરી છે.
અફઘાનિસ્તાન સ્ટેટ બ્રોડાસ્ટર RTAનાં રિપોર્ટ મુજબ, સિરાજુદ્દીન હક્કાનીએ મંગળવારે કાબુલમાં આ સુસાઇડ બોમ્બર્સનાં પરિજનોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સિરાઝુદ્દીનનાં હુમલામાં માર્યા ગયેલાં લોકોને હીરો દરશાવવામાં આવ્યાં. સિરાજુદ્દીન હક્કાની યૂનાઇટેડ સ્ટેટની લિસ્ટમાં એક આતંકવાદી છે અને તેનાં માથે 10 મીલિયન ડોલરનું ઇનામ છે.
તાલિબાનનાં આંતરિક મંત્રાલયે હોટલમાં આત્મઘાતી હુમલાખોરોનાં પરિજનોથી સરખામણી કરતાં સિરાજુદ્દીન હક્કાનીની તસવીરો શાહેર કરી છે. તમામ તવસીરોમાં સિરાજુદ્દીન હક્કાનીનાં ચહેરાને બ્લર કરવામાં આવ્યાં છે. પોતાનાં ભાષણ દરમિયાન સિરાજુદ્દીન હક્કાનીએ આ આત્મઘાતી હુમલાખોરને કથિત જેહાદ અને બલિદાનનાં વખાણ કર્યાં છે.
હક્કાની નેટવર્ક (Haqqani Network) સિરાજુદ્દીન હક્કાનીનાં પિતા જલાલુદ્દીન હક્કાનીએ જણાવ્યું હતું કે, તે તાલિબાનનું સૌથી ખતરનાક ગ્રુપ છે. જે ગત બે દાયકા દરમિયાન અફઘાનિસ્તાનમાં સૌથી ઘાતક હુમલા માટે જવાબદાર માનવામાં આવે છે. જેમાં મોટાભાગનાં આત્મઘાતી હુમલા હતાં. એટલે કે, હુમલાવરે પોતાને બોમ્બ લગાવી ઉડાવી દેવાનો જેથી લોકોનાં વિસ્ફોટથી મોત થઇ જાય.
15 ઓગસ્ટે તાલિબાને કાબુલ પર કર્યો હતો કબ્જો- આપને જણાવી દઇએ કે, તાલિબાને અફઘાનિસ્તાનમાં આ વર્ષએ 15 ઓગસ્ટનાં કબ્જો કરી લીધો હતો. આ દિવસે આની સરકાર પડી ગઇ હતી. તેણે ગત વર્ષે અમેરિકાની સાથે કરેલી સમજૂતીમાં વાયદો કર્યો હતો કે, એક સમાવેશી સરકાર બનાવવામાં આવશે પણ એવું થયું નહીં. અને તાલિબાને આતંકી સંગઠન હક્કાની નેટવર્કની સાથે મળી સરકાર બનાવી લીધી.
કાબુલમાં હક્કાની નેટવર્કનો પ્રભાવ- અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં હક્કાની નેટવર્કનાં આતંકીઓ દ્વારા પાકિસ્તાની ખુફિયા એજન્સી ISI તેમની ચાલ ચાલી રહ્યાં છે. હક્કાની નેટવર્કમાં મોટાભાગે જનજીવનનું પ્રભુત્વ છે અને આ જનજાતિનાં યુવકોને કાબુલ જલાલાબાદથી લઇ ખેબર સીમા સુધી નિયંત્રણ છે. હક્કાની બ્રધર્સનાં નેતૃત્વમાં કાબુલનાં રસ્તા પર ઓછામાં ઓછા 6,000 ભારે હથિયારોથી લેસ આંતકીઓ ફરતાં રહે છે.