Home /News /national-international /

Afghanistanમાં તાલિબાનની નવી સરકાર ફાઈનલ: શૂરા કાઉન્સિલ કરશે શાસન, કોઈ મહિલાને ન મળ્યું સ્થાન

Afghanistanમાં તાલિબાનની નવી સરકાર ફાઈનલ: શૂરા કાઉન્સિલ કરશે શાસન, કોઈ મહિલાને ન મળ્યું સ્થાન

તાલિબાને તેમની સરકારનું માળખું તૈયાર કરી લીધું છે. તસવીર (AP)

Afghanistan News Today: અફઘાનિસ્તાનમાં વહેલી તકે તાલિબાન સરકાર (Taliban Goverment) બનશે. તાલિબાનના સૂત્રોએ ન્યૂઝ 18 ને આપેલી માહિતી અનુસાર, આજે સરકારની રચના અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. ટોચના તાલિબાન નેતાઓ, અન્ય પ્રાદેશિક જૂથોના લોકોને શુરા કાઉન્સિલમાં સમાવવામાં આવશે. સરકારમાં મહિલા સભ્યો રહેશે નહીં.

વધુ જુઓ ...
  કાબૂલ: અફઘાનિસ્તાનમાં તાલિબાન(Taliban)ની શૂરા કાઉન્સિલ (Shura Council)દેશ પર શાસન કરશે. સંસ્થાના સૂત્રોએ ન્યૂઝ 18 સાથે કરેલી વાતચીત અનુસાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આજે સરકાર ની રચના અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. ટોચના તાલિબાન નેતાઓ, અન્ય પ્રાદેશિક જૂથોના લોકોને શુરા કાઉન્સિલમાં સમાવવામાં આવશે. સરકાર (taliban government)માં મહિલા સભ્યો રહેશે નહીં.

  મહત્વનું છે કે આ કાઉન્સિલના સભ્યો જ સરકારનું પ્રતિનિધિત્વ કરશે. મુલ્લા અબ્દુલ ગની બરાદર રાજકીય કાર્યાલયના વડા બની શકે છે. સૂત્રોનું કહેવું છે કે નવી સરકારમાં 80 ટકા સભ્યો તાલિબાનની દોહા ટીમમાંથી હશે.

  તાલિબાનના વરિષ્ઠ નેતાઓ (senior taliban leaders) 2010થી દોહામાં રહે છે. તેમનો હેતુ એક કાર્યાલય બનાવવાનો હતો જેના દ્વારા તાલિબાન, અફઘાનિસ્તાન સરકાર, અમેરિકા અને અન્ય દેશો વચ્ચે કાયમી ઉકેલ મળી શકે. તાલિબાન કાર્યાલય ખોલ્યા બાદ 2013માં અફઘાન સરકારે વિરોધ કરતા શાંતિ વાટાઘાટો અટકી પડી હતી. સરકારે કહ્યું કે તાલિબાન કાર્યાલયને એવું બતાવવામાં આવી રહ્યું છે કે, જાણે તે દેશનિકાલની સરકાર છે.

  શેર અબ્બાસ સ્તાનિકજાઈ બની શકે છે વિદેશ મંત્રી

  નવી સરકારમાં વિદેશ મંત્રીનું પદ શેર અબ્બાસ સ્તાનિકજાઈને આપી શકાય છે. સ્તાનિકજાઈની ચૂંટણી પાછળનું કારણ આંતરરાષ્ટ્રીય વર્તુળોમાં તેમની માન્યતા છે. સૂત્રોનું કહેવું છે કે, જ્યારે હમીદ કરઝાઈ અને અબ્દુલ્લા અબ્દુલ્લાને શુરા કાઉન્સિલમાં સ્થાન મળશે નહીં, આ લોકો મહત્વના સલાહકારોની ભૂમિકામાં હોઈ શકે છે.

  હક્કાની નેટવર્કને પણ સરકારમાં મળશે સ્થાન

  હક્કાની નેટવર્ક સરકારમાં 50 ટકા હિસ્સો મેળવી શકે છે. ગુલાબુદ્દીન હેકમતિયાર, જે વોરલોર્ડમાંથી નેતા બનવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તેમને પણ સરકારનો ભાગ બનાવી શકાય છે. પરંતુ તેમને બીજી કે ત્રીજી શ્રેણીમાં સ્થાન મળશે. જો કે, આ તાલિબાન સરકાર અત્યારે 'વચગાળાની' હશે કારણ કે આગામી વર્ષ સુધીમાં નવું બંધારણ આવી શકે છે. સૂત્રોનું કહેવું છે કે આને લગતી તમામ જાહેરાત એક -બે દિવસમાં કરવામાં આવશે.

  આ પણ વાંચો: કોણ છે Mullah Abdul Ghani Baradar જે અફઘાનિસ્તાનમાં ચલાવશે Taliban સરકાર?

  હજુ પણ તાલિબાન માટે સૌથી મોટો પડકાર વૈશ્વિક દેશોની માન્યતા છે. જ્યાં સુધી તેને પશ્ચિમી દેશો દ્વારા માન્યતા આપવામાં ન આવે ત્યાં સુધી તાલિબાન માટે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી ભંડોળ મેળવવું મુશ્કેલ છે. માનવાધિકાર જૂથોએ અર્થતંત્ર અને અન્ય મુદ્દાઓ વિશે પણ ચેતવણી આપી છે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Afghanistan Crisis, Afghanistan Latest news, Afghanistan Taliban News

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन