Home /News /national-international /'તમારી સમસ્યાઓનો જાતે જ નિકાલ કરો, અમને...', તાલિબાને પેશાવર બ્લાસ્ટ માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું
'તમારી સમસ્યાઓનો જાતે જ નિકાલ કરો, અમને...', તાલિબાને પેશાવર બ્લાસ્ટ માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું
તાલિબાને બ્લાસ્ટ મામલે રાકને હાક્યું...
Peshawar Bomb Blast: પેશાવરમાં આત્મઘાતી હુમલા બાદ પાકિસ્તાને અફઘાનિસ્તાન પર આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. હવે તાલિબાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકીએ આ આરોપો પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાને પોતાની સમસ્યાઓનું ધ્યાન રાખવું જોઈએ. પેશાવર મસ્જિદ હુમલા માટે અફઘાનિસ્તાનને જવાબદાર ઠેરવવાનું બંધ કરો.
નવી દિલ્હી: પાકિસ્તાનના પેશાવરમાં એક મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં 100થી વધુ લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન નામના આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી છે. જો કે પાકિસ્તાને દાવો કર્યો છે કે, આતંકીઓ અફઘાનિસ્તાન બોર્ડર પાસે એકઠા થયા છે. આ પહેલા પણ પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે, અફઘાન તાલિબાન તેની ધરતીનો ઉપયોગ પાકિસ્તાન વિરુદ્ધ કરી રહ્યું છે. હવે તાલિબાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકીએ પાકિસ્તાનના આ આરોપો પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
અફઘાન તાલિબાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, પાકિસ્તાને પોતાની સમસ્યાઓનું ધ્યાન રાખવું જોઈએ. પેશાવર મસ્જિદ હુમલા માટે અફઘાનિસ્તાનને જવાબદાર ઠેરવવાનું બંધ કરો. તેમણે વધુમાં કહ્યું કે, 20 વર્ષમાં અમે એવો બોમ્બ કે સુસાઈડ જેકેટ જોયો નથી જે મસ્જિદની છતને ઉડાડી શકે અને આ સાથે જ સેંકડો લોકોના જીવ જાય. તેથી આ ઘટનાની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. મુત્તાકીએ કહ્યું કે, પાકિસ્તાનની આંતરિક સમસ્યાઓ માટે અફઘાનિસ્તાનને જવાબદાર ન ઠેરવવું જોઈએ.
વિદેશ મંત્રીએ પાકિસ્તાનના આરોપોને નકારી કાઢ્યા
અફઘાન તાલિબાનના વિદેશ પ્રધાન આમિર ખાન મુત્તાકી પ્રધાને પણ પાકિસ્તાનના તેમના દેશ આતંકવાદનું કેન્દ્ર હોવાના દાવાને નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું કે, 'જો કોઈએ કહ્યું હોત કે અફઘાનિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે, તો આતંકવાદ તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઈરાન સુધી પહોંચી ગયો હોત, વાસ્તવમાં એવું કંઈ નથી. તેમણે કહ્યું કે, અફઘાનિસ્તાન આજે અન્ય પડોશી દેશો સાથે શાંતિથી છે. આનાથી સાબિત થાય છે કે, અફઘાનિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે, એવું કંઈ નથી.
આત્મઘાતી બોમ્બ વિસ્ફોટની તપાસ કરી રહેલી પાકિસ્તાન પોલીસે મંગળવારે કહ્યું કે, આ કેસમાં ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે. જો કે, સુરક્ષા તપાસ ટાળવામાં હુમલાખોરની આંતરિક મદદ હોવાની શક્યતાને નકારી શકાય નહીં. બીજી તરફ, પેશાવરના પોલીસ વડા ઇજાઝ ખાને રોઇટર્સને જણાવ્યું કે, 'અમને કેટલીક મહત્વપૂર્ણ કડીઓ મળી છે. તેના આધારે અમે કેટલીક મોટી ધરપકડો કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર