Afghanistan Crisis : જાણો કોણ છે મુલ્લા બરાદર, જેને મળી શકે છે અફઘાનિસ્તાનનું સંચાલન

મુલ્લા અબ્દુલ ગની બરાદરને (Abdul Ghani Baradar) દેશના નવા પ્રમુખ બનાવવામાં આવે તેવી શક્યતા

Abdul Ghani Baradar- 1994માં તાલિબાનની સ્થાપના કરનાર 4 લોકોમાંથી એક મુલ્લા અબ્દુલ ગની બરાદર છે

 • Share this:
  અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાને (Taliban) કબ્જો કરી લીધો છે. જેના કારણે ઘણા લોકો દેશ છોડીને ચાલ્યા ગયા છે. જેમાં રાષ્ટ્રપતિ અશરફ ગનીનો (Ashraf Gani)પણ સમાવેશ થાય છે. તેઓ અત્યારે બીજા દેશમાં શરણ લઈ રહ્યા છે. આ દરમિયાન તાલિબાને અફઘાનિસ્તાનમાં શરીયા લૉ અમલમાં મૂકવાની જાહેરાત કરી છે. ત્યારે મુલ્લા અબ્દુલ ગની બરાદરને (Abdul Ghani Baradar) દેશના નવા પ્રમુખ બનાવવામાં આવે તેવી શક્યતા છે. ત્યારે આજે અહીં જાણીશું કે મુલ્લા બરાદર કોણ છે.

  1994માં તાલિબાનની સ્થાપના કરનાર 4 લોકોમાંથી એક મુલ્લા અબ્દુલ ગની બરાદર છે. વર્ષ 2001માં અમેરિકાની આગેવાનીમાં અફઘાનિસ્તાનમાં સૈન્ય કાર્યવાહી થઈ હતી, તે સમયે મુલ્લા બરાદરની આગેવાનીમાં વિદ્રોહ થવાના સમાચાર મળવા લાગ્યા હતા. અમેરિકાની સેના તેમને અફઘાનિસ્તાનમાં શોધી રહી હતી પણ તેઓ પાકિસ્તાન નાસી ગયા હતા.

  2010ના ફેબ્રુઆરીમાં અમેરિકાએ તેને કરાચીમાંથી પકડી પાડ્યો હતો. ત્યારબાદ 2012 સુધીમાં અફઘાનિસ્તાન સરકાર શાંતિની સંધિ માટે જ્યારે જ્યારે હાથ લંબાવતી ત્યારે ત્યારે કેદીઓની મુક્તિની યાદીમાં તેનું નામ રહેતું હતું. જેથી સપ્ટેમ્બર 2013માં તેને છોડી મુકાયો હતો. ત્યારબાદ તેઓ ક્યાં હતા તેની જાણ કોઈને નથી.

  આ પણ વાંચો - ‘તે અમને મારે છે, કૂતરાને ખવડાવે છે’, તે મહિલાનું દર્દ જેને તાલિબાને મારી ગોળી, ફોડી આંખો

  1990માં મુલ્લા ઉમરના ખાસ હતા

  90ના સમયમાં તાલિબાનના નિર્માણ સમયે તેના પ્રમુખ મુલ્લા મોહમ્મદ ઉમર હતા. બરાદર તેના ખાસ હોવાની સાથે નજીકના સંબંધી પણ હતા. બરાદરની બહેન મુલ્લા ઉમરની પત્ની હોવાનું કહેવાય છે. 1990ના દસકામાં તાલિબાનના પાવરફુલ કુખ્યાત રાજ સમયે તેઓ બીજા સૌથી મોટા નેતા હતા. તેઓ તાલિબાન માટે ફંડ એકઠું કરવાનું કામ સાંભળતા હતા. 1994માં તાલિબાનની રચના બાદ તેમણે કમાન્ડર અને વ્યૂહરચનાકારની જવાબદારી લીધી હતી. જેથી આ વખતે તાલિબાન રાજમાં કોઈ હળવાશ આવશે તેવું નથી.

  સંપૂર્ણપણે ઇસ્લામી દ્રષ્ટિકોણ

  તાલિબાન શાસન દરમિયાન મુલ્લા બરાદર કઠોર વલણ માટે વધુ જાણીતા હતા. લોકશાહી, મહિલાઓ, ખુલ્લી વિચારધારા અને વધુ સારા દેશ અંગે તેમનો દૃષ્ટિકોણ ચુસ્ત ઇસ્લામિક હતો. તે સમયે મુલ્લા ઉમર પછી તે તાલિબાનમાં બીજા મોટા નેતા હતા. જોકે, છેલ્લા થોડા વર્ષોમાં અફઘાનિસ્તાનમાં શાંતિ વાટાઘાટો દરમિયાન તેમની હાજરી હોય તેવું સરકાર ઇચ્છતી હતી. સરકારને લાગ્યું હતું કે વાતચીત દ્વારા તેમને મનાવી શકાય છે.

  આ પણ વાંચો - અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારને માન્યતા આપશે ચીન સહિત આ 4 દેશો! ચાલું રાખશે દૂતાવાસ

  અમેરિકા પણ તેમને વાતચીત માટે યોગ્ય માનતું હતું

  અમેરિકાની સરકારે પણ તેમને શાંતિ સંધિમાં વાતચીત માટે યોગ્ય માન્યા છે. જોકે, ભૂતકાળમાં અમેરિકા અને મુલ્લા બરાદર વચ્ચે કયા કરાર થયા તે અંગે વિશ્વને ખબર નથી. પરંતુ અમેરિકાનું સૈન્ય અફઘાનિસ્તાન છોડશે એટલે તાલિબાનને ફરીથી અફઘાનિસ્તાન કબજે કરવાની સરળ તક મળશે તે વાત અમેરિકાની સરકાર જાણતી હતી.

  દુર્રાની કબીલા સાથે સંબંધ

  ઈન્ટરપોલના મત મુજબ મુલ્લા બરાદરનો જન્મ 1968માં ઉરુજગાન પ્રાંતના દેહરાવુડ જિલ્લાના વિટમાક ગામમાં થયો હતો. તેમનો સંબંધ દુર્રાની કબીલા સાથે હોવાનું માનવામાં આવે છે. પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરજઈ પણ દુર્રાની હતા.

  અનેક જવાબદારી સંભાળી

  1996થી 2001 સુધી અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજ દરમિયાન તે ઘણી જવાબદારી ઉપાડતા હતા. તે હેરાત અને નિમરુજ પ્રાંતના ગવર્નર અને પશ્ચિમ અફઘાનિસ્તાનની સેનાઓના કમાન્ડર પણ હતા. અમેરિકાના રિપોર્ટમાં તેને અફઘાનિસ્તાનની સેનાઓના ઉપપ્રમુખ અને તાલિબાન સેનાના કમાન્ડર ગણાવવા આવ્યા છે. અલબત ઇન્ટરપોલનું માનવું છે કે, તેઓ ત્યારે અફઘાનિસ્તાનના રક્ષા મંત્રી હતા. રિપોર્ટ પરથી જાણ થાય છે કે, તેઓ જૂનવાણી પરંપરાઓમાં મને છે પણ લોકો પાસે પોતાનું ધાર્યું કામ કઢાવવામાં તજજ્ઞ છે.
  First published: