Home /News /national-international /

Taliban in Afghanistan: 1996 અને 2021ના તાલિબાનીઓમાં છે મોટું અંતર, જાણો ભારત પર શું થશે તેની અસર

Taliban in Afghanistan: 1996 અને 2021ના તાલિબાનીઓમાં છે મોટું અંતર, જાણો ભારત પર શું થશે તેની અસર

Taliban in Afghanistan: 1996 અને 2021ના તાલિબાનીઓમાં છે મોટું અંતર, જાણો ભારત પર શું થશે તેની અસર

Taliban in Afghanistan- ફરીથી સત્તા મેળવ્યા બાદ તાલિબાને પોતાની ઇમેજ ચોખ્ખી કરવા અને વૈશ્વિક સ્તરે માન્યતા મેળવવા પ્રયાસો કર્યા છે. જોકે, આતો તાલિબાનનો બહારનો ચહેરો છે. અફઘાનિસ્તાનના લોકોને રાહતો મળશે કે નહીં ? તે તો ભવિષ્ય જ જણાવશે

વધુ જુઓ ...
પ્રિયા ગૌતમ

અફઘાનિસ્તાન ફરી એકવાર તાલિબાન (Taliban)ના કબજામાં છે. 1996 બાદ તાલિબાને ફરી એક વખત રાજધાની કાબુલનો કબજો મેળવ્યો છે. અફઘાનિસ્તાન (Afghanistan latest update)રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડી દીધો છે. તાલિબાન કહી રહ્યું છે કે, યુદ્ધ હવે સમાપ્ત થઈ ગયું છે અને અફઘાનિસ્તાન (Afghanistan)માં ઇસ્લામિક ગવર્મેન્ટની સ્થાપના કરવામાં આવશે.

અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસનથી ડરનો માહોલ ફેલાયો છે. મહિલાઓના હકનો પ્રશ્ન ઉઠ્યો છે. અફઘાનિસ્તાનમાં 1996થી 2001 સુધી તાલિબાનનું શાસન હતું. જેમાં મહિલાઓ પર નિર્દયતાપૂર્વક અત્યાચાર કરવામાં આવ્યો હતો. તેમજ તત્કાલીન રાષ્ટ્રપતિ નજીબુલ્લાહની હત્યા કરવામાં આવી હતી અને તેમને વીજ પોલ પર લટકાવી દેવાયા હતા. બંદૂકો અને તાકાતના જોરે સત્તા છીનવતા તાલિબાનના અગાઉના શાસનની તમામ ભયાનક યાદો હજુ પણ અફઘાની (Afghani) લોકોના મનમાં છે. જેના કારણે 50,000થી વધુ લોકો કાબુલ એરપોર્ટ પર દેશ છોડવા એકઠા થયા છે. વિશ્વ પણ સુરક્ષા બાબતે ચિંતિત છે.

આવી સ્થિતિમાં તજજ્ઞોનું માનવું છે કે, 1996ના તાલિબાન કરતા 2021નું તાલિબાન ઘણું અપડેટેડ છે. દિલ્હીની જવાહર લાલ નહેરુ યુનિવર્સિટી (JNU Delhi)માં સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝ (SIS)માં પ્રોફેસર આફતાબ કમાલ પાશાનું કહેવું છે કે, ફરીથી સત્તા મેળવ્યા બાદ તાલિબાને પોતાની ઇમેજ ચોખ્ખી કરવા અને વૈશ્વિક સ્તરે માન્યતા મેળવવા પ્રયાસો કર્યા છે. જોકે, આતો તાલિબાનનો બહારનો ચહેરો છે. અફઘાનિસ્તાનના લોકોને રાહતો મળશે કે નહીં ? તે તો ભવિષ્ય જ જણાવશે.

અફઘાનિસ્તાનના લોકોને તાલિબાનથી રાહત મળશે?

આ બાબતે પ્રોફેસર પાશા કહે છે કે, તાલિબાનના હાલના ચહેરા પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. તાલિબાની કટ્ટરતાનો રેકોર્ડ રહ્યો છે. સત્તામાં આવ્યા બાદ તાલિબાન પોતાના દાવા પર કામ કરે છે કે માત્ર વૈશ્વિક માન્યતા મેળવવા માટે મહોરું પહેરી રાખ્યું છે? તે જોવાનું રહેશે. તાલિબાન પોતાના સિવાય કોઈનું માનતું નથી. જેથી ત્યાંના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મહિલાઓ અંગે તાલિબાન કહી રહ્યું છે કે, તે બંધારણ હેઠળ નહીં, શરિયાના દાયરા મુજબ અધિકારો આપશે. વિશ્વમાં ઘણા મુસ્લિમ દેશોમાં ઇસ્લામ અને ઇસ્લામિક કાયદાઓ છે. પરંતુ અફઘાનિસ્તાનમાં તાલિબાન વધુ કડક પ્રતિબંધો લાદશે તેવી શક્યતા છે. તાલિબાનનો નેચર એવો રહ્યો હોવાથી કે શું સારું કે ખરાબ થાય છે તે ભવિષ્યમાં જાણી શકાશે.

આ પણ વાંચો - Afghan-Taliban Crisis: દેશની આઝાદીના દિવસે અસદાબાદમાં ઝંડો ફરકાવી રહેલા અફઘાનો પર તાલિબાને કર્યો ગોળીબાર, ઘણા મોત

ભારત પર શું થશે અસર? (Taliban Impact on India)

પ્રોફેસર પાશા કહે છે કે, અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તા આવવાથી ભારત (India)ને કોઈ ફાયદો થાય તેવું લાગતું નથી. ઘણા દેશોને લાગતું હતું કે, અમેરિકા અફઘાનિસ્તાનમાં કાયમી રહેશે અને તાલિબાન નબળું રહેશે. પણ તાલિબાની સત્તા આવી ગઈ છે. અફઘાન સરકાર સમયે ભારતના ઘણા પ્રોજેક્ટ ત્યાં ચાલી રહ્યા હતા. તે સમયે પાકિસ્તાન કે ચીનનો કોઈ હસ્તક્ષેપ ન હતો અને ભારત વધુ મજબૂત રીતે હાજર હતું. હવે આખી ગણતરી ઊંઘી વળી ગઈ છે. ચીન અને પાકિસ્તાને તાલિબાનને ટેકો આપ્યો છે. આ બંને દેશોના હિતો અલગ છે. ભારતને આતંકી ગતિવિધિઓના કારણે ખતરો છે. ગત વખતની જેમ તાલિબાન ત્યાં જૈશ કે અન્ય ઈસ્લામિક અને અન્ય આતંકી સંગઠનોને સપોર્ટ કરે તેવો ખતરો છે.

છેલ્લા કેટલાક વર્ષોથી તાલિબાને દોહામાં તેમની ઓફિસ ખોલી, ત્યારથી તાલિબાન સતત આંતરરાષ્ટ્રીય પ્રેસ કોન્ફરન્સ યોજીને વિશ્વના મીડિયા સાથે સતત વાતચીત કરી રહ્યું છે (AP)


10 પોઈન્ટમાં જાણો તાલિબાને પોતાનામાં કેટલો ફેરફાર કર્યો

1. 1996ની સરખામણીએ તાલિબળ હાલ મજબૂત રીતે સામે આવ્યું છે. જે તાલિબાન સામે અમેરિકા છેલ્લા 20 વર્ષથી લડી રહ્યું હતું, હવે તે જ અમેરિકા તેમની સાથે વાત કર્યા બાદ ત્યાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યું છે. જેથી કહી શકાય જે અમેરિકા જેવા મોટા અને મજબૂત દેશ સામે તાલિબાનની આ મોટી જીત છે.

2. અફઘાનિસ્તાનમાં તાલિબાનના અગાઉના શાસનને માત્ર ત્રણ દેશોએ માન્યતા આપી હતી. જેમાં ત્રણેય મુસ્લિમ દેશો પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને UAE હતા, પરંતુ આ વખતે પાકિસ્તાન સાથે જ વિટો પાવર ધરાવતા મોટા દેશ ચીન અને રશિયા પણ તાલિબાનના સમર્થનમા સામે આવ્યા છે, જે મોટી વાત છે. આ દેશો રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં પણ તાલિબાનને ટેકો આપવા તૈયાર છે. અમેરિકા પહેલેથી જ આગળ વધ્યું છે. તો બીજી તરફ ઈરાન અને તુર્કી પણ સહમત હોય તેવું લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આટલું મોટું સમર્થન તો વર્ષ 1996થી 2001 સુધી તાલિબાનને નહોતું મળ્યું.

3. છેલ્લા કેટલાક વર્ષોથી તાલિબાને દોહામાં તેમની ઓફિસ ખોલી, ત્યારથી તાલિબાન સતત આંતરરાષ્ટ્રીય પ્રેસ કોન્ફરન્સ યોજીને વિશ્વના મીડિયા સાથે સતત વાતચીત કરી રહ્યું છે. આ દરમિયાન તેણે પોતાનો જૂનો ઉગ્રવાદી-આતંકવાદી ચહેરો સામાન્ય અને સંઘર્ષમય બતાવવાનો પ્રયાસ કર્યો છે અને તે પણ બતાવ્યું છે કે તે અહીં રાજ કરી શકે છે. આ વિશે સ્વીકૃતિ અથવા કાયદેસરતા પણ આવી અને તેઓ આ માટે વ્યવસ્થિત રીતે તૈયારી કરી રહ્યા હતા.

આ પણ વાંચો - Afghanistan Crisis: એકસમયે આવી હતી અફઘાનિસ્તાનની મહિલાની મોર્ડન જિંદગી, બિન્દાસ ફરતી બજારમાં, એન્જિનિયરનો અભ્યાસ કરતી

4. તેમના ગત શાસનથી ઘણા દેશો તેમને પણ સમજાવી રહ્યા છે કે તેમણે મહિલા અધિકારોના ગંભીર મુદ્દાને બંધારણીય અધિકારોના દાયરામાં લાવવા પડશે. ત્યારે 2021માં તાલિબાનોએ કહ્યું છે કે તેઓ ઇસ્લામિક કાયદો કે શરિયા અંતર્ગત જ હક આપશે. જોકે, પહેલાની જેમ ત્રાસ નહીં ગુજારે. જોકે, આ કેટલું શક્ય બનશે તે જોવાનું રહ્યું.

5. 1996માં તાલિબાનોએ નરસંહાર કર્યો હતો, પથ્થરોથી લોકોની હત્યા કરી હતી અને તેમના હાથ કાપી નાંખ્યા હતા. આ વખતે તાલિબાન સતત દાવો કરી રહ્યું છે કે તે કોઈની પાસેથી બદલો નહીં લે અને છૂટછાટ આપશે. તેઓ કહી રહ્યો છે કે દરેકને જીવવાનો અધિકાર છે.

6. આ વખતે તાલિબાને સૈન્ય ઉપરાંત રાજદ્વારી અને વ્યૂહાત્મક રીતે પોતાને મજબૂત બનાવ્યા છે. 1996 દરમિયાન તાલિબાને અફઘાનિસ્તાનની સરહદ ખુલ્લી છોડી દીધી હતી અને 2001માં તેમને અફઘાન અને અમેરિકન લોકો સામે હારવું પડ્યું હતું, પરંતુ આ વખતે તેમણે આ ભૂલ નથી કરી. આ વખતે સરહદો બધી બાજુથી સીલ કરી દેવાઈ છે. જેના કારણે તેઓ માત્ર ચાર-છ દિવસમાં 25-26 પ્રાંત કબજે કરી શક્યા અને તાલિબાન લડવૈયાઓ કંધાર અને કાબુલ જેવા મોટા શહેરોને ઘેરી શક્યા.

7. તાલિબાન આ વખતે જાણે છે કે મીડિયા તેની છબી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. જ્યારે છેલ્લા શાસનમાં તાલિબાનોએ મીડિયા સાથે આ રીતે વર્તન કર્યું ન હતું. આ વખતે પોતાની પહેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે મીડિયા અફઘાનિસ્તાન વિશે કવરેજ કરી શકે છે, પરંતુ તેના ઇસ્લામિક ધોરણોને ધ્યાનમાં રાખીને.

8. ગત કબ્જા દરમિયાન તાલિબાનનો ભયાનક ચહેરો સામે આવ્યો હતો. તેણે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિની નિર્દયતાથી હત્યા કરી અને તેને ઇલેક્ટ્રિક પોલ પર લટકાવી દીધા હતા. આ વખતે તાલિબાનોએ રાષ્ટ્રપતિ અશરફ ગની અને અફઘાન સૈનિકોને સામાન્ય માફી આપીને જવા દીધા છે અને વિશ્વના દેશોને બતાવવાનો પ્રયાસ કર્યો છે કે તેઓ પહેલા કરતા વધારે ઉદાર છે.

9. તાલિબાને આ વખતે સરકાર બનાવવાની વાત કરી છે. યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં નોંધવામાં આવે છે કે કોણ શાસન કરી રહ્યું છે, કોની સરકાર છે, ત્યારે તાલિબાનોએ જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં ઇસ્લામિક સરકાર રચાશે.

10. આ વખતે તાલિબાન પણ સંયુક્ત સરકાર બનાવવા માટે સંમત થયું છે અને અશરફ ગનીની પાર્ટીના લોકોને સામેલ કરવાની વાત કરી છે. તાલિબાને અફઘાનિસ્તાનની પ્રગતિની વાત કરી છે. જ્યારે ભૂતકાળમાં આવું થયું ન હતું.
Published by:Ashish Goyal
First published:

Tags: અફઘાનિસ્તાન, તાલિબાન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन