‘તે અમને મારે છે, કૂતરાને ખવડાવે છે’, તે મહિલાનું દર્દ જેને તાલિબાને મારી ગોળી, ફોડી આંખો

ખતેરા અફઘાનિસ્તાનની પૂર્વ પોલીસ કર્મી છે. તાલિબાને ગત ઓક્ટોબરમાં તેની ઘણી ખરાબ રીતે પિટાઇ કરી હતી (Pic- News18)

Taliban in Afghanistan- ન્યૂઝ 18 સાથે વાતચીતમાં મહિલાએ પોતાની દર્દ ભરી કહાની શેર કરી છે કે કેવી રીતે તાલિબાનીઓએ અફઘાનિસ્તાનના (Afghanistan Crisis)લોકો પર જુલમ કર્યો છે

 • Share this:
  નવી દિલ્હી : તાલિબાનનો (Taliban) ડર હાલના સમયે દરેક અફઘાનિસ્તાનના (Afghanistan)લોકોને છે. અફઘાની લોકો તાલિબાનનો ત્રાસ સહન કરી ચૂક્યા છે. આવામાં તેમને જે વાતનો ડર સૌથી વધારે હતો તે જ થઇ રહ્યું છે. તાલિબાન અફઘાનિસ્તાન (Taliban in Afghanistan)પર કબજો કરી ચૂક્યા છે. એક મહિલા પોતાના પતિ અને બાળકો સાથે નવેમ્બર 2020થી દિલ્હીમાં રહે છે. તાલિબાને તેમને ગોળી મારી હતી, તેની બંને આંખો ફોડી નાખી હતી. આ પછી પોતાની સારવાર કરાવવા માટે દિલ્હી આવ્યા હતા. ત્યારથી જ અહીં જ છે. તેમણે ન્યૂઝ 18 સાથે વાતચીતમાં પોતાની દર્દ ભરી કહાની શેર કરી છે કે કેવી રીતે તાલિબાનીઓએ અફઘાનિસ્તાનના લોકો પર જુલમ(Afghanistan Crisis) કર્યો છે.

  આ મહિલાનું નામ ખતેરા છે. તે 33 વર્ષની છે. તેનું કહેવું છે કે તાલિબાનની નજરોમાં મહિલા જીવિત માણસ નથી. તે મહિલાઓને ફક્ત માંસ સમજે છે. ખતેરા પર ગત વર્ષે ગજની પ્રાંતમાં તાલિબાનના લડાકોએ હુમલો કર્યો હતો. તાલિબાનીઓએ ખતેરાને ગોળી મારી હતી અને તેની બંને આંખો ફોડી નાખી હતી. ખતેરાના મતે આ હુમલો તેના પિતાએ કરાવ્યો હતો, જે પૂર્વ તાલિબાનના લડાકે હતા.

  આ પણ વાંચો - Afghanistan Crisis: અફઘાનિસ્તાનમાં સ્થિતિ બેકાબૂ, હવામાં ઉડતા પ્લેનથી 3 લોકો પટકાયા

  ખતેરા અફઘાનિસ્તાનની પૂર્વ પોલીસ કર્મી છે. તાલિબાને ગત ઓક્ટોબરમાં તેની ઘણી ખરાબ રીતે પિટાઇ કરી હતી. તે સમયે તે બે મહિનાની ગર્ભવતી હતી. કામ પરથી ઘરે પાછા ફરતી વખતે ત્રણ તાલિબાની લડાકોએ તેને રોકી હતી. તેમણે પહેલા આઈડીની તપાસ કરી હતી. પછી તેને ઘણી વખત ગોળી મારી હતી. તેના શરીરના આઠ ભાગમાં ગોળીઓ લાગી હતી અને ઘણા સ્થળે ચપ્પુથી હુમલો કર્યો હતો. જ્યારે તે ભાનમાં આવી તો તેની આંખોમાં ચાકુથી વાર કર્યો હતો અને મરવા માટે છોડી દીધી હતી.

  ખતેરાએ કહ્યું કે તે (તાલિબાન) પહેલા અમને પ્રતાડિત કરે છે અને પછી સજાના નમૂનાના રૂપમાં દેખાડવા માટે અમારા શરીરને છોડી દે છે (Pic- News18)


  ખતેરાએ કહ્યું કે તે (તાલિબાન) પહેલા અમને પ્રતાડિત કરે છે અને પછી સજાના નમૂનાના રૂપમાં દેખાડવા માટે અમારા શરીરને છોડી દે છે. ક્યારેક ક્યારેક અમારા શરીર કૂતરાને ખવડાવવામાં આવે છે. હું ભાગ્યશાળી છું કે તેમનાથી બચી ગઈ.

  ગત સપ્તાહે દિલ્હીના લાજપત નગર વિસ્તારમાં કસ્તુરબા નિકેતને પોતાની નિયમિત હલચલ ગુમાવી દીધી છે. અફઘાનિસ્તાનથી આવેલા શરણાર્થીઓથી વસેલા આ વિસ્તારની ચમક સતત ડરના કારણે ખતમ થઇ ગઈ છે. રવિવારે અહીંથી લોકો અફઘાનિસ્તાનમાં રહેલા પોતાના લોકો સાથે વાતચીત કરવા માટે ફોન કોલ કરતા રહ્યા. જોકે તેમને સફળતા મળી ન હતી.
  Published by:Ashish Goyal
  First published: