Home /News /national-international /

Video: હેલિકોપ્ટર પરથી લટકાઈ અને તાલિબાની લડાકુએ મહત્ત્વના સ્થળો પર લહેરાવ્યા ધ્વજ

Video: હેલિકોપ્ટર પરથી લટકાઈ અને તાલિબાની લડાકુએ મહત્ત્વના સ્થળો પર લહેરાવ્યા ધ્વજ

અમેરિકી મદદગારને તાલિબાને આપ્યું ક્રૂર મોત, USના હેલિકોપ્ટર પર લાશને લટકાવીને ફેરવી (તસવીર - સોશિયલ મીડિયા)

Afghanistan latest update- અફઘાનિસ્તાનમાં ફરી 20 વર્ષ જૂની પરિસ્થિતિ થઇ ગઇ છે. તાલિબાને (Taliban) હવાઇ ફાયરિંગ સાથે અમેરિકાના પરાજય અને સૈનિકોની વાપસીની ઉજવણી કરી, આ બધાની વચ્ચે તાલિબાનની ઉજવણીનો એક હેવાનિયત ભર્યો વીડિયો સામે આવ્યો છે

વધુ જુઓ ...
    કાબુલ : કંધારથી બ્લેક હોક હેલિકોપ્ટર પર એક માણસ લટકતો દેખાતો એક વિડિયો વાયરલ થયો છે અને તે માત્ર સોશિયલ મિડિયા પર જ નહીં પરંતુ મિડિયામાં પણ ઘણી સનસનાટી મચાવી રહ્યો છે. લોકોએ આ વિડિયોને શેર કરીને દાવો કર્યો હતો કે તે અફઘાનો પર તાલિબાનની ક્રૂરતાનું બીજું ઉદાહરણ દર્શાવે છે, “તાલિબાન દ્વારા અમેરિકાનું સમર્થન કરનારની હત્યા કરી હેલિકોપ્ટરમાં લટકાવ્યો.”  આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો શેર કરવામાં આવી રહ્યો છે. લોકો સવાલ પૂછી રહ્યા છે કે આ હેલિકોપ્ટરને કોણ ઉડાવી રહ્યું છે? શું તાલિબાનના લડાકે એટલા ટ્રેન્ડ છે જે અમેરિકાના સૌથી પ્રસિદ્ધ હેલિકોપ્ટરને ઓપરેટ કરી શકે. આ પહેલા પણ ઘણા વીડિયો અને તસવીરોમાં તાલિબાની લડાકે અફઘાન સેનાના હેલિકોપ્ટર્સ અને જહાજો સાથે જોવા મળી ચૂક્યા છે.  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે.

    વાયરલ વિડિયોમાં બ્લેક હોક હેલિકોપ્ટર સાથે લટકતો જોવા મળતો માણસ જીવંત છે અને તે તાલિબાની સૈનિક હતો જે કંધાર પ્રાંતીય સરકારી ભવનના પરિસરમાં ધ્વજ ફરકાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

    અફઘાનિસ્તાનના પત્રકાર બિલાલ સરવરીએ તેમના ઓફિશીયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કર્યું હતુ અને જણાવ્યુ હતુ કે, “તેમણે હેલિકોપ્ટર ઉડાવતા પાયલોટ સાથે વાત કરી છે અને તેમણે તેમને પુષ્ટિ આપી છે કે વિડિયોમાં દેખાતો માણસ ખરેખર એક તાલિબાની હતો જે એક પોસ્ટ પર ધ્વજ ફરકાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.”

    તાલિબાનની શીર્ષ પ્રવક્તા જબીહુલ્લા મુજાહિદે મંગળવારે કાબુલ એરપોર્ટના રનવે પર પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન મુજાહિદે અફઘાનિસ્તાનીઓને અભિનંદન પાઠવ્યા હતા. મુજાહિદે કહ્યું કે અફઘાનિસ્તાનને અભિનંદન. આ જીત બધાની જીત છે. અફઘાનિસ્તાનીઓની જીત છે.



    આ પણ વાંચો - US સૈનિકો જતા જ રંગ બતાડવા લાગ્યા તાલિબાન, પંજશીરમાં કર્યો હુમલો, ઘણા લડાકે ઢેર

    અમેરિકાએ આતંકવાદ સામે યુદ્ધ દરમિયાન અફઘાન સેનાને અરબો ડોલરના હથિયાર આપ્યા હતા. જેમાં હવાઇ જહાજ, ઈંબરર ઇએમબી 314 સુપર ટુકાનો લાઇટ એરક્રાફ્ટ, બ્લેક હોક હેલિકોપ્ટર, એમડી-530 એફ હેલિકોપ્ટર, સેસેના 208 જહાજ, બેલ યૂએચ-1 હેલિકોપ્ટર સામેલ છે. આ બધા હવે તાલિબાનના કબજામાં છે. જોકે એક્સપર્ટ્સનો મત છે કે તાલિબાન પાસે તેને ઉડાડવાની ક્ષમતા નથી.

    અમેરિકી અધિકારીઓનો દાવો છે કે તાલિબાને અફઘાનિસ્તાન પર કબજા પછી 28 બિલિયન ડોલરના હથિયારને જપ્ત કર્યા છે. આ હથિયાર અમેરિકાએ 2002 અને 2017 વચ્ચે અફઘાન બળોને આપ્યા હતા.

    હજારા સમુદાય પર તાલિબાનનો જુલમ

    હજારા સમુદાય સાથે જોડાયેલા કાર્યકર્તાઓનો દાવો છે કે હજારાની વધારે વસ્તીવાળા જિલ્લા દાયકુંદીમાં તાલિબાને નજીબા લાઇબ્રેરી અને કોમ્પ્યુટર લેબમાં તોડફોડ અને લૂટપાટ કરી છે. હજારા પત્રકાર બશીર અહંગના મતે આ લાઇબ્રેરીમાં સ્થાનીય હજારા યુવતીઓ અને યુવકો અભ્યાસ કરતા હતા.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: US Forces, અફઘાનિસ્તાન, તાલિબાન

    આગામી સમાચાર