કંધાર : અફઘાનિસ્તાનની 85 ટકા જમીન પર કબજો મેળવી ચુકેલું તાલિબાન (Taliban)દિવસેને દિવસે પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે. તાલિબાન રોજ અફઘાનિસ્તાનની (Afghanistan)સેનાની ચોકીઓ પર કબજો કરી રહ્યા છે. પાકિસ્તાન સાથે જોડાયેલી આવી એક ચોકી પર કબજો કરવા જ્યારે તાલિબાનના આતંકી પહોંચ્યા તો તેમના નસીબ ચમકી ગયા હતા. તેમને 3 અબજ પાકિસ્તાની રૂપિયા (300 કરોડ)મળ્યા છે. પાકિસ્તાની મીડિયા જિયો ન્યૂઝના મતે તાલિબાનના પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદે સ્ટેટમેન્ટ જાહેર કરીને આ વાત કબૂલી છે. ઘટના કંધાર જિલ્લાના વોલ્ડાકમાં પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર ક્રોસિંગ પર બનેલી ચેક પોસ્ટની છે. જિયો ન્યૂઝના મતે તાલિબાનીઓને પોતાની તરફ આવતા જોઈને અફઘાનિસ્તાનની સેના ચેક પોસ્ટ છોડીને ભાગી ગઇ હતી.
ચોકી પર કબજો જમાવતા જ તાલિબાનીઓએ સૌથી પહેલા અફઘાનિસ્તાનનો ઝંડો હટાવ્યો અને પોતાના ઝંડો લગાવ્યો હતો. આ ચોકીને રણનિતીક રીતે ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અહીંથી અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની બોર્ડરને આસાનીથી ક્રોસ કરી શકાય છે. તેને બોલ્ડાક-ચમન કંધાર રોડ કહેવામાં આવે છે. હવે તેના પર તાલિબાનનો કબજો થઇ ગયો છે.
પાકિસ્તાનની સેનાએ કન્ફોર્મ કરી દીધું છે કે ચોકી પર તાલિબાનનો કબજો થઇ ગયો છે. અફઘાનિસ્તાનના રક્ષા મંત્રાલયે પણ આ ઘટના પર નિવેદન જાહેર કર્યું છે. તેમનું કહેવું છે કે તેમની ઘટના પર નજર છે.
" isDesktop="true" id="1114587" >
પાકિસ્તાનની જિયો ન્યૂઝના મતે આતંકીઓના હાથે જે પૈસા લાગ્યા છે તે સ્મગલર્સ પાસેથી લેવામાં આવ્યા છે. જ્યારે પણ આ રુટ પર કોઇ સ્મગલર પકડાઈ જતો તો અફઘાનિસ્તાનના સૈનિકો તેમની પાસેથી લાંચ લઇને જવા દેતા હતા.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર