CNNની મહિલા પત્રકારનો આ વીડિયો દર્શાવે છે કાબૂલની પરિસ્થિતિ, તેને પણ રિપોર્ટિંગ છોડી ભાગવું પડ્યું

મહિલા રિપોર્ટરે પર તાલિબાની યુવકે ઉઠાવ્યા હથિયાર

CNNની મહિલા રિપોર્ટર અમેરિકા અને અફઘાનિસ્તાનનાં (Afghanistan Crisis) કાબૂલ એરપોર્ટ સુધી પહોંચવા પર આવતી મુશ્કેલીઓ પર રિપોર્ટિંગ કરતી હતી. આ રિપોર્ટમાં મહિલા પત્રકાર જણાવે છે કે, કેવી રીતે તાલિબાન યુવક ગોળીઓ અને હિંસાની સાથે એરપોર્ટ સુધી પહોંચવાનાં તમામ રસ્તા પર અવરોધ લાવવાનો પ્રયાસ કરે છે. આ કારણે તાલિબાનનાં કેટલાંક યુવકો મહિલા રિપોર્ટથી નારાજ હતાં

  • Share this:
    કાબુલ: અફઘાનિસ્તાનમાં (Afghanistan-taliban news) તાલિબાનની સત્તા પર કબ્જો કરતા જ અફરાતફરી અને ડરનો માહોલ છવાઇ ગયો છે. લોકો પોતાનો જીવ બચાવવા માટે કોઇપણ ભોગે અફઘાનિસ્તાન છોડવાં તૈયાર છે. જોકે, તાલિબાનનાં (Afghanistan Crisis) મોટા માથાનાં નેતાઓ લોકો અને મીડિયાને વારંવાર એવો વિશ્વાસ અપાવી રહ્યાં છે કે, તેમને ડરવાની જરૂર નથી તેઓ સંપૂર્ણ સુરક્ષિત છે. આ માત્ર એક દેખાડો છે અને તેઓ સતત પત્રકારોને બંદુક બતાવી ડરાવે- ધમકાવે છે.

    આ પણ વાંચો-Afghanistan Crisis: યુવતીઓના ટુકડા કરી કૂતરાઓને ખવડાવે છે Taliban, જીવતી બચેલી મહિલાની આપવીતી

    અમેરિકન ન્યૂઝ ચેનલ CNNની મહિલા રિપોર્ટર (CNN Female Reporter)ક્લેરિસા વોર્ડ જ્યારે અફઘાનિસ્તાનની પરિસ્થિતિનો ચિતાર દર્શાવતી રિપોર્ટિંગ કરતી હતી ત્યારે ત્યાં એક તાલિબાની યુવક પહોંચી જાય છે અને તેની ટીમને રોકવાનો પ્રયાસ કરવાં લાગે છે. ન ફક્ત તેની સાથે વાત કરવાની ના પાડે છે પણ રિપોર્ટર અને તેનાં ક્રૂને પણ શૂટ કરતાં રોકવાનો પ્રયાસ કરે છે.



    જ્યારે મહિલા રિપોર્ટર નથી માનતી તો તાલિબાની યુવક તેને ડરાવવાં અને ધમકાવવાનો પ્રયાસ કરે છે. અને હથિયાર ઉઠાવી લે છે. જે બાદ CNNની રિપોર્ટરે રિપોર્ટિંગ છોડીને ભાગવું પડે છે. તેનું મુખ્ય કારણ છે CNNની મહિલા રિપોર્ટર અમેરિકા અને અફઘાનિસ્તાનનાં કાબૂલ એરપોર્ટ સુધી પહોંચવા પર આવતી મુશ્કેલીઓ પર રિપોર્ટિંગ કરતી હતી. આ રિપોર્ટમાં મહિલા પત્રકાર જણાવે છે કે, કેવી રીતે તાલિબાન યુવક ગોળીઓ અને હિંસાની સાથે એરપોર્ટ સુધી પહોંચવાનાં તમામ રસ્તા પર અવરોધ લાવવાનો પ્રયાસ કરે છે. આ કારણે તાલિબાનનાં કેટલાંક યુવકો મહિલા રિપોર્ટથી નારાજ હતાં.



    મહિલા રિપોર્ટરે ચેનલને જણાવ્યું કે, તે અંદાજો નથી લગાવી શકતો કે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આ પ્રકારે ખરાબ હાલત છે. જે વીડિયો આ ચેનલ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે તેમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, તાલિબાની યુવકોનાં હાથમાં AK47 બંદુક છે અને તેઓ તેને રોકવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
    Published by:Margi Pandya
    First published: