કાબુલ. અફઘાનિસ્તાનમાં (Afghanistan) તાલિબાને (Taliban) ઘોષણા કરી છે કે મુલ્લા હૈબતુલ્લાહ અખુંદજાદા (Mullah Hibatullah Akhundzada) તેમના સર્વોચ્ચ નેતા હશે. TOLO Newsના એક રિપોર્ટ મુજબ, તાલિબાને આ જાણકારી આપી છે કે અખુંદજાદાના માર્ગદર્શન મુજબ એક વડાપ્રધાન કે રાષ્ટ્રપ્રમુખ દેશ ચલાવશે. તાલિબાનના સાંસ્કૃતિક આયોગના સભ્ય અનામુલ્લા સમાંગાનીએ કથિત રીતે કહ્યું કે, અખુંદજાદા નવી સરકારના નેતા પણ હશે. pajhwok.com વેબસાઇટે તાલિબાનના રાજનીતિક કાર્યાલયના નેતા શેર મોહમ્મદ અબ્બાસ સ્ટાનિજકઈના (Sher Mohammad Abbas Stanikzai ) હવાલાથી જણાવ્યું કે, ઈસ્લામિક અમિરાત (Islamic Emirate) આગામી બે દિવસમાં પોતાની નવી સરકારની ઘોષણા કરશે.
સૂત્રોએ પહેલા CNN-News18ને જણાવ્યું હતું કે, તાલિબાની (Talibani), ઈરાન મોડલના આધાર પર સરકાર બની રહી છે. તેમાં એક ઈસ્લામી ગણરાજ્ય (Islamic republic) હશે જ્યાં સર્વોચ્ચ નેતા રાજ્યના પ્રમખ હોય છે. તેઓ સર્વોચ્ચ ધાર્મિક અને રાજકીય વ્યક્તિ પણ હશે. ત્યાં સુધી કે તેઓ રાષ્ટ્રપ્રમુખથી પણ ઉપર હશે.
TOLO News મુજબ, સમાંગાનીએ જણાવ્યું કે, નવી સરકાર પર ચર્ચા-વિચારણા લગભગ થઈ ગઈ છે અને કેબિનેટ વિશે આવશ્યક ચર્ચા પણ થઈ ચૂકી છે. અમે જે ઈસ્લામી સરકારની ઘોષણા કરીશું તે લોકો માટે મોડલ હશે. સરકારમાં કમાન્ડર (અખુંદજાદા)ની ઉપસ્થિતિ પર કોઈ સંદેહ નથી. તેઓ સરકારના નેતા હશે અને તેમની સામે કોઈ સવાલ નહીં જોઈએ.
અખુંદજાદા ક્યારેય સામે નથી આવ્યા અને તેમના ઠેકાણાઓ વિશે પણ કોઈ ખાસ જાણકારી નથી. માનવામાં આવી રહ્યું છે કે નવી સરકારમાં તેઓ કંધારથી કામ કરશે. આ દરમિયાન, બિનસત્તાવાર રિપોર્ટ મુજબ, આગામી સરકારમાં એક વડાપ્રધાનનું પદ પણ હશે. તાલિબાન પહેલા જ વિભિન્ન પ્રાંતો અને જિલ્લાઓ માટે ગવર્નર, પોલીસ પ્રમુખ અને પોલીસ કમાન્ડર નિયુક્ત કરી ચૂક્યું છે.
તાલિબાનના એક સભ્ય અબ્દુલ હનાન હક્કાનીએ જણાવ્યું કે, ઈસ્લામિક અમીરાત દરેક પ્રાંતમાં સક્રિય છે. પ્રત્યેક પ્રાંતમાં એક ગગર્નરે કામ કરવાનું શરુ કરી દીધું છે. દરેક જિલ્લા માટે એક જિલ્લા ગવર્નર અને પ્રાંતમાં એક પોલીસ પ્રમુખ છે જે લોકો માટે કામ કરી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર