Talibanનો મોટો દાવો- અફઘાનિસ્તાનના બીજા સૌથી મોટા શહેર કંધાર પર કર્યો કબજો

તાલિબાન અત્યાર સુધી 34 પ્રાંતીય રાજધાનીમાંથી 12 પર કબજો કરી ચૂક્યું છે. (તસવીર-AP)

Taliban Captures Kandahar: કંધાર શહેર એક સમયે તાલિબાનનો ગઢ હતો અને તે મુખ્ય વેપારી કેન્દ્ર અને વ્યૂહાત્મક રીતે મહત્વ્છપૂર્ણ છે

  • Share this:
    કાબુલ. અફઘાનિસ્તાન (Afghanistan)થી અમેરિકા અને નાટો સેનાઓની વાપસીની વચ્ચે તાલિબાન (Taliban)ની તાકાત સતત વધતી જઈ રહી છે. તાલિબાને હવે દાવો કર્યો છે કે તેણે દેશના બીજા સૌથી મોટા શહેર કંધાર પર કબજો (Taliban Captures Kandahar) કરી દીધો છે. તેને તાલિબાનની મોટી જીત તરીકે જોવામાં આવી રહી છે. નોંધનીય છે કે, આ શહેર એક સમયે તાલિબાનનો ગઢ હતો અને તે મુખ્ય વેપારી કેન્દ્ર અને વ્યૂહાત્મક રીતે મહત્વ્ પૂર્ણ છે. આ દરમિયાન સંયુક્ત રાજ્ય અમેરિકા (USA)એ કહ્યું કે, તેઓ અમેરિકન એમ્બસીથી કર્મચારીઓને બહાર કાઢવામાં મદદ કરવા માટે લગભગ 3,000 સૈનિકોને અફઘાનિસ્તાન મોકલી રહ્યા છે.

    તાલિબાનના એક પ્રવક્તાએ ઓફિશિયલ એકાઉન્ટ પર ટ્વીટ કર્યું કે, કંધાર (Kandahar Captured by Taliban) સંપૂર્ણપણે જીતી લેવામાં આવ્યું છે. મુજાહિદીન શહેરના શહીદ ચોક પર પહોંચી ગયા છે. બીજી તરફ, બીબીસીએ સૂત્રોના હવાલાથી દાવો કર્યો છે કે, હેલમંદ પ્રાંતની રાજધાની દક્ષિણી શહેર લશ્કર ગાહ (Lashkar Gah)ને પણ આતંકવાદીઓએ પોતાના કબજામાં કરી લીધું છે, જોકે હજુ સુધી તેની પુષ્ટિ નથી થઈ.

    હેરાત ઉપર પણ કબજો

    આ પહેલા ગુરુવારે કાબુલના નજીકના સામરિક રીતે મહત્ત્વપૂર્ણ વધુ એક પ્રાંતીય રાજધાની અને દેશના ત્રીજા સૌથી મોટા શહેર હેરાત ઉપર તાલિબાને કબજો કરી દીધો હતો. તાલિબાન અત્યાર સુધી 34 પ્રાંતીય રાજધાનીઓમાંથી 12 પર કબજો કરી ચૂક્યું છે. હેરાત પર કબજો તાલિબાન માટે અત્યાર સુધીની સૌથી મોટી સફળતા છે. પ્રત્યક્ષદર્શીઓ મુજબ, એક સરકારી ઈમારતથી ભીષણ ગોળીબારના અવાજો આવ્યા જ્યારે તાલિબાનના કબજામાં આવ્યા બાદી શહેરના ઘણા હિસ્સામાં શાંતિ છે. બીજી તરફ, ગજની પર તાલિબાના કબજાની સાથે અફઘાનિસ્તાનની રાજધાનીને દક્ષિણ પ્રાંતો સાથે જોડનારા એક અગત્યનો રાજમાર્ગ કપાઈ ગયો છે.

    કાબુલે શાંતિ બહાલ કરવા માટે તાલિબાનને સત્તા શેર કરવાનો પ્રસ્તાવ આપ્યો

    નોંધનીય છે કે, અફઘાન સરકારના(Afghanistan government) મધ્યસ્થોએ દોહામાં થયેલી શાંતિ વાર્તા દરમિયાન તાલિબાન (Taliban)સમક્ષ સત્તા શેર કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. ન્યૂઝ એજન્સી એએફપીમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે દેશમાં હિંસા (violence)રોકવા માટે સરકારે મધ્યસ્થની ભૂમિકા ભજવી રહેલા કતરને પ્રસ્તાવ આપ્યો છે. જે પ્રમાણે દેશમાં શાંતિ બહાલ કરવાની અવેજમાં તાલિબાનને સત્તા શેર કરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. તાલિબાને છેલ્લા કેટલાક દિવસોમાં મોટા ભાગ પર કબજો કરી લીધો છે. તેમની તરફથી કોઇ પ્રતિક્રિયા મળી નથી.

    આ પણ વાંચો, Kashmir News: પાકિસ્તાન સમર્થિત આતંકવાદી કાશ્મીરમાં મોટા હુમલાની ફિરાકમાં, સુરક્ષાબળો સતર્ક

    કાબુલને 30 દિવસોમાં અલગ થલગ કરી દેશે તાલિબાન

    અમેરિકી ગુપ્તચર સંસ્થાના રિપોર્ટ પ્રમાણે તાલિબાન આગામી 30 દિવસોમાં કાબુલને અલગ-થલગ કરી શકે છે અને 90 દિવસોની અંદર આખા દેશ પર કબજો કરી લેશે. અફઘાન દળોનું જે ખરાબ રીતે પતન થઇ રહ્યું છે તેને જોતા સવાલ ઉભો થઇ રહ્યો છે કે અમેરિકી સુરક્ષા વિભાગે યુદ્ધ, સેના પ્રશિક્ષણ અને પુનનિર્માણમાં જે 830 બિલિયન ડોલરનો ખર્ચ કર્યો તે ક્યાં ગયા.
    Published by:Mrunal Bhojak
    First published: