અફઘાનિસ્તાનની 6 પ્રાંતિય રાજધાની પર તાલિબાનનો કબજો, ભારતે પોતાના નાગરિકોને પાછા બોલાવ્યા

અફઘાનિસ્તાનની 6 પ્રાંતિય રાજધાની પર તાલિબાનનો કબજો (AP)

Indian Diplomats- આ અંતર્ગત અફઘાનિસ્તાનના (Afghanistan)ઉત્તરી શહેર મજાર-એ-શરીફથી નવી દિલ્હી માટે મંગળવારે એક વિશેષ ફ્લાઇટ રવાના થવાની છે

 • Share this:
  નવી દિલ્હી/કાબુલ : અફઘાનિસ્તાનમાં (Afghanistan)તાલિબાનના (Taliban)વધી રહેલા પ્રભાવથી સ્થિતિ ખરાબ થઇ રહી છે. તાલિબાને અત્યાર સુધી 6 પ્રાંતીય રાજધાનીઓ પર કબજો કરી લીધો છે. આ દરમિયાન ભારત સરકારે અફઘાનિસ્તાનના ચોથા મોટા શહેર મજાર-એ-શરીફથી પોતાના ડિપ્લોમેટ્સ (Indian Diplomats)અને નાગરિકોને સુરક્ષિત બહાર લાવવાનો નિર્ણય કર્યો છે. આ અંતર્ગત અફઘાનિસ્તાનના ઉત્તરી શહેર મજાર-એ-શરીફથી નવી દિલ્હી માટે મંગળવારે એક વિશેષ ફ્લાઇટ રવાના થવાની છે.

  અફઘાનિસ્તાનના બાલ્ખ અને તખાર પ્રાંતમાં તાલિબાન લડાકો અને અફઘાન સુરક્ષાબળો વચ્ચે વધી રહેલી ઝડપ વચ્ચે આ નિર્ણય કરવામાં આવ્યો છે. તાલિબાને હાલમાં જ ઉત્તરી બાલ્ખના નવા વિસ્તારો પર કબજો જમાવી લીધો હતો. હવે તેમનો ટાર્ગેટ મજાર-એ-શરીફ છે. તે બાલ્ખ પ્રાંતની રાજધાની અને અફઘાનિસ્તાનનું ચોથું સૌથી મોટું શહેર છે.

  આ પણ વાંચો - UNSC બેઠકમાં બોલ્યા PM મોદીઃ આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે સમુદ્રી માર્ગનો દુરુપયોગ થઈ રહ્યો છે

  દૂતાવાસે શેર કર્યા નંબર

  મજાર-એ-શરીફમાં ભારતના વાણિજ્ય દૂતાવાસે તેની જાણકારી આપી છે. વાણિજ્ય દૂતાવાસે જાણકારી આપી તે જે પણ ભારતીય નાગરિક વિશેષ વિમાનથી અફઘાનિસ્તાન છોડવા માંગે છે તે તાત્કાલિક પોતાનું નામ, પાસપોર્ટ નંબર, એક્સપાયરી ડેટ સાથે વોટ્સએપ કરી દે. આ માટે દૂતાવાસે 0785891303 અને 0785891301 નંબર શેર કર્યા છે.

  આ પણ વાંતો - સમગ્ર દેશમાં હવે એક નંબર ડાયલ કરતા જ મળી જશે LPG કનેક્શન, મિસ્ડ કોલ કરીને ભરાવો સિલિન્ડર, જાણો સમગ્ર પ્રોસેસ

  તાલિબાની લડાકોની એબકમાં એન્ટ્રી

  આ પહેલા તાલિબાને સમાંગન પ્રાંત પર કબજો કરી લીધો છે. અહીંના ડિપ્ટી ગર્વનર સેફતુલ્લાહ સમાંગાનીએ કહ્યું કે બહારી વિસ્તારમાં હપ્તા સુધી થયેલી ઝડપ પછી સમુદાયના ઘરડાઓએ અધિકારીઓને શહેરને વધારે હિંસાથી બચાવવાની વિનંતી કરી હતી. આ પછી વિદ્રોહીઓએ લડાઇ વગર એબકમાં પ્રવેશ કર્યો છે. સમાંગાનીએ કહ્યું કે ગવર્નરે શહેરમાંથી બધા દળોને પાછા બોલાવી લીધા છે. અહીં તાલિબાનનું પુરુ નિયંત્રણ થઇ ગયું છે.

  તાલિબાને દેશના બહારી ભાગો પર કબજા પછી હવે પ્રાંતોની રાજધાનીઓ તરફ વધવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા 5 દિવસોમાં તાલિબાને ઉત્તરમાં કુંદૂજ, સર એ પોલ અને તાલોકાન પર કબજો કર્યો છે. આ શહેર પોતાના જ નામના પ્રાંતની રાજધાનીઓ છે. દક્ષિણમાં ઇરાનની સરહદ સાથે લાગેલી નિમરોજ પ્રાંતની રાજધાની જરાંજ ઉપર પણ કબજો કરી લીધો છે.
  Published by:Ashish Goyal
  First published: