એજાઝ અહેમદને જાન્યુઆરીમાં ભારતે આતંકવાદી જાહેર કર્યો હતો. (તસવીર- ન્યૂઝ18)
ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી એજાઝ અહેમદ અહનગરને તાલિબાનીઓએ મારી દીધો છે. તેનુ મૃત્યુ અફઘાનિસ્તાનમાં થયુ છે. જ્યાંથી તે ભારત વિરોધી પ્રવૃત્તિઓનું કાવતરું પણ ઘડતો હતો. ભારતીય ગુપ્તચર એજન્સીઓએ એજાઝના મોતની પુષ્ટિ કરી છે.
કાબુલ : ભારત માટે સૌથી ખતરનાક આતંકવાદીઓમાંનો એક જેહાદી કમાન્ડર એજાઝ અહમદ અહનાગર (Afghanistan)અફઘાનિસ્તાનમાં મૃત્યુ પામ્યો છે. એજાઝ અહેમદ ઈસ્લામિક સ્ટેટ માટે કામ કરતો હતો જેમાં તેણે કાબુલ અને જલાલાબાદમાં ભારતીય સમુદાયો પર હુમલાઓ કર્યા હતા.
તેના મૃત્યુ અંગે તાલિબાન તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી, પરંતુ ભારતીય સુરક્ષા દળો અને ગુપ્તચર એજન્સીઓએ દાવો કર્યો છે કે, એજાઝનું મૃત્યુ થયું છે. જોકે, એજાઝના સંબંધીઓએ પણ તેના મૃત્યુની પુષ્ટિ કરી દીધી છે. જાન્યુઆરીમાં જ ભારતીય ગૃહ મંત્રાલયે એજાઝને આતંકવાદી જાહેર કર્યો હતો.
મળતી માહિતી મુજબ, દક્ષિણ અફઘાનિસ્તાનના કુનાર વિસ્તારમાં તાલિબાન અને આઈએસના આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું, જેમાં (Aijaz Ahmad Ahanger) એજાઝ અહેમદનું મોત થયું હતું. તે કુનારમાં છુપાયો હતો.
કાશ્મીરમાં જન્મેલા ખતરનાક આતંકવાદી એજાઝ અહમદ અહગર ઉર્ફે અબુ ઉસ્માન અલ-કાશ્મીરીને સત્તાવાર રીતે વ્યક્તિગત આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. એક સૂચના દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એજાઝને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અધિનિયમ 1967 હેઠળ વ્યક્તિગત આતંકવાદી તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.
એજાઝ અહમદ અહંગર લાંબા સમયથી મોસ્ટ વોન્ટેડ હતો
1974માં (Srinagar) શ્રીનગરમાં જન્મેલા એજાઝ અહમદ અહગર જમ્મુ-કાશ્મીરમાં બે દાયકાથી વધુ સમયથી વોન્ટેડ આતંકવાદી હતો. એજાઝ અહમદ અહંગર અબુ ઉસ્માન અલ-કાશ્મીરી તરીકે પણ ઓળખાય છે. ખતરનાક આતંકવાદી એજાઝ લાંબા સમયથી જમ્મુ અને કાશ્મીરમાં વિવિધ આતંકવાદી જૂથો વચ્ચે સંકલન ચેનલ બનાવીને આતંકવાદ સંબંધિત વ્યૂહરચના ઘડી રહ્યો હતો. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર એજાઝ કાશ્મીરમાં ઉગ્રવાદને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર