અફઘાનિસ્તાનમાં હવે દાઢી વગરના સરકારી કર્મચારીઓ ઓફિસમાં પ્રવેશી શકશે નહીં
જો કે, The Ministry Of Promotion Of Virtue And Preventionએ સરકારી કર્મચારીઓને ગેટ પર રોકવાના સમાચારને નકારી કાઢ્યા છે. મંત્રાલયના પ્રવક્તા મુહમ્મદ સાદિક અકીફે જણાવ્યું હતું કે નાણા મંત્રાલયના સ્ટાફ સભ્યોને વર્ચ્યુના પ્રતિનિધિઓ અને ઉપરાષ્ટ્રપતિ દ્વારા સૂચનાઓ અને ભલામણો માટે અટકાવવામાં આવ્યા હતા.
અફઘાનિસ્તાનમાં (Afghanistan) હવે દાઢી વગરના સરકારી કર્મચારીઓ ઓફિસમાં પ્રવેશી શકશે નહીં. જણાવવામાં આવી રહ્યું છે કે સોમવારે અફઘાનિસ્તાનમાં દાઢી વગરના સરકારી કર્મચારીઓને તેમની ઓફિસમાં આવવાથી રોકી દેવામાં આવ્યા હતા. 'ધ ખામા પ્રેસ' (The Khaama Press) અનુસાર, પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે અફઘાનિસ્તાનના ઇસ્લામિક અમીરાતના સદ્ગુણ અને નિવારણ મંત્રાલયના પ્રતિનિધિઓએ નાણા મંત્રાલયના કર્મચારીઓને ગેટ પર રોક્યા. કારણ કે તેમને દાઢી નહોતી.
તમને જણાવી દઈએ કે અગાઉ તાલિબાનના પ્રતિનિધિઓએ કેપ પહેર્યા પછી જ કર્મચારીઓને મંત્રાલયમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી. હવે આ નવો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જો કે, The Ministry Of Promotion Of Virtue And Prevention એ સરકારી કર્મચારીઓને ગેટ પર રોકવાના સમાચારને નકારી કાઢ્યા છે. મંત્રાલયના પ્રવક્તા મુહમ્મદ સાદિક અકીફે જણાવ્યું હતું કે નાણા મંત્રાલયના સ્ટાફ સભ્યોને વર્ચ્યુના પ્રતિનિધિઓ અને ઉપરાષ્ટ્રપતિ દ્વારા સૂચનાઓ અને ભલામણો માટે અટકાવવામાં આવ્યા હતા.
નિર્ણયની થઇ રહી છે નિંદા
તાલિબાનના સમર્થકોએ પણ આ નિર્ણયની નિંદા કરી છે. કારણ કે ઈસ્લામે ક્યારેય લોકોને દાઢી રાખવાની ફરજ પાડી નથી. તાલિબાને પણ અફઘાનિસ્તાનમાં હેર ડ્રેસર્સને દાઢી કપાવવા અથવા કાપવા પર પ્રતિબંધ મૂક્યો છે.
મહિલાઓ પર લગાવાયા પ્રતિબંધો
તાલિબાને ગયા ઓગસ્ટમાં અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો ત્યારથી અફઘાનિસ્તાનો અને ખાસ કરીને મહિલાઓ પર સંખ્યાબંધ પ્રતિબંધો લાદ્યા છે. તાલિબાનના વર્ચ્યુ પ્રમોશન અને વાઇસ ઓફ પ્રિવેન્શન મંત્રાલયે અગાઉ રાજધાની કાબુલની આસપાસ પોસ્ટરો જાહેર કર્યા હતા જેમાં અફઘાન મહિલાઓને ઢાંકેલા રહેવાનો આદેશ આપ્યો હતો. એટલું જ નહીં, તેણે મહિલાઓના શિક્ષણ, કામ અને લાંબી મુસાફરી પર પણ પ્રતિબંધ મૂક્યો હતો.
તાલિબાનના સંસ્કૃતિ મંત્રાલયે (Ministry of Vice and Virtue) એક ફરમાન બહાર પાડ્યું છે કે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના જાહેર ઉદ્યાનોમાં મહિલાઓ અને પુરુષો એકસાથે જઈ શકશે નહીં. તાલિબાને જાહેર ઉદ્યાનોમાં મહિલાઓ અને પુરુષોના પ્રવેશ માટે અલગ-અલગ દિવસો પણ નક્કી કર્યા છે. મહિલાઓ રવિવાર, સોમવાર અને મંગળવારે 3 દિવસ જ જઈ શકશે. બીજી તરફ, મહિલાઓને ઈસ્લામિક હિજાબ પહેરીને જ પાર્કમાં પ્રવેશ મળશે. બાકીના દિવસોમાં ફક્ત પુરુષો જ પાર્કમાં જઈ શકશે.
રવિવારે તાલિબાને વધુ એક નવું ફરમાન બહાર પાડ્યું હતું. તાલિબાને મહિલાઓને પુરૂષો વિના ફ્લાઇટમાં મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. તાલિબાનનું કહેવું છે કે દેશમાં કે બહાર ફ્લાઈટમાં મુસાફરી કરવા માટે મહિલાને કોઈ પુરુષ સંબંધી સાથે હોવું જરૂરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર