Home /News /national-international /Russia Ukraine Crisis : યુક્રેન સાથે તાઇવાનની સરખામણી કરાતા ચીન ગિન્નાયું, વિદેશ મંત્રાલયે કહ્યું- જરૂર પડશે તો..
Russia Ukraine Crisis : યુક્રેન સાથે તાઇવાનની સરખામણી કરાતા ચીન ગિન્નાયું, વિદેશ મંત્રાલયે કહ્યું- જરૂર પડશે તો..
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (AP)
China reacts on Taiwan: યુક્રેન પર રશિયાના દાવાને લઈને ચીને તાઈવાનની યુક્રેન સાથે સરખામણી કરવાના દાવાને ફગાવી દીધો છે. ચીને બુધવારે કહ્યું હતું કે તાઇવાન યુક્રેન નથી અને તે હંમેશા ચીનની મુખ્ય ભૂમિનો અટલ ભાગ રહ્યો છે.
Russia Ukraine News: યુક્રેન પર રશિયા (Ukraine & Russia)ના દાવાને લઈને ચાલી રહેલા તણાવ વચ્ચે ચીને તાઈવાન (China & Taiwan)ની યુક્રેન સાથે સરખામણી કરવાના દાવાને ફગાવી દીધો છે. ચીને બુધવારે કહ્યું હતું કે તાઇવાન યુક્રેન નથી અને તે હંમેશા ચીનની મુખ્ય ભૂમિનો અટલ ભાગ રહ્યો છે. ચીનના વિદેશ મંત્રાલયે આ પ્રતિક્રિયા આપી છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે બુધવારે કહ્યું કે તાઈવાન યુક્રેન નથી. તે હંમેશાથી ચીનનું અભિન્ન અંગ રહ્યું છે. આ એક સ્પષ્ટ કાનૂની અને ઐતિહાસિક હકીકત છે. ચુનયિંગના મતે ગૃહયુદ્ધના કારણે તાઈવાનનો મુદ્દો ચર્ચામાં રહ્યો પરંતુ ચીનની અખંડિતતા સાથે ક્યારેય બાંધછોડ થવી જોઈએ નહીં અને તેની સાથે ક્યારેય બાંધછોડ કરવામાં આવી નથી.
આ પહેલા ચીનનો ઉલ્લેખ કરતા તાઈવાનના રાષ્ટ્રપતિ સાઈ ઈંગ-વેને કહ્યું હતું કે, બહારની શક્તિઓ યુક્રેનની સ્થિતિને બગાડવાનો પ્રયાસ કરી રહી છે અને તાઈવાનના લોકોના મનોબળને અસર કરી રહી છે. તેમણે કહ્યું કે અમારી સરકાર આ મુદ્દે વધુ સતર્ક છે.
ત્યાં જ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે યુક્રેન અને તાઈવાન વચ્ચેની કોઈપણ સરખામણી દર્શાવે છે કે તાઈવાન સાથે જોડાયેલા ઈતિહાસને લઈને લોકોમાં મૂળભૂત સમજનો અભાવ છે. બેઇજિંગે સ્વ-શાસન અને લોકશાહી તાઇવાન પર સાર્વભૌમત્વનો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે જો તેને એક કરવા માટે જરૂર પડે તો તે બળનો ઉપયોગ કરવાનું ક્યારેય નકારી શકે નહીં.
ખરેખરમાં ન્યૂઝ એજન્સી રોઇટર્સના અહેવાલ મુજબ તાઇવાનના રાષ્ટ્રપતિ ત્સાઇ ઇંગ-વેને યુક્રેન સંકટ પર રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ દ્વારા રચાયેલ કાર્યકારી જૂથની બેઠક બાદ તમામ સુરક્ષા અને સૈન્ય એકમોને આદેશ આપ્યો કે, તાઇવાનની આસપાસ તેની દેખરેખ વધારી દેવી જોઇએ. જોકે સાઈએ કહ્યું કે યુક્રેન અને તાઈવાન ભૌગોલિક અને મૂળભૂત રીતે ખૂબ જ અલગ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર