Home /News /national-international /ICMRના સર્વે: કોરોના-ફ્લૂની આડમાં થઈ રહી છે આ ગંભીર બીમારી, દિલ્હીમાં સૌથી વધુ દર્દીઓ

ICMRના સર્વે: કોરોના-ફ્લૂની આડમાં થઈ રહી છે આ ગંભીર બીમારી, દિલ્હીમાં સૌથી વધુ દર્દીઓ

ઉધરસ, તાવ એ માત્ર વાયરલ અને કોરોનાના લક્ષણો નહી, પરંતુ તે ટીબીના લક્ષણો પણ હોઈ શકે છે.

TB Prevalence in India: નેશનલ ટીબી પ્રિવેલન્સ સર્વે ઈન્ડિયા 2019-2021 એ જાહેર કર્યું છે કે, છેલ્લા 15 વર્ષોમાં, પલ્મોનરી ટીબી પ્રતિ લાખ લોકોમાં 316 થઈ ગયો છે. પલ્મોનરી ટીબીના સૌથી વધુ દર્દીઓ દિલ્હીમાં જોવા મળ્યા છે. અહીં પ્રતિ લાખ લોકો દીઠ 534 પલ્મોનરી ટીબીના દર્દીઓ છે, જ્યારે કેરળમાં, દર લાખ લોકો દીઠ 115 લોકોમાં સૌથી ઓછા જોવા મળે છે.

વધુ જુઓ ...
Coronavirus-Flu-TB:  કોરોનાના કેસ ફરી એકવાર વધવા લાગ્યા છે, જોકે, તેની સાથે ઈન્ફલ્યુએન્ઝા વાયરસ અને વાયરલ ઈન્ફેક્શન પણ થોડા સમયથી ઝડપથી ફેલાઈ રહ્યા છે. વાયરસના કારણે ફેલાતા આ તમામ શ્વસન રોગોના લક્ષણો પણ લગભગ સમાન છે. જોકે, ફ્લૂ હોય કે, કોરોના, આ રોગોની આડમાં એક ગંભીર બીમારી પણ લોકોને સંક્રમિત કરી રહી છે. આ રોગ ફેફસાંનો ટીબી એટલે કે ફેફસાંનો ક્ષય રોગ છે. તાજેતરમાં પ્રકાશિત ICMRના નેશનલ ટીબી પ્રિવલેન્સ સર્વે ઈન્ડિયા 2019-21માં આ વાત બહાર આવી છે.

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ, દિલ્હીના માઇક્રોબાયોલોજી વિભાગમાં ક્ષય રોગ વિભાગ (All India Institute of Medical Sciences)ના ઈન્ચાર્જ પ્રોફેસર ડો. ઉર્વશી બી. સિંહ કહે છે કે, ICMRના સર્વેમાં સૌથી મોટી વાત સામે આવી છે. જે લોકોને ટીબીના લક્ષણો હતા, તે દર્દીઓએ આ લક્ષણોની અવગણના કરી. જેના કારણે ટીબીનો ચેપ વધી ગયો અને રોગમાં ફેરવાઈ ગયો. કોરોના અને ફ્લૂની આડમાં ફેફસાના ટીબીના રોગમાં વધારો થયો છે. આ તમામ રોગોના લગભગ સમાન લક્ષણોને કારણે આવું બન્યું છે.

આ મુખ્ય લક્ષણો છે

ડો. ઉર્વશી સિંહ કહે છે કે, કોરોના વાયરસ સહિત ઈન્ફલ્યુએન્ઝા ફ્લૂના લક્ષણોમાં જોવામાં આવ્યું છે કે, કોરોના કે ફ્લૂ મટી ગયા પછી પણ દર્દીઓમાં ઘણા અઠવાડિયા સુધી ઉધરસ રહે છે. થાક પણ છે. પલ્મોનરી ટીબીના લક્ષણો જોતા, બે અઠવાડિયાથી વધુ સમય સુધી ઉધરસ રહે છે. આવી સ્થિતિમાં, લોકો ઉધરસને કોવિડ અથવા ફ્લૂથી થતી સમસ્યા સમજીને અવગણતા રહે છે. આ સ્થિતિમાં ટીબીના ચેપને કારણે રોગ આગળ વધે છે.

આ પણ વાંચો : Pakમાં હવે ખ્રિસ્તી વ્યક્તિની હત્યા, અગાઉ હિન્દુ ડૉક્ટર, શીખ દુકાનદારની પણ કરવામાં આવી હત્યા, લઘુમતીઓ મુકાયાં મુશ્કેલીમાં

ટીબીમાં હળવો તાવ પણ છે, જે થાક અથવા ગરમી જેવો દેખાય છે, જેને લોકો કોરોના અથવા ફ્લૂની આડ અસર માને છે. એટલા માટે લોકોએ ખૂબ ધ્યાન આપવાની જરૂર છે કે જ્યારે પણ લાળ સાથેની ઉધરસ બે અઠવાડિયાથી વધુ હોય, તો વિલંબ કર્યા વિના, ટીબી ટેસ્ટ કરાવો. ટેસ્ટ કરાવવામાં કોઈ નુકસાન નથી, પરંતુ ચોક્કસ ફાયદો એ છે કે જો સમય પહેલાં રોગની ઓળખ થઈ જાય તો વધુ સારી સારવાર શક્ય છે.

સૌથી વધુ દર્દીઓ દિલ્હીમાં જોવા મળ્યા છે

નેશનલ ટીબી પ્રિવેલન્સ સર્વે ઈન્ડિયા 2019-2021 એ જાહેર કર્યું છે કે, છેલ્લા 15 વર્ષોમાં, પલ્મોનરી ટીબી પ્રતિ લાખ લોકોમાં 316 થઈ ગયો છે. પલ્મોનરી ટીબીના સૌથી વધુ દર્દીઓ દિલ્હીમાં જોવા મળ્યા છે. અહીં પ્રતિ લાખ લોકો દીઠ 534 પલ્મોનરી ટીબીના દર્દીઓ છે, જ્યારે કેરળમાં, દર લાખ લોકો દીઠ 115 લોકોમાં સૌથી ઓછા જોવા મળે છે. ટીબીની સમસ્યા વૃદ્ધો, પુરૂષો, કુપોષિત વર્ગ, ધુમ્રપાન કરનારા, દારૂ પીનારા અને ડાયાબિટીસ ધરાવતા લોકોમાં સૌથી વધુ જોવા મળે છે.
First published:

Tags: Corona case, Covid 19 cases