ફ્લાઇટથી મુંબઈ જનાર માટે મહત્વની જાહેરાત, હવે 14 દિવસનું હોમ આઈસોલેશન જરૂરી

ફ્લાઇટથી મુંબઈ જનાર માટે મહત્વની જાહેરાત, હવે 14 દિવસનું હોમ આઈસોલેશન જરૂરી
ફ્લાઇટથી મુંબઈ જનાર માટે મહત્વની જાહેરાત, હવે 14 દિવસનું હોમ આઈસોલેશન જરૂરી

મુંબઈ જનાર યાત્રીઓ માટે ફરજિયાત 14 દિવસ ક્વૉરન્ટાઇનમાં મોકલવા પાછળ મહારાષ્ટ્ર સરકારનો તર્ક છે કે તેનાથી કોરોના વાયરસ વધારે ઝડપથી ફેલાતો રોકાશે

 • Share this:
  મુંબઈ : કોરોના વાયરસ સંક્રમણના વધી રહેલા મામલાને જોતા BMCએ મોટો નિર્ણય કર્યો છે. BMCએ મુંબઈમાં આવનાર લોકો માટે હોમ આઈસોલેશન અને ક્વૉરન્ટાઇનના નિયમોમાં ફેરફાર કર્યો છે. BMC તરફથી કહેવામાં આવ્યું કે વિમાનથી મુંબઈ જનાર બધા યાત્રીઓને ફરજિયાત રૂપથી 14 દિવસ સુધી હોમ આઈસોલેશનમાં રહેવું પડશે.

  મુંબઈ જનાર યાત્રીઓ માટે ફરજિયાત 14 દિવસ ક્વૉરન્ટાઇનમાં મોકલવા પાછળ મહારાષ્ટ્ર સરકારનો તર્ક છે કે તેનાથી કોરોના વાયરસ વધારે ઝડપથી ફેલાતો રોકાશે. જોકે BMCના આ નિર્ણયને લોકો સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસની (Sushant Singh Rajput)સીબીઆઈ (CBI)તપાસ સાથે જોડીને જોઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે CBI તપાસને લટકાવવા માટે મહારાષ્ટ્ર સરકાર તરફથી BMCએ 14 દિવસના ક્વૉરન્ટાઇનને ફરજિયાત કર્યું છે.  આ પણ વાંચો - પંજાબ કોંગ્રેસમાં ખેંચતાણ : બાજવાએ કહ્યું- પાર્ટી બચાવવી હોય તો અમરિંદર અને જાખડને હટાવવા પડશે

  BMCએ પોતાના આદેશમાં એ પણ કહ્યું છે કે જો કોઈ સરકારી અધિકારી કે કર્મચારી સરકારી કામથી આવવા માંગે તો તેમણે બે દિવસ પહેલા BMCને પોતાના પ્રવાસ વિશે જાણકારી આપવી પડશે.
  Published by:Ashish Goyal
  First published:August 07, 2020, 18:59 pm

  ટૉપ ન્યૂઝ