નવી દિલ્હી. કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને શુક્રવારે આદેશ આપ્યો છે કે જે જિલ્લાઓમાં કોવિડ-19 (Coronavirus In India)ના વધુ કેસ છે ત્યાં વાયરસના પ્રસારને રોકવા માટે સ્થાનિક કન્ટેનમેન્ટ ઝોન (Containment Zone) બનાવવા જેવા ઉપાય કરવામાં આવે. ગૃહ મંત્રાલય (Home Ministry) એ મહામારીને જોતાં મે મહિના માટે જાહેર નવા દિશા-નિર્દેશમાં દેશમાં લૉકડાઉન (Lockdown) લાગુ કરવા માટે કંઈ નથી કહ્યું.
આ દિશા-નિર્દેશોમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહેવામાં આવ્યું છે કે એવા જિલ્લાઓની ઓળખ કરો જ્યાં કોવિડ-19 સંક્રમણનો દર 10 ટકાથી વધુ છે કે પછી જ્યાં એક સપ્તાહમાં હૉસ્પિટલમાં બેડ ભરાવાનો દર 60 ટકાથી વધુ છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે તેમાંથી કોઈ પણ માપદંડને પૂરા કરનારા જિલ્લાને કડક સ્થાનિક કન્ટેનમેન્ટ ઝોન બનાવવાના ઉપાયો વિશે વિચાર કરી શકાય છે.
ગૃહ મંત્રાલયે આદેશની સાથે સામુદાયિક કન્ટેનમેન્ટ ઝોન અને મોટા કન્ટેનમેન્ટ ઝોન જેવા વિસ્તાર બનાવવાની રૂપરેખા લાગુ કરવા માટે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની સલાહને પણ તેમાં જોડી દીધી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ-19 પ્રબંધન માટે રાષ્ટ્રીય દિશા-નિર્દેશ સમગ્ર દેશમાં કડકાઈથી લાગુ રહેશે. ગૃહ મંત્રાલયનો આદેશ 31 મે સુધી પ્રભાવી રહેશે.
ગૃહ મંત્રાલયે કહ્યું કે, મહામારીની હાલની લહેરનો સામનો કરવા માટે વાયરસના પ્રસારની રોકથામ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. જે વિસ્તારોમાં સંક્રમણના કેસની સંખ્યા વધુ છે, એવા સ્થળો પર જરૂરી સેવાઓને બાદ કરતાં રાતના સમયમાં લોકોની અવર-જવર પર પૂરી રીતે પ્રતિબંધ રહેશે. સામાજિક, રાજકીય, સ્પોર્ટ્સ, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક વગેરે કાર્યક્રમોમાં ભીડ એકત્ર કરવા પર રોક રહેશે. લગ્ન સમારોહમાં મહત્તમ 50 લોકો જ્યારે અંતિમ સંસ્કારમાં 20 લોકો સામેલ થઈ શકે છે.
" isDesktop="true" id="1092263" >
પબ્લિક ટ્રાન્સપોર્ટ પોતાની 50 ટકા ક્ષમતાની સાથે સંચાલિત કરી શકાય છે. ગૃહ મંત્રાલયે રાજ્યોને સ્વાસ્થ્ય માળખા સંબંધી આકલન કરવા માટે પણ કહ્યું છે જેથી હાલના તથા આવનારા સમયમાં (આગામી એક મહિનામાં) સંક્રમણના કેસોનું પ્રબંધન કરી શકાય અને દર્દીઓને જરુરી પૂરતી સંખ્યામાં બેડ, ઓક્સિજન, આઇસીયૂ બેડ, એમ્બ્યુલન્સ અને વેન્ટિલેટર જેવી સુવિધાઓ પૂરી પાડી શકાય.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર