Home /News /national-international /Tajinder Bagga Arrested: તજિંદર સિંહ બગ્ગાને પંજાબ પોલીસ પાસેથી છોડાવી લાવી દિલ્હી પોલીસ, જાણો શું-શું થયો ડ્રામા

Tajinder Bagga Arrested: તજિંદર સિંહ બગ્ગાને પંજાબ પોલીસ પાસેથી છોડાવી લાવી દિલ્હી પોલીસ, જાણો શું-શું થયો ડ્રામા

હરિયાણા પોલીસે તજિંદર સિંહ બગ્ગાને દિલ્હી પોલીસના હવાલે કરી દીધો

Tajinder Singh Bagga Arrest LIVE Updates - તજિંદર પાલ સિંહ બગ્ગાની પંજાબ પોલીસે આજે દિલ્હીથી ધરપકડ કરી હતી, આ પછી પંજાબ, હરિયાણા અને દિલ્હી પોલીસ વચ્ચે ડ્રામા થયો

    નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટીના નેતા તજિંદર પાલ સિંહ બગ્ગાની પંજાબ પોલીસ દ્વારા ધરપકડ (Tajinder Bagga Arrested) કેસમાં નીત નવા મોડ આવી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કથિત ધમકી આપવાના આરોપમાં ભાજપા નેતા તજિંદર પાલ સિંહ બગ્ગાની (Tajinder Bagga)ધરપકડ પછી દિલ્હી પોલીસે (Delhi Police)પંજાબ પોલીસ (Punjab Police)સામે અપહરણનો કેસ નોંધ્યો છે. આટલું જ નહીં હરિયાણામાં પંજાબ પોલીસના કાફલાને રોકવામાં આવ્યો હતો. આ પછી હરિયાણા પોલીસે તજિંદર સિંહ બગ્ગાને દિલ્હી પોલીસના હવાલે કરી દીધો છે. હરિયાણાના કુરુક્ષેત્રના થાનેસર સદર સ્ટેશનથી બીજેપી નેતા તજિંદર પાલ સિંહ બગ્ગાને લઇને દિલ્હી પોલીસની ટીમ રાજધાની માટે રવાના થઇ ગઈ છે. બગ્ગાની પંજાબ પોલીસે આજે દિલ્હીથી ધરપકડ કરી હતી.

    પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં પંજાબ સરકારની અરજી પર દિલ્હી પોલીસ તરફથી હાજર થયેલા વકીલ સત્યપાલ જૈને કહ્યું કે તજિંદર પાલ બગ્ગાને દિલ્હી પોલીસની જાણ વગર ઘરેથી ઉઠાવ્યા છે. તેમના પિતાએ કેસ નોંધાવ્યો છે. જ્યારે પંજાબ સરકારથી હાજર થયેલા પુનીત બાલી અને અનોલ રતને કહ્યું કે હરિયાણા પોલીસે બગ્ગાને દિલ્હી પોલીસને સોંપ્યો છે. આ કાનૂન સામે ખીલવાડ છે. પંજાબ સરકાર તરફથી કહેવામાં આવ્યું કે આ જંગલરાજ છે, પોલીસનો મિસયુઝ કરવામાં આવ્યો. અમારા એસપીની પણ અટકાયત કરી હતી.

    પંજાબ પોલીસના સાઇબર સેલ દ્વારા છેલ્લા કેટલાક સમય પહેલા તજિંદર બગ્ગા સામે ત્રણ એફઆઈઆર નોંધી હતી. આ મામલે પૂછપરછ માટે તજિંદરને ત્રણ વખત સમન્સ પાઠવવામાં આવ્યું હતું પણ તે એકપણ વખત પૂછપરછની પ્રક્રિયામાં સામેલ થયા ન હતા. આ કારણે શુક્રવારે સવારે જનકપુર સ્થિત ઘરથી ધરપકડ કરવામાં આવી હતી. બગ્ગા પર આરોપ છે કે તેણે અરવિંદ કેજરીવાલને ધમકી આપી અને તેમની સામે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો.

    આ પણ વાંચો - મસ્જિદમાં અજાન માટે લાઉડસ્પીકરનો ઉપયોગ મૌલિક અધિકાર નથી : અલાહાબાદ હાઇકોર્ટ

    બગ્ગાની આ કલમો અંતર્ગત ધરપકડ કરી

    તજિંદર પાલ સિંહ બગ્ગા સામે 153-એ (ધર્મ, જાતિ સ્થાન વગેરે આધાર પર વિભિન્ન સમૂહો વચ્ચે દુશ્મનીને વધારવી), 505 (નિવેદન, અફવા કે રિપોર્ટ પ્રકાશિત કે પ્રસારિત કરવો) અને 506 (આપરાધિક ધમકી) જેવી કલમો અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો હતો.

    તજિંદરના પિતાએ લગાવ્યો મારપીટનો આરોપ

    ભાજપા નેતા તજિંદર પાલ સિંહ બગ્ગાના પિતા પ્રીતપાલ સિંહ બગ્ગાએ આરોપ લગાવ્યો કે મારો ફોન ઝૂંટવી લીધો છે તજિંદરનો ફોન પણ લઇ ગઈ છે. મારા મોં પર પંચ માર્યો હતો. વીડિયો બનાવવા માટે મેં ફોન ઉઠાવ્યો તો મને રૂમમાં લઇ ગયા હતા.

    બગ્ગાએ કેજરીવાલની ટિકા કરી હતી

    બગ્ગાએ થોડા સમય પહેલા ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને લઇને કેજરીવાલ સામે ટ્વિટ કરીને તેમની ટિકા કરી હતી. જે પછી તે આમ આદમી પાર્ટીના નિશાને આવી ગયા હતા. મોહાલીમાં રહેતા એક વ્યક્તિની ફરિયાદ પર બગ્ગા સામે મોહાલીમાં આ કેસ નોંધ્યો હતો.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Haryana police, Punjab police, દિલ્હી પોલીસ

    विज्ञापन
    विज्ञापन