Home /News /national-international /પ્રવાસીઓ માટે શાનદાર ઓફર, આ દેશની મુલાકાત લેશો તો મળશે 13 હજાર રૂપિયા, જાણો માહિતી

પ્રવાસીઓ માટે શાનદાર ઓફર, આ દેશની મુલાકાત લેશો તો મળશે 13 હજાર રૂપિયા, જાણો માહિતી

ફાઇલ તસવીર

Taiwan New Tourist Offer: તાઇવાનની મુલાકાત લેવાનું આયોજન કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર છે. હવે તમને અહીં ફરવા માટે 13 હજાર રૂપિયા આપવામાં આવશે. હકીકતમાં તાઇવાન તેના પ્રવાસન ઉદ્યોગને ફરીથી વેગ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. એટલા માટે પ્રવાસીઓ માટે આ શાનદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે.

વધુ જુઓ ...
કોરોના મહામારીએ સમગ્ર વિશ્વના પ્રવાસન ક્ષેત્રને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. ઘણા દેશોમાં પ્રવાસીઓની સંખ્યામાં અડધાથી વધુ ઘટાડો થયો છે. ત્યારે હવે સંક્રમણ ઓછું થતાં જ પ્રવાસન ઉદ્યોગને પુનર્જીવિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઘણા દેશોએ પ્રવાસીઓને આકર્ષવા માટે ઘણી શાનદાર ઓફર્સ પણ લોન્ચ કરી છે. તાઈવાને પણ આવું જ કંઈક કર્યું છે. તાઈવાન સરકારે દેશમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે એક નવી સ્કિમની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, કોવિડ-19 પછી તાઈવાને તેના પર્યટન ઉદ્યોગને પુનઃજીવિત કરવા માટે એક નવી ઓફર બહાર પાડી છે. હવે તાઈવાન ફરવા આવનાર લોકોને લગભગ 13 હજાર રૂપિયા આપવામાં આવશે. તાજેતરમાં જ તાઈવાન સરકારે આ પેકેજની જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે, કોવિડ-19 મહામારીને કારણે તાઈવાનનો પ્રવાસન ઉદ્યોગ ખરાબ રીતે પ્રભાવિત થયો હતો. આ નવા કાર્યક્રમ હેઠળ, પ્રવાસીઓ અને પ્રવાસી જૂથો બંનેને નાણાકીય પ્રોત્સાહન આપવામાં આવશે, જેથી કરીને દેશના પ્રવાસન ઉદ્યોગને ફરીથી મજબૂત બનાવી શકાય.

દરેક પ્રવાસીને મળશે પૈસા


CNNના રિપોર્ટ અનુસાર, નવા પ્રવાસન કાર્યક્રમ હેઠળ તાઈવાન સરકાર 5 લાખ વ્યક્તિગત પ્રવાસીઓને 13,600 રૂપિયાનું હેન્ડઆઉટ આપશે. આ હેન્ડઆઉટ્સ પર્યટન, પરિવહન અને અન્ય મુસાફરી પર ખર્ચ કરી શકાય છે. તેટલું જ નહીં, પ્રવાસીઓ માટેના હેન્ડઆઉટ્સ સિવાય તાઈવાન સરકાર 54,500થી 90,000 ટૂર જૂથોને 54,500 રૂપિયા સુધીનું ભથ્થું આપશે. પ્રવાસીઓને ભથ્થા ડિજિટલ માધ્મયથી આપવામાં આવશે. તેઓ ભથ્થાનો ઉપયોગ પરિવહન, રહેઠાણ અને અન્ય મુસાફરી સંબંધિત ખર્ચાઓને આવરી લેવા માટે કરી શકે છે.


રોજગાર વધારવાના પ્રયાસો


તાઇવાન સરકાર આ નવી ઓફરથી સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવાની અને પ્રવાસન ઉદ્યોગને ફરીથી મજબૂત કરવાની આશા રાખે છે. સરકારનું કહેવું છે કે, આ કાર્યક્રમનો હેતુ અર્થવ્યવસ્થાને ઉત્તેજન આપવા અને પ્રવાસન ક્ષેત્રમાં નોકરીઓનું સર્જન કરવાનો પણ છે, જે કોવિડ-19 રોગચાળાથી ખરાબ રીતે અસરગ્રસ્ત છે. તાઈવાનના નેતા ચેન ચિએન-જેનનું કહેવું છે કે, દેશ વધુને વધુ પ્રવાસીઓની સંખ્યા વધારવા પર ધ્યાન આપી રહ્યો છે. 2025 સુધીમાં લગભગ 10 મિલિયન પ્રવાસીઓ આવવાની ધારણા છે. પર્યટન તાઇવાનનો મુખ્ય ઉદ્યોગ છે, જે દેશના અર્થતંત્રમાં ફાળો આપે છે અને રોજગારીની તકો પૂરી પાડે છે. જો કે, કોરોના રોગચાળાને કારણે પ્રવાસન ઉદ્યોગમાં ભારે ઘટાડો થયો હતો . હવે આ નવા કાર્યક્રમ દ્વારા પ્રવાસન ઉદ્યોગને કોરોનાની અસરમાંથી બહાર લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
First published:

Tags: Taiwan, Tourism, Travel tourism

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો