Home /News /national-international /

હવે તાઇવાનની બાયો લેબથી લીક થયો કોરોના, ઉંદરના કરડવાથી મહિલા સંક્રમિત

હવે તાઇવાનની બાયો લેબથી લીક થયો કોરોના, ઉંદરના કરડવાથી મહિલા સંક્રમિત

છેલ્લા એક મહિનામાં તાઇવાનમાં કોરોના વાયરસના સ્થાનીય ટ્રાન્સમિશનનો પ્રથમ કેસ બની ગયો છે (પ્રતિકાત્મક તસવીર)

taiwan bio lab- કોરોના વાયરસ ચીનની વુહાન લેબમાંથી લીક થયો હોવાની થિયરીને વેગ મળી શકે છે. જો આમ થશે તો ફરી એક વખત અમેરિકા અને ચીન વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી શકે છે

    બીજિંગ : કોરોના વાયરસ (Coronavirus)ક્યાંથી અને કેવી રીતે આવ્યો? વૈજ્ઞાનિકો જેટલા આ સવાલોના જવાબ શોધી રહ્યા છે તેટલું જ રહસ્યમયી બની રહ્યું છે. હવે તાઇવાનમાં (taiwan)એક મહિલા કોરોના સંક્રમિત થયા પછી મોટો ખુલાસો થયો છે. સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે એક ઉચ્ચ સુરક્ષાવાળી લેબમાં કામ કરતી મહિલા કોરોના સંક્રમિત (taiwan bio lab Worker covid-19 Positive) થઇ છે. આ મહિલાને કામ કરતા સમયે કોરોના વાયરસથી સંક્રમિત ઉંદરે બચક્યું ભર્યું હતું. 20 વર્ષની મહિલાનો કોરોના ટેસ્ટ ગુરુવારે પોઝિટિવ આવ્યો હતો. આ કેસ આવ્યા પછી છેલ્લા એક મહિનામાં તાઇવાનમાં કોરોના વાયરસના સ્થાનીય ટ્રાન્સમિશનનો પ્રથમ કેસ બની ગયો છે.

    જોકે સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે હજુ તે એ વાતને કન્ફોર્મ કરી શકે નહીં કે મહિલાને લેબમાં સંક્રમિત ઉંદરના કરડવાથી જ કોવિડ થયો છે. ખાસ વાત એ છે કે મહિલાની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી પણ નથી. તાઇવાનના રોગ નિયંત્રણ સંસ્થાનના પ્રમુખ ચેન શિહ ચુંગે ખુલાસો કરતા કહ્યું કે મહિલા બાયો લેબની કર્મચારી છે.

    આ પણ વાંચો - દહેજમાં ફોર્ચ્યુનર ગાડી અને 20 લાખ રૂપિયા માંગનાર વરરાજાએ માફી માંગી, કહ્યું- દહેજ મોટું દૂષણ, મને માફ કરી દો

    મહિલાને સંક્રમિત ઉંદર બે વખત કરડ્યો

    ચેન શિહ ચુંગે કહ્યું કે આ મહિલાને નવેમ્બરના મહિનામાં સંક્રમિત ઉંદર બે વખત કરડ્યો હતો. તેનાથી આ મહિલાને કોરોના વાયરસથી સંક્રમિત હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. જોકે હજુ સ્વાસ્થ્ય અધિકારીઓએ આ વાતની પૃષ્ટી કરવાથી ઇન્કાર કરી દીધો છે અને આગળની તપાસ કરવામાં આવી રહી છે.

    અધિકારીએ કહ્યું કે મહિલાને કોરોનાના પ્રથમ લક્ષણ 23 નવેમ્બરે વિકસિત થયા થયા જ્યારે તેની હળવી ઉધરસ હતી. 6 ડિસેમ્બરે ઉધરસ વધારે આવતી હતી. તેને પીસીઆર ટેસ્ટ કરવા માટે મોકલી હતી. ટેસ્ટનું પરિણામ 9 ડિસેમ્બર આવ્યું અને ખબર પડી કે આ મહિલા કોવિડના ડેલ્ટા વેરિએન્ટથી સંક્રમિત હતી.

    આ પણ વાંચો - ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની શું હોય છે જવાબદારી, જાણો સ્ટાફ અને પગારની વિગત

    તાઇવાનની મહિલા એક ઉંદરના કરડવાથી કોરોના સંક્રકમિત થતા કોરોના વાયરસની ઉત્પતિને લઇને અમેરિકાની લેબ લીક થિયેરીની ફરીથી ચર્ચા થવા લાગી છે. એનડીટીવીના રિપોર્ટ પ્રમાણે તાઇવાનમાં મહિલાને ઉંદર કરડવાથી સંક્રમિત થવાની પૃષ્ટી થઇ જાય તો તેનાથી કોરોના વાયરસ ચીનની વુહાન લેબમાંથી લીક થયો હોવાની થિયરીને વેગ મળી શકે છે. જો આમ થશે તો ફરી એક વખત અમેરિકા અને ચીન વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી શકે છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Coronavirus, Taiwan, Taiwan bio lab

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन