હદ પાર : ડૉક્ટરો પર થૂંકી રહ્યા છે તબલીગી જમાતના કોરોના શંકાસ્પદ

હદ પાર : ડૉક્ટરો પર થૂંકી રહ્યા છે તબલીગી જમાતના કોરોના શંકાસ્પદ
દિલ્હી પોલીસે આ વિદેશી જમાતીઓના પાસપોર્ટ અને યાત્રા દસ્તાવેજ લઇ લીધા છે. પોલીસ પુછપરછ દ્વારા જાણવા માંગે છે કે આ જમાતીઓએ કયા આધાર પર વીઝા લીધો હતો. મોટાભાગના જમાતી ટૂરિસ્ટ વીઝા પર ભારત આવ્યા હતા. અને અહીં આવીને તેમણે ધાર્મિક ગતિવિધિમાં લિપ્ત રહ્યા હતા. જે વીઝાના નિયમોનું ઉલ્લંધન છે.

આ લોકો બુધવાર સવારથી જ ખરાબ વર્તન કરી રહ્યા છે. આ લોકો ખાવા-પીવાની તમામ આવશ્યક વસ્તુની માંગ કરી રહ્યા છે.

 • Share this:
  નવી દિલ્હી : દિલ્હીના નિઝામુદ્દીન મરકજથી તબલીગી જમાતના કોરોના સંક્રમણ શંકાસ્પદોને લઈ જઈ તુગલખાબાદમાં ક્વોરન્ટાઈન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. પહેલા આ લોકો નિઝામુદ્દીન મરકઝ છોડી જવા તૈયાર ન હતી અને હવે આ લોકો ક્વોરન્ટાઈન સેન્ટરમાં તેમીન સારવાર કરી રહેલા ડોક્ટરો અને અન્ય કર્મચારીઓને પણ પરેશાન કરી રહ્યા છે. ઉત્તર રેલવેના સીપીઆરઓ દિપક કુમાર અનુસાર, આ તમામ લોકો કોરન્ટાઈન કેન્દ્રમાં જગ્યા-જગ્યા પર થુંકી રહ્યા છે. આ સિવાય તે ડોક્ટરો અને કર્મચારીઓ પર પણ થુંકી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, કોરોના વાયરસ સંક્રમિત અથવા શંકાસ્પદ લોકો દ્વારા થુંકવાથી તેના સંક્રમણનો પ્રસારનો ખતરો ખુબ વધી જાય છે.

  ખરાબ વર્તન કરી રહ્યા છે લોકો  સીપીઆરઓ અનુસાર, આ લોકો બુધવાર સવારથી જ ખરાબ વર્તન કરી રહ્યા છે. આ લોકો ખાવા-પીવાની તમામ આવશ્યક વસ્તુની માંગ કરી રહ્યા છે. સીપીઆરઓ દીપક કુમાર અનુસાર, આ તમામ લોકો તેમની સારવારમાં લાગેલા ડોક્ટરો અને કર્મચારીઓ સાથે ખરાબ વર્તન કરી રહ્યા છે. તે લોકો કેન્દ્રમાં ઠેર-ઠેર થુંકી રહ્યા છે. તેમને રોકવા છતા આખી હોસ્ટેલમાં ફરવા લાગે છે.

  રસ્તાઓ પર પણ થુંકી રહ્યા હતા

  તબલીગી જમાતના એ 167 કોરોના શંકાસ્પદને મંગળવાર રાત્રે 5 બસથી નિઝામુદ્દીન મરકઝથી દિલ્હીના તુગલકાબાદ સ્થિત ક્વોરન્ટાઈન સેન્ટર લઈ જવામાં આવ્યા છે. તેમાંથી 97 લોકોને ડિઝલ શેડ ટ્રેનિંગ હોસ્ટેલના ક્વોરન્ટાઈન સેન્ટર અને 70ને આરપીએફ બેરક ક્વોરન્ટાઈન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, આ તમામ લોકોને નિઝામુદ્દીન મરકઝથી ક્વોરન્ટાઈન સેન્ટર લાવવામાં આવી રહ્યા હતા તે દરમિયાન રસ્તાઓ પર પણ થુંકી રહ્યા હતા. તેમને થુંકતા રોકવા માટે બસના કાચ પણ બંધ કરવા પડ્યા હતા.

  સંક્રમણના મામલા વધવામાં મરકઝ મુખ્ય કારણ

  સ્વાસ્થ્ય મંત્રાલયે દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના સંક્રમણના 386 નવા મામલાની પુષ્ટી અને તેનાથી ત્રણ લોકોના મોત થઈ ગયા છે. કોવિડ-19ના મામલામાં વૃદ્ધિ રાષ્ટ્રીય સ્તર પર સંક્રમણ ફેલવાના દરને નથી દર્શાવતી, પરંતુ આ વૃદ્ધિ માટે નિઝામુદ્દીનમાં થયેલું એક આયોજન મુખ્ય કારણ રહ્યું.

  તબલીગી જમાતના કાર્યક્રમમાં સામેલ થઈ પાછા આવેલા મોટાભાગના લોકોમાં કોરોના સંક્રમણ પોઝેટિવ મળી આવ્યું છે. આવા મામલા અલગ-અલગ રાજ્યોથી સામે આવી રહ્યા છે. રાજ્યોની પોલીસ આવા લોકોની ઓળખ કરી રહી છે.
  Published by:News18 Gujarati
  First published:April 02, 2020, 15:03 pm