Sydney Dialogue: પીએમ મોદી આજે ‘સિડની સંવાદ’માં મુખ્ય ભાષણ આપશે, ભારતની ટેક્નોલોજી અંગે વાત કરશે

વડાપ્રધાન 'ભારતમાં ટેકનોલોજી વિકાસ અને ક્રાંતિ' થીમ પર પોતાના વિચારો વ્યક્ત કરશે. (Image-ANI)

Sydney Dialogue: વડાપ્રધાન 'ભારતમાં ટેકનોલોજી વિકાસ અને ક્રાંતિ' થીમ પર પોતાના વિચારો વ્યક્ત કરશે. તેમના સંબોધન પહેલા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન ઉદ્ઘાટન ભાષણ આપશે.

  • Share this:
    નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગુરુવારે ‘સિડની સંવાદ’ (Sydney Dialogue)માં ‘ભારતમાં ટેક્નોલોજીનો વિકાસ અને ક્રાંતિ’ (Technology Development and Revolution in India) વિષય પર મુખ્ય વક્તવ્ય આપશે. ‘સિડની સંવાદ’ 17થી 19 નવેમ્બર સુધી આયોજિત કરવામાં આવ્યું છે. આ ઓસ્ટ્રેલિયન સ્ટ્રેટેજિક પોલિસી ઇન્સ્ટિટ્યૂટની પહેલ છે. વડાપ્રધાન કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું કે વડાપ્રધાન 18 નવેમ્બરે ભારતીય સમય અનુસાર સવારે 9 વાગ્યે 'સિડની ડાયલોગ'માં મુખ્ય ભાષણ આપશે.

    વડાપ્રધાન 'ભારતમાં ટેકનોલોજી વિકાસ અને ક્રાંતિ' થીમ પર પોતાના વિચારો વ્યક્ત કરશે. તેમના સંબોધન પહેલા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન ઉદ્ઘાટન ભાષણ આપશે. 'સિડની ડાયલોગ' રાજકારણીઓ, ઉદ્યોગના નેતાઓ અને સરકારના વડાઓને વ્યાપક ચર્ચામાં સામેલ કરવા, નવા વિચારો આવકારવા તેમજ મહત્વપૂર્ણ તકનીકો દ્વારા ઊભી થતી તકો અને પડકારોની સામાન્ય સમજ વિકસાવવા માટે કામ કરવા માટે સાથે લાવશે. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન મોરિસન અને જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પણ 'સિડની ડાયલોગ'માં મુખ્ય વક્તવ્ય આપશે.

    ભારત-રશિયા 'ટૂ પ્લસ ટૂ' મંત્રણાનું આયોજન કરવા વિચારી રહ્યા છે

    ભારત-રશિયા 'ટૂ પ્લસ ટૂ' સંરક્ષણ અને વિદેશ મંત્રી સ્તરના સંવાદની પ્રથમ આવૃત્તિ વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની શિખર બેઠક સાથે આયોજિત થઈ શકે છે, જે 6 ડિસેમ્બરે થવાની સંભાવના છે. સત્તાવાર સૂત્રોએ બુધવારે આ માહિતી આપી. તેમણે જણાવ્યું હતું કે બંને પક્ષો મુખ્યત્વે સમય સંબંધી મુદ્દાઓને કારણે શિખર સંમેલન સમયે 'ટૂ પ્લસ ટૂ' ડાયલોગ કરવાનું વિચારી રહ્યા છે. વિદેશ મંત્રી એસ જયશંકર અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તેમના રશિયન સમકક્ષ સર્ગેઈ લવરોવ અને સર્ગેઈ શોયગુ સાથે વાતચીત કરવાના છે.

    આ પણ વાંચો: Indigo ફ્લાઈટમાં કેન્દ્રીય મંત્રી કરાડે મુસાફરનો જીવ બચાવ્યો, પીએમ મોદીએ કહ્યું- ‘Great Gesture’

    જયશંકર અને સિંહ નવેમ્બરના અંતિમ સપ્તાહમાં મોસ્કો જવાના હતા, પરંતુ 29 નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રને કારણે કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. બંને પ્રધાનો આ મહિનાના અંતમાં અથવા ડિસેમ્બરની શરૂઆતમાં અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન અને ડિફેન્સ મિનિસ્ટર લોયડ ઓસ્ટિન સાથે ભારત-યુએસ 'ટૂ પ્લસ ટૂ' સંવાદ માટે વોશિંગ્ટનની મુલાકાત લે તેવી પણ અપેક્ષા છે. પરંતુ, સૂત્રોએ જણાવ્યું હતું કે આ સંવાદ જાન્યુઆરી સુધી મુલતવી રાખવામાં આવે તેવી શક્યતા છે.

    આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીર: કોંગ્રેસ પર સંકટ, ગુલામ નબી આઝાદ કેમ્પના 7 ટોચના નેતાઓએ આપ્યું રાજીનામું

    પુતિન 6 ડિસેમ્બરે મોદી સાથે દ્વિપક્ષીય સમિટ માટે ભારત આવે તેવી શક્યતા છે. આ સમિટથી સંરક્ષણ, વેપાર અને ઉર્જા ક્ષેત્રે બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ વેગ મળવાની અપેક્ષા છે.
    Published by:Nirali Dave
    First published: