Home /News /national-international /

મુંબઇમાં ફાટ્યો સ્વાઇન ફ્લૂના કેસનો રાફળો, 4 દર્દીઓને રખાયા લાઇફ સપોર્ટ પર

મુંબઇમાં ફાટ્યો સ્વાઇન ફ્લૂના કેસનો રાફળો, 4 દર્દીઓને રખાયા લાઇફ સપોર્ટ પર

મુંબઇમાં ફાટ્યો સ્વાઇન ફ્લૂના કેસનો રાફળો

મુંબઈમાં સતત થઈ રહેલા ભારે વરસાદ બાદથી ઋતુગત રોગોનો રાફળો ફાટ્યો છે. શહેરમાં સ્વાઈન ફ્લૂના દર્દીઓની સંખ્યામાં પણ વધારો (Swine Flu Cases in Mumbai) થયો છે. ઇન્ફલ્યુએન્ઝા H1N1 (Swine Flu)થી સંક્રમિત ઓછામાં ઓછા 4 દર્દીઓ શહેરમાં લાઇફ સપોર્ટ (4 patients of swine flu are on life support in mumbai) પર છે.

વધુ જુઓ ...
    Mumbai Swine Flu Case: દેશભરમાં હાલ ચોમાસાનો (Monsoon in India) માહોલ જામ્યો છે. વરસાદી ગંદકીની સાથે ઋતુગત રોગોના (Seasonal Flu) કેસોમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે મુંબઈમાં સતત થઈ રહેલા ભારે વરસાદ બાદથી ઋતુગત રોગોનો રાફળો ફાટ્યો છે. શહેરમાં સ્વાઈન ફ્લૂના દર્દીઓની સંખ્યામાં પણ વધારો (Swine Flu Cases in Mumbai) થયો છે. ઇન્ફલ્યુએન્ઝા H1N1 (Swine Flu)થી સંક્રમિત ઓછામાં ઓછા 4 દર્દીઓ શહેરમાં લાઇફ સપોર્ટ (4 patients of swine flu are on life support in mumbai) પર છે. તે જ સમયે ડોકટરોએ ચેતવણી આપી છે કે શહેરમાં ફરીથી વાયરલ ચેપ ફેલાઈ રહ્યો છે અને જે લોકો કોવિડ -19 નેગેટિવ આવી રહ્યા છે, તેમને H1N1 ટેસ્ટ કરાવવો જોઇએ.

    જુલાઇમાં નોંધાયા 11 કેસ


    નાગરિક સંસ્થાએ મંગળવારે જણાવ્યું હતું કે, જુલાઈમાં ઈન્ફલ્યુએન્ઝા H1N1ના 11 કેસની પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે જૂનમાં બે કેસની પુષ્ટિ થઈ છે. સાથે જ ડોક્ટરોનું કહેવું છે કે તેમના આઉટપેશન્ટ ડિપાર્ટમેન્ટમાં રોજ ઓછામાં ઓછા બેથી ત્રણ કેસ સામે આવી રહ્યા છે. કોવિડ-19ની જેમ H1N1એ શ્વસન રોગ છે, જે 2019માં વૈશ્વિક મહામારી તરીકે શરૂ થયો હતો, પરંતુ ટૂંક સમયમાં જ એન્ડમિક બની ગયો હતો.

    આ પણ વાંચો: કેરળમાં NEETની પરીક્ષામાં બેસવા વિદ્યાર્થીનીઓને કાઢવા પડ્યા અંરગાર્મેન્ટ્સ, વાળથી ઢાંક્યો છાતીનો ભાગ

    રાજ્યમાં H1N1થી થયું વર્ષનું પહેલું મોત


    ગયા અઠવાડિયે મહારાષ્ટ્ર રાજ્યએ આ વર્ષે H1N1થી પ્રથમ મૃત્યુની પુષ્ટિ કરી હતી. 10 જુલાઈના રોજ પાલઘરના તલાસરીની 9 વર્ષની બાળકીનું મોત થયું હતું. શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં H1N1ની કોઈ પુષ્ટિ થઈ નહોતી. જોકે 2020માં 44 કેસ નોંધાયા હતા અને 2021માં 64 કેસ નોંધાયા હતા.

    સ્વાઇન ફ્લૂની સારવાર માટે ઉપલબ્ધ છે દવાઓ


    ટીઓઆઇના અહેવાલ અનુસાર, કોવિડથી ઉલટું ઓસેલ્ટામિવિર જેવા સ્વાઇન ફ્લૂની સારવાર માટે અત્યંત અસરકારક દવાઓ માર્કેટમાં ઉપલબ્ધ છે. ચેપી રોગના નિષ્ણાત ડો. વસંત નાગવેકર, જેમણે છેલ્લા કેટલાક અઠવાડિયામાં એક ડઝનથી વધુ કેસોની સારવાર કરી છે, તેમણે જણાવ્યું હતું કે, "જો તે 48-72 કલાકની અંદર આપવામાં આવે તો કેસની ગંભીરતાને અટકાવી શકાય છે.

    આ પણ વાંચો: મહિલા લોકો પાઇલટ માટે શૌચાલયના ફાંફા, ઘણી વખત સેનેટરી નેપકીન વાપરવા મજબૂર

    મહિલા લોકો પાઇલટ માટે શૌચાલયના ફાંફા, ઘણી વખત સેનેટરી નેપકીન વાપરવા મજબૂર



    મોટાભાગના કિસ્સાઓમાં લક્ષણોમાં તાવ, વહેતું નાક, શરીરમાં દુખાવો, શ્વસનના સંક્રમણનો સમાવેશ થાય છે." નાગવેકરે કહ્યું કે ગંભીર લક્ષણોવાળા લોકોએ તેમ વિચારીને રાહ ન જોવી જોઇએ કે તે કોવિડ છે.
    First published:

    Tags: Maharashtra, મુંબઇ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन