આખા વર્ષ દરમિયાન ભારતીયોએ એટલા સમાસો ખાઈ લીધા જે ન્યુઝીલેન્ડ (Newzealand)ની આખી આબાદીથી કરતા પણ કેટલાય ગણા છે! (Image credit- Shutterstock)
Swiggy statEATstics 2021: 2021માં ભારતીયોએ દરેક મિનિટમાં બિરયાનીના 115 ઓર્ડર આપ્યા. બાકી, આખા વર્ષમાં સમોસા જ ખાધા છે, જે ન્યુઝિલેન્ડની આખી વસ્તી જેટલો આંકડો છે.
Swiggy statEATstics 2021: ખાવાપીવાના મામલામાં ભારત વિવિધતાની સાથે સમૃદ્ધ પરંપરાઓનો દેશ છે. દેશના જુદા જુદા ભાગમાં ઢોસા (Dosa)થી લઈને સમોસા (Samosa) અને ખિચડી (Khichadi)થી લઈને બિરયાની (Biryani) સુધી હજારો ડિશિસ (Dishes) વિવિધ પ્રકારે તૈયાર કરવામાં આવે છે, પરંતુ જો એ પૂછવામાં આવે કે ઇન્ડિયા સૌથી વધારે શું ખાય છે તો સમોસા અન્ય વ્યંજનોને પાછળ મૂકી દે છે. સ્વિગી (Swiggy)ના એક હાલના રિપોર્ટ દ્વારા આ વાતની ખબર પડે છે.
સૌથી વધારે ઓર્ડર થયેલી આઈટમ
સ્વિગીએ હાલમાં વર્ષના અંતે રિપોર્ટ જારી કર્યો છે. આ રિપોર્ટના રસપ્રદ આંકડા એ બતાવે છે કે, ભારતીય લોકોએ 2021 દરમિયાન કઈ ડિશનો ઓર્ડર કર્યો અને દેશમાં સૌથી વધારે પસંદ થનારા વ્યંજન કયા કયા છે. આંકડાઓ અનુસાર, 2021માં ભારતીય લોકોએ દરેક મિનિટમાં બિરયાનીના 115 ઓર્ડર આપ્યા. આ ઉપરાંત આખા વર્ષ દરમિયાન ભારતીયોએ એટલા સમાસો ખાઈ લીધા જે ન્યુઝીલેન્ડ (Newzealand)ની આખી આબાદીથી કરતા પણ કેટલાય ગણા છે! ટમેટા ઘણી બધી ડિશના જરૂરી પાર્ટ છે અને 2021માં ભારતીયોએ એટલા ટમેટા મંગાવ્યા જેનાથી 11 વર્ષ સુધી સ્પેનનો ટોમેટિના ફેસ્ટિવલ ઉજવી શકાય.
સમોસા છે ઇન્ડિયાનું ફેવરિટ સ્નેક્સ
સ્વિગીના રિપોર્ટ અનુસાર, 2021માં સમોસા ભારતીયોનું સૌથી પ્રિય સ્નેક્સ રહ્યું. વર્ષભરમાં માત્ર સ્વિગી પર સમોસાના આશરે 50 લાખ ઓર્ડર આવ્યા. આ ન્યુઝિલેન્ડની આખી વસ્તી જેટલું છે. સમોસાની લોકપ્રિયતાનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે, તેનો ચિકન વિંગ્સ (Chicken Wings)ની સરખામણીએ છ ગણો ઓર્ડર મળ્યો.
પાઉં ભાજી, ગુબાલ જાંબુ પણ લોકપ્રિય
સમોસા બાદ પાઉં ભાજી (Pav Bhaji) અને ગુલાબ જાંબુ (Gulab Jamun) સૌથી વધારે પસંદ કરવામાં આવેલા વ્યંજન છે. વર્ષ દરમિયાન લોકોએ પાઉં ભાજી માટે 21 લાખ ઓર્ડર આપ્યા. ગુલાબ જાંબુ પણ 21 લાખ ઓર્ડર સાથે બીજા સૌથી પસંદીદા વ્યંજન બની ગયા છે.
બિરયાની પણ આગળ છે
બિરયાની પ્રત્યે લોકોનો પ્રેમ અવિરત રહ્યો છે. એક વર્ષ પહેલા એટલે કે 2020માં દરેક મિનિટે બિરયાનીના 90 ઓર્ડર મળ્યા હતા જે વધીને 115 ઓર્ડર થઈ ગયા. બિરયાનીમાં પણ ચિકન બિરયાની (Chicken Biriyani) લોકોને વધારે પસંદ આવી છે અને તેને વેજ બિરયાની (Veg Biriyani)ની સરખામણીમાં 4.3 ગણો ઓર્ડર મળ્યો છે. મજેદાર વાત એ છે કે, સ્વિગી ઉપર આશરે 4.25 લાખ લોકોએ પોતાનો પહેલો ઓર્ડર ચિકન બિરયાનીનો કર્યો.
આંકડા ઉપરથી એ પણ ખબર પડે છે કે, રાત દરમિયાન ભારતીયો બહારનું વ્યંજન વધારે પસંદ કરે છે. રાતના 10 વાગ્યા બાદ ચીઝ-ગાર્કિલ બ્રેડ (Cheese Garlic Bread), પોપકોર્ન (Popcorn) અને ફ્રેન્ચ ફ્રાઇઝ (French Fries) જેવા નાસ્તાના ઓર્ડર અન્ય ડિશની સરખામણી વધારે થઈ જાય છે.