Home /News /national-international /

Food Delivery Boyએ ઓર્ડર લાવવામાં મોડું કરતાં ગુસ્સે થવાના બદલે અચંબિત થઈ ગયો ગ્રાહક, જાણો એવું શું થયું?

Food Delivery Boyએ ઓર્ડર લાવવામાં મોડું કરતાં ગુસ્સે થવાના બદલે અચંબિત થઈ ગયો ગ્રાહક, જાણો એવું શું થયું?

ડિલીવરી બોય

બેંગલુરુના રહેવાસી રોહિતકુમાર સિંહે કૃષ્ણપ્પા રાઠોડ નામના ડિલિવરી એક્ઝિક્યુટિવની સ્ટોરી લિંક્ડઇન પર શેર કરી હતી. પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, સ્વિગી પર તેમણે આપેલો ઓર્ડર મોડો થઈ રહ્યો હતો.

  ઘણીવાર ફૂડની મોડી ડિલિવરી (Food delivery) થાય તો ગ્રાહક ડિલિવરી બોય પર ગુસ્સે થાય છે, તેઓ સોશિયલ મીડિયા પર પોતાનો બળાપો કાઢે છે. થોડું મોડું ફૂડ પહોંચાડવા બદલ ડિલિવરી બોય (Food Delivery Boy) પરનો ગુસ્સો કાઢતા લોકો માનવતા ભૂલી જાય છે. ફૂડ પહોંચડવામાં ડિલિવરી બોયે કેટલી મુશ્કેલી વેઠી હશે, તેવું તેઓ વિચારતા નથી. તેઓ કઠોર તડકો, વરસાદ, ટ્રાફિક જામ અને ખરાબ હવામાનમાં પણ મનપસંદ વાનગીને તમારા ઘરના દરવાજા સુધી પહોંચાડવા માટે દરરોજ લડે છે. પણ ભાગ્યે જ લોકોનું ધ્યાન તેમના સંઘર્ષ પર જાય છે. પરંતુ બેંગલુરુના એક વ્યક્તિએ આવું વિચાર્યું છે અને તેને લોકો સાથે શેર કર્યું છે.

  બેંગલુરુના રહેવાસી રોહિતકુમાર સિંહે કૃષ્ણપ્પા રાઠોડ નામના ડિલિવરી એક્ઝિક્યુટિવની સ્ટોરી લિંક્ડઇન પર શેર કરી હતી. પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, સ્વિગી પર તેમણે આપેલો ઓર્ડર મોડો થઈ રહ્યો હતો, જેથી તેમણે ડિલિવરી લાવનારા વ્યક્તિને ફોન કરીને આવવાના અંદાજિત સમય વિશે પૂછવાનું નક્કી કર્યું હતું.

  તેમણે કહ્યું કે, એક્ઝિક્યુટિવ તેને ટૂંક સમયમાં જ ઓર્ડર આપી દેશે તેવું કહ્યું હતું. જોકે, થોડી વધુ વાર પછી પણ ઓર્ડર ન મળ્યો તો તેણે તે વ્યક્તિને ફરીથી કોલ કર્યો હતો. જેથી તેણે ફરીથી ખૂબ જ આરામદાયક સ્વરે જવાબ આપ્યો અને મને માત્ર 5 મિનિટમાં આવવાનું કહ્યું હતું.

  પોતાના લગ્નમાં જ ફૂટબોલ 'ખેલાડી' ગાયબ, મેચ રમવા માટે ભાઈ સાથે કરાવી દીધા મંગેતરના લગ્ન!

  પછી 5-10 મિનિટમાં ઘંટડી વાગી. હું દરવાજો ખોલી અને ડિલિવરી મોડું થવા અંગે અણગમો વ્યક્ત કરવા જ જતો હતો, ત્યાં ડિલિવરી કરનાર વ્યક્તિ કોણ છે? તે જોઈને હું મૂર્ખ હોવાની લાગણી અનુભવવા લાગ્યો હતો  સિંઘના જણાવ્યા અનુસાર, ડિલિવરી મેન 40 વર્ષની આસપાસનો હતો અને ભૂખરા વાળ સરખા કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મારા મગજમાં હું વિચારતો હતો કે મને આ ઓર્ડર અપાવવા માટે તેણે કયા બધા સંઘર્ષમાંથી પસાર થવું પડ્યું હશે?

  રાષ્ટ્ર ધ્વજનું સન્માન જાળવો: જાળવણી ન થાય તો રાષ્ટ્રધ્વજને એએમસીમાં કરાવી દો જમા

  સિંહે વધુમાં જણાવ્યું હતું કે, કૃષ્ણપ્પા રાઠોડે કોવિડ -19 મહામારી દરમિયાન કાફેમાં નોકરી ગુમાવી હતી અને ત્યારથી તે ડિલિવરી એક્ઝિક્યુટિવ તરીકે કામ કરી રહ્યા છે. તેમને ત્રણ બાળકો છે, પરંતુ નબળી આર્થિક સ્થિતિને કારણે તેઓ તેમના બાળકોને બેંગલુરુ લઈ જઈ શક્યા ન હતા.  સિંઘે તેમના વિશે વધુ જણાવ્યું હતું કે, વહેલી સવારે ઉઠવાથી માંડીને આખો દિવસ અવિરતપણે તમામ અવરોધોને અવગણીને કામ કરવાથી સુધીની ક્રિયા તેમનો સુપરપાવર બતાવે છે.

  આ સ્ટોરી શેર કરવામાં આવી ત્યારથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. કોમેન્ટ સેક્શનમાં ઘણા યુઝર્સ ડિલિવરી મેનને મદદ કરવાની ઓફર કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, હિંમત વિવિધ સ્વરૂપો, આકાર અને રંગોમાં આવે છે. બીજાએ ઉમેર્યું કે, તેનું હૃદયસ્પર્શી સ્મિત અને તેની આંખોમાં ઘણાં બધાં સ્વપ્નોએ મારા દિવસ સુધારી દીધો. આવી પ્રેરણાદાયી ઘટના શેર કરવા બદલ આભાર.
  First published:

  Tags: OMG, દેશવિદેશ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन