બિરયાની અને પૂરી-શાકભાજીના ઓર્ડરમાં મોડું થયું તો સ્વિગીના એજન્ટે રેસ્ટોરન્ટના માલિકને ગોળી મારી

સ્વિગીના એજન્ટે રેસ્ટોરન્ટના માલિકને ગોળી મારી (પ્રતિકાત્મક તસવીર)

swiggy agent shot restaurant owner- ડિલિવરી એજન્ટને એક કર્મચારીએ કહ્યું હતું કે બીજા ઓર્ડરમાં થોડો વધારે સમય લાગશે. આ કારણે બન્ને વચ્ચે રકઝક થઇ હતી

 • Share this:
  ગ્રેટર નોઇડા : ઓનલાઇન પ્લેટફોર્મ સ્વિગીના (Swiggy)એક ડિલિવરી એજન્ટે (Swiggy delivery boy)ઓર્ડર તૈયાર કરવામાં મોડું કર્યું તો ગ્રેટર નોઇડાના (greater noida)એક રેસ્ટોરન્ટના માલિકની કથિત રીતે ગોળી મારીને હત્યા કરી (Swiggy delivery boy shoots restaurant owner)દીધી છે. પોલીસ ડિલિવરી એજન્ટની શોધ કરવા માટે તે વિસ્તારના સીસીટીવી કેમેરા શોધી રહી છે. બતાવવામાં આવી રહ્યું છે કે આરોપી એજન્ટ ચિકન બિરયાની અને પુરી-શાકભાજીનો ડિલિવરી ઓર્ડર લેવા આવ્યો હતો. જોકે ઓર્ડર તૈયાર થવામાં મોડું થયું તો તેણે રેસ્ટોરન્ટના માલિકને ગોળી મારી દીધી હતી.

  મૃતક વ્યક્તિ એક આવાસીય પરિસરમાં રેસ્ટોરન્ટનો માલિક હતો. મોડી સાંજે સ્વિગી એજન્ટ ચિકન બિરયાની અને પુરી-શાકભાજીનો ઓર્ડર લેવા માટે રેસ્ટોરન્ટ પહોંચ્યો હતો. બિરયાની સમય પર તૈયાર થઇ ગઈ હતી પણ ડિલિવરી એજન્ટને એક કર્મચારીએ કહ્યું હતું કે બીજા ઓર્ડરમાં થોડો વધારે સમય લાગશે. આ કારણે બન્ને વચ્ચે રકઝક થઇ હતી. જે પછી ડિલિવરી એજન્ટે કથિત રીતે રેસ્ટોરન્ટના કર્મચારીને ગાળો દીધી હતી.

  આ પણ વાંચો - મહિલા સરપંચ પાસે મળી કરોડોની સંપત્તિ, બે આલિશાન બંગલા, 30 હેવી વાહનો

  આ દરમિયાન રેસ્ટોરન્ટના માલિક સુનીલ અગ્રવાલે બન્નેને શાંત કરીને વિવાદ ખતમ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે ડિલિવરી એજન્ટે કથિત રીતે પોતાની મિત્રની મદદથી તેના માથામાં ગોળી મારી દીધી હતી. રેસ્ટોરન્ટના કર્મચારી અને અન્ય સ્ટાફ તેમને હોસ્પિટલ લઇ ગયા હતા પણ મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

  રેસ્ટોરન્ટની નજીક રહેતા રાકેશ નાગરે કહ્યું કે મને (રેસ્ટોરન્ટના કર્મચારીઓ દ્વારા) એ કહેવા માટે બોલાવ્યો કે તેમના માલિકને ગોળી મારી દેવામાં આવી છે. પોલીસ અધિકારી વિશાલ પાંડેએ કહ્યું કે ડિલિવરી બોયે રેસ્ટોરન્ટના માલિકની હત્યા કરી દીધી કારણ કે ઓર્ડર તૈયાર થવામાં મોડુ થઇ રહ્યું હતું. તેમણે કહ્યું કે આરોપીને પકડવા માટે ત્રણ ટીમો બનાવવામાં આવી છે.
  Published by:Ashish Goyal
  First published: