ઓરેબ્રો. સ્વીડન (Sweden)માં ઓરેબ્રો (Orebro)ની બહાર સ્કાઇડાઇવિંગ (Skydiving) માટે ઉપયોગમાં લેવાતું એક નાનું પ્લેન દુર્ઘટનાગ્રસ્ત (Swedish Plane Crash) થઈ ગયું છે. આ દુર્ઘટનામાં 9 લોકોનાં મોત થયા છે. મૃતકોમાં 8 સ્કાયડાઇવર્સ (Skydivers) અને પાયલટ (Pilot) સામેલ છે. ટેક ઓફ કર્યાના થોડાક જ સમય બાદ ઓરેબ્રો એરપોર્ટ પર રનવેની નજીક પ્લેન ક્રેશ થઈ ગયું. ક્રેશ થવાની સાથે જ પ્લેનમાં આગ લાગી ગઈ. સ્વીડિશ પોલીસે આ જાણકારી આપી છે.
ન્યૂઝ એજન્સી રોઇટર્સ મુજબ, સ્વીડન પોલીસે કહ્યું કે, ગુરૂવારે ઓરેબ્રોની બહાર આ દુર્ઘટના થઈ. દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં સવાર તમામ લોકોનાં મોત થઈ ગયા છે. પોલીસે કહ્યું કે, ડીએચસી-2 ટર્બો બીવર પ્લેનમાં 8 સ્કાયડાઇવર્સ અને પાયલટ સવાર હતા.
All nine people (eight skydivers and one pilot) onboard were found dead in the crash of an airplane outside Orebro, Sweden, on Thursday, Swedish police said: Reuters
સ્વીડનના વડાપ્રધાન સ્ટીફન લોફવન (Stefan Löfven)એ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટર પર લખ્યું કે, મને ખૂબ દુઃખ છે, મને ઓરેબ્રોમાં પ્લેન દુર્ઘટના વિશે સૂચના મળી. મારી સંવેદનાઓ આ કઠીન સમયમાં પીડિતો, તેમના પરિવારો અને પ્રિયજનોની સાથે છે.