સ્વીડન વૈજ્ઞાનિકે કહ્યું, માસ્ક અને લોકડાઉન વગર પણ હારી શકે છે Corona

News18 Gujarati
Updated: August 7, 2020, 11:28 PM IST
સ્વીડન વૈજ્ઞાનિકે કહ્યું, માસ્ક અને લોકડાઉન વગર પણ હારી શકે છે Corona
એન્ડર્સનું માનવું છે કે, લાંબા સમયમાં કામની સાબિત થશે આ નીતિ

ડન લોકડાઉન લાગુ કરવાના પક્ષમાં નથી. તેમને લાગે છે કે, લાંબા સમયમાં આ નીતિ ઘણી પ્રભાવિત સાબિત થશે. સ્વીડનમાં છેલ્લા કેટલાક દિવસમાં સંક્રમણની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

  • Share this:
કોરોના વાયરસનો પ્રકોપ પૂરી દુનિયામાં હાહાકાર મચાવી રહ્યો છે. ભારતમાં હવે તે ઝડપથી વધી રહ્યો છે. તેની સારવાર અને વેક્સીન માટે અનેક દેશમાં પરિક્ષણ ચાલી રહ્યા છે. પરંતુ, સાથે તેના પ્રસારને રોકવા માટે પણ શોધ ચાલી રહી છે. પરંતુ, તે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય સુધી નથી પહોંચી શક્યા. છેલ્લા દિવસોમાં લોકડાઉન જેવો ઉપાય ન આપનાવનાર સ્વીડન હવે કોરોના સંક્રમણ ઓછુ કરવાને લઈ ચર્ચામાં છે. સ્વીડનની સફળતા પાછળ ત્યાંના મહામારી વિશેષજ્ઞ એન્ડર્સ ટેગ્નેલની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે.

ચિંતાજનક પરિસ્થિતિમાં પણ ન અપનાવ્યું લોકડાઉન

લગભગ એક મહિના પહેલા સ્વીડન વિશે કહેવામાં આવતું હતું કે, કોરોના વાયરસ સામે લડવા માટે તેની જે રણનીતિ છે, તે એક લાપરવાહી ભરેલી છે. સ્વીડને લોકડાઉન ન લગાવવાનો નિર્ણય લીધો હતો. ત્યાં ના સ્કૂલો બંધ થઈ, ના રેસ્ટોરન્ટો, એપ્રિલ મહિનાના અંત સુધી મરનાર લોકોની સંખ્યાએ બધાને ચિંતામાં નાખી દીધા. પરંતુ, સ્વીડનની લોક સ્વાસ્થ્ય સંસ્થાએ ખાસ નીતિ અપનાવી હતી અને ટૂંક સમયમાં જ દેશના પ્રમુખ મહામારી વિશેષજ્ઞ એન્ડર્સ ટેગ્નેલ દેશનો લોકપ્રિય ચહેરો બની ગયા.

આ પણ વાંચોરાહતના News: ભારતમાં 250 રૂપિયાથી પણ સસ્તી મળશે Corona વેક્સીન, થયો કરાર

ટીકા પણ થઈ આ નિર્ણયની

એવું નથી કે, સ્વીડનમાં હાલમાં પરિસ્થિતિ પૂરી રીતે કાબુમાં છે. આજે પણ ઘણા વાયરોલોજિસ્ટ સ્વીડન દ્વારા લોકડાઉન જેવો ઉપાય ન અપનાવવાની ટીકા કરી રહ્યા છે. ખુદ એન્ડર્સ માને છે કે, આ સમસ્યા પર સમય પર પ્રતિક્રિયા આપવામાં ચૂક થઈ ગઈ અને તેમનું માનવું ખોટુ હતું કે આ સંક્રમણ ચીનના વુહાન સુધી જ સિમીત રહેશે. પરંતુ, તેમની પાસે કોઈ ક્રિસ્ટલ બોલ ન હતો.લાંબા સમયમાં કામની સાબિત થશે આ નીતિ

એન્ડર્સનું માનવું છે કે, લોકોને કેર હોમ્સમાં દેખભાળ માટે ઘણુ ઓછુ કામ કરવામાં આવ્યું. આજ સુધી સ્વીડનમાં કોરોના વાયરસના કારણે 5700થી વધારે મોત થઈ ચુક્યા છે. ત્યારબાદ પણ એન્ડર્સ અને સ્વીડન લોકડાઉન લાગુ કરવાના પક્ષમાં નથી. તેમને લાગે છે કે, લાંબા સમયમાં આ નીતિ ઘણી પ્રભાવિત સાબિત થશે. સ્વીડનમાં છેલ્લા કેટલાક દિવસમાં સંક્રમણની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

સ્વીડને કોરોનાને રોકવાના ઉપાયો તરીકે લોકોને કેર હોમમાં જવા પર રોક લગાવી દીધી હતી. એન્ડર્સે પહેલા કહ્યું હતું કે, લોકડાઉન તેમના દેશમાં હજારો લોકોને કેર હોમ્સમાં મરતા ન રોકી શક્યું હોત. હાલમાં જ તેમણે કહ્યું કે, બ્રિટન જેવા દેશમાં પણ જ્યાં લોકડાઉન કડક રીતે લાગુ કરવામાં આવ્યું હતું, ત્યાં મરનાર લોકોની સંખ્યા વધારે રહી હતી.
Published by: kiran mehta
First published: August 7, 2020, 11:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading