Home /News /national-international /26 વર્ષની યુવતી બની કેન્દ્ર સરકારમાં મંત્રી! નાની ઉંમરે દેશ માટે ગંભીર મુદ્દાઓ પર લેશે નિર્ણય

26 વર્ષની યુવતી બની કેન્દ્ર સરકારમાં મંત્રી! નાની ઉંમરે દેશ માટે ગંભીર મુદ્દાઓ પર લેશે નિર્ણય

માત્ર 26 વર્ષની યુવતી બની મંત્રી

Romina Pourmokhtari Sweden: સ્વીડનમાં મંગળવારે નવા મંત્રીમંડળની રચના કરવામાં આવી છે. જેમાં 26 વર્ષીય રોમિના પૌરમોખ્તરીને મંત્રીપદ સોંપવામાં આવતા તેમણે ઇતિહાસ રચ્યો છે.

  Sweden government: સ્વીડનમાં મંગળવારે નવા મંત્રીમંડળની રચના કરવામાં આવી છે. જેમાં 26 વર્ષીય રોમિના પૌરમોખ્તરી (Romina Pourmokhtari)ને જળવાયુ મંત્રી બનાવવામાં આવ્યા છે. ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ (Greta Thunberg)ના રાષ્ટ્રમાં રોમિના પૌરમોખ્તરી સૌથી નાની ઉંમરના મંત્રી છે.

  નવા પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટેર્સને (Ulf Kristersson) રોમિના પૌરમોખ્તરીના નામનું સૂચન કર્યું હતું. તેઓ રાઈટ વિંગ ગઠબંધનનું નેતૃત્વ કરે છે.

  27 વર્ષનો રેકોર્ડ તોડી દીધો

  26 વર્ષીય રોમિના પૌરમોખ્તરી લિબરલ પાર્ટીમાં યુવા વિંગની પ્રમુખ હતી. તેમણે તેમના રાજકીય કરિયરમાં જળવાયુ મંત્રી (Climate Minister) તરીકે કામ કર્યું નથી અને તેની જાણકારી પણ નથી.

  રોમિના પૌરમોખ્તરીએ અગાઉ સ્વીડન ડેમોક્રેટ્સ (SD) સાથે પોતાની પાર્ટી લિબરલ પાર્ટીને જોડવા માટે ક્રિસ્ટેર્સનની હંમેશા ટીકા કરી છે.

  તેમણે વર્ષ 2020માં ટ્વિટર પર એક પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું હતું કે, "Ulf Kristersson without SD - Absolutely. Ulf Kristersson with SD - No thanks,"

  સ્ટોકહોમમાં ઉપનગરીય વિસ્તારમાં ઈરાની પરિવારમાં જન્મેલ યુવતીને જળવાયુ અને પર્યાવરણ વિભાગનો વારસો પ્રાપ્ત થયો છે. સૌથી નાની વયના મંત્રી તરીકે પદભાર મળતા તેમણે છેલ્લા 27 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે.

  ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ સ્વીડનની રહેવાસી છે. જેમણે અનેક યુવાઓ સાથે જળવાયુ પરિવર્તન મુદ્દે વૈશ્વિક આંદોલન શરૂ કર્યું છે. ત્યારબાદ વૈશ્વિક સ્તરે જળવાયુ પરિવર્તનના મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી છે અને તે મુદ્દે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

  નવામંત્રી પદની જાહેરાત

  શુક્રવારે સ્વીડનમાં ગઠબંધન સરકારની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં નીતિગત પ્રતિબદ્ધતાઓને દૂર કરીને સરકારનું સમર્થન કરવાનું જાહેર કરવામાં આવ્યું હતું.

  પ્રધાનમંત્રી ક્રિસ્ટર્સને નાગરિક સુરક્ષા માટે એક નવું મંત્રી પદ બનાવવાની જાહેરાત કરી હતી. રશિયા સાથે તણાવભર્યુ વાતાવરણ સર્જાયું હોવાને કારણે આ નવામંત્રી પદની જાહેરાત કરવામાં આવી છે.

  આ પણ વાંચો: ગંભીર રોડ દુર્ઘટના માટે એન્જિનિયર અને જે તે અધિકારી જવાબદાર ગણાશે: NHAIનો મહત્વનો નિર્ણય

  ક્રિસ્ટર્સન ડેમોક્રેટ ચૂંટણીમાં સૌથી મોટા વિજેતા હતા, બીજી તરફ તેઓ સૌથી મોટી પાર્ટીના નેતા તરીકે ઊભરી આવ્યા છે. વર્ષ 1930ના દાયકાથી તેઓ સ્વીડનની રાજનીતિમાં પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે.

  સ્વીડનની નવી સરકારમાં ચાર પક્ષનું ગઠબંધન કરવામાં આવ્યું છે, જેના કારણે લિબરલ પાર્ટીમાં તણાવ ઊભો થયો છે. ક્રિસ્ટર્સનને પદ પર જાળવી રાખવા માટે તેમને સમર્થન મળવું જરૂરી છે.
  Published by:Mayur Solanki
  First published:

  Tags: Climate, Climate change, Minister, Sweden

  विज्ञापन
  विज्ञापन